શું તમે પણ ચાના શોખીન નથી ? તો જાણી લો આ કામની માહિતી, આજીવન લાગશે તમારા કામ

જો તમે ચા ન પીતા હોવ તો આ ખાસ માહિતી તમારા માટે છે, જાણો આજીવન કામ લાગશે

ગુજરાતીઓનો સૌથી મોટા બે શોખ કયા છે તમે જાણો છો ? જાણતા જ હશો. છતાં પણ તમને જણાવીએ.

એક તો હાલ જે મોસમ ચાલી રહ્યો છે એ ગરબા એટલે કે નવરાત્રીનો અને બીજો શોખ ચાનો. આખા વર્ષ દરમિયાન શિયાળો હોય કે ચોમાસુ, કે પછી છોને ધોમધખતી ગરમી પડતો ઉનાળો પણ ચા જોઈએ એટલે જોઈએ જ. ખરું ને !

વળી આપણી ગુજરાતી ભાષામાંતો ચા ઉપર ઘણી જ શાયરીઓ અને કવિતાઓ પણ લખાઈ ગઈ. ચાની તલબ કહો કે આદત પણ ચા વગર એક ગુજરાતીને ક્યારેય ના ચાલે.

આજે અમે તમને ચા ના કેટલાક ફાયદાઓ વિષે જણાવવા જઈ રહ્યાં છે. આ વાંચીને કદાચ તમે જો ચા નહિ પિતા હોય તો પણ તમે ચાના રસિયા જરૂર થી જશો.

શું તમને ખબર છે કે ચાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે ?
આ વાત અમે નથી કહેતા પણ કેટલાક નિષ્ણાતો એમ માને છે કે જો ચાને યોગ્ય સમયે પીવામાં આવે તો સ્ટ્રેસ દૂર થાય છે અને કેટલીક બીમારીઓમાંથી પણ રાહત મળતી હોય છે. જે ચા નહિ પિતા હોય તેમને કદાચ આ વાત માનવામાં નહીં આવે પરંતુ, જે ચાના રસિકો છે તેઓ આ વાતથી વાકેફ જ હશે.

જો તમે કોઈ કેલેરી ફ્રી ડ્રિન્ક શોધી રહ્યાં છો તો ચા સૌથી બેસ્ટ છે:
આજના ફાસ્ટફૂડ વાળા જમાનામાં લોકો શરીરમાં કેલેરી કેમ ઓછી થાય એના ઉપાયો શોધટ્ટ હોય છે. વળી કેટલાક તો મોંઘાદાટ પીણાં બજારમાંથી ખરીદીને પિતા પણ હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ચા એ એકદમ કેલેરી ફ્રી ડ્રિન્ક છે એવું માનવામાં આવે છે. બસ આપણે જયારે ચાની અંદર દૂધ અને ખાંડ નાખીએ ત્યારે જ એમાં કેલેરી ઉમેરાય છે.

તમારા વધતા વજનથી પરેશાન છો તો ચા પીવો:
આજકાલ વધારે વજન હોવું એ કોઈને ગમતું નથી. છતાં બહારની ખાણી-પીણી અને બેઠાડુ જીવનના કારણે કંઈપણ કરો વજન તો વધી જ જાય છે. આ વધતા વજનને ઓછું કરવા માટે લોકો કેટલાય કીમિયા કરતાં હોય છે. પરંતુ જો તમને ઘરે બેઠા જ વજન ઓછું કરવાનો કીમિયો મળી જાય તો કેવું સારું ? ચા તમને હાઈડ્રેડ રહેવામાં મદદ કરે છે અને જો તમે બ્લેક ટી પીશો તો વજન આપોઆપ ઓછું થઈ જશે.ચા એક ફાયદા અનેક:
ચા એક એવું પીણું છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જયારે આપણને માથું દુખે અથવા શરદી કે ખાંસી થઇ ગયા હોય ત્યારે ઘરના વડીલો આદુ મસાલા વાળી ચા પીવાની સલાહ આપતા હોય છે કારણ કે આદુ મસાલા વાળી ચા પીવાના કારણે શરદી, માથું અને ઉધરસમાં ખાસ્સી રાહત મળે છે.

કોફી પીવા વાળા! જરાં ચાનો આ ફાયદો તો જુઓ:
કેટલાંક લોકો કોફી પીવે છે પરંતુ ચા નથી પીતા. પરંતુ શું તમે જાણો છો કે ચા કરતાં કોફીની અંદર કૈફીન વધારે હોય છે. કોફીના એક ગ્લાસની અંદર 135 મિલીગ્રામની આસપાસ કૈફીન મળે છે જયારે ચાના 1 કપમાં 30 થી 40 મિલીગ્રામ જેટલું જ કૈફીન હોય છે. જો કોફી પીવાથી તમને અપચો, અનિંદ્રા, માથાના દુઃખાવા જેવી તકલીફો રહેતી હોય તો આજે જ તમે પણ વિચાર્યા વગર ચા પીવાનું શરૂ કરી દો.

આજકાલ તો બજારમાં ગ્રીન ટી પીવાનું પણ ચલણ ખુબ જ વધ્યું છે. ચા પીવાના ઘણાં બધા ફાયદાઓ છે. જે ચાના રસિયા છે એ લોકોને તો ચાના ફાયદાઓ વિષે જાણ હશે જ. એક સાચો ગુજરાતી ચાને ક્યારેય ના નથી પાડતો. રાત્રે બાર વાગે પણ ઉઠાડીને ચા પીવા માટે કહેવામાં આવે તો પણ ક્યારેય ના તો ના જ હોય.

Team Akhand Ayurved

Not allowed