સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું વાયરલ થઇ જાય તે કોઈ કહી શકતું નથી. અહીં ઘણા ફની વીડિયો તો ઘણા હ્રદ્યદ્રાવક વીડિયો પણ સામે આવે છે, જેને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી, તો ઘણીવાર કેટલાક વીડિયો આંખો ભીની કરી દે તેવા પણ સામે આવે છે. આજના સમયમાં કોઈ પણ ફોટો કે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વધારે સમય નથી લાગતો.
જેમાંના ઘણા લોકોના કામના હોય છે અને તો ઘણા એવા હોય છે કે થોડા જ સમયમાં તેની દરેક જગ્યાએ ચર્ચા થતી હોય છે. જો કે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે તે બધાથી અલગ છે. આ વીડિયો એક 65 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ અને 21 વર્ષની યુવતીનો છે. બંને પાર્કમાં ફરી રહ્યા હતા અને બંનેને ગંદી હરકત કરતા જોઈને કેટલાક લોકોનું ટોળું આવી ગયું. જે બાદ બંને દોડવા લાગ્યા. વૃદ્ધે કહ્યું કે તે યુવતિ તેની ગર્લફ્રેન્ડ છે અને યુવતિ પણ બોલી રહી છે કે બંને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ છે.
જો કે, તે લોકોના આમ કહેતા જ બધા સ્તબ્ધ રહી ગયા હતા. વૃદ્ધ વ્યક્તિને જ્યારે તેની ઉંમર પૂછવામાં આવી તો તેણે કહ્યુ કે તે 65 વર્ષનો છે અને તે યુવતિ તેની પૌત્રીની ઉંમરની 21 વર્ષની જ છે. બંને પોતાને કપલ કહી રહ્યા હતા. બંને વચ્ચેની ઉંમરનું અંતર જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. જો કે, આ વીડિયો કોઇ પ્રેન્ક પણ હોઇ શકે છે અને કોઇ સ્ક્રીપ્ટેડ વીડિયો પણ હોઇ શકે છે. આ વીડિયોની સત્યતાની પુષ્ટિ અખંડ આર્યુવેદ કરતુ નથી.
View this post on Instagram