
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કંઈપણ કરતા હોય છે. તમે ઘણા વીડિયો વાયરલ થતા પણ જોયા હશે, જેમાં યુવતીઓના બોલ્ડ ડાન્સ પણ જોવા મળતા હોય છે. ત્યારે હાલ એવા જ વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં કાલા ચશ્મા ગીત ઉપર કેટલીક ભાભીઓ ખુબ જ બોલ્ડ ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ વીડિયો કોઈ કિટ્ટી પાર્ટીનો હોય તેમ દેખાઈ રહ્યું છે.
વાયરલ વીડિયોની અંદર કેટલીક આંટીઓ એક પાર્ટીમાં ભેગી થાય છે અને કાલા ચશ્મા ગીત ઉપર એવા ઠુમકા લગાવે છે કે આ વીડિયોને જાણે વારંવાર જોવાનું મન થયા કરે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તો ઘણા લોકો આંટીઓની આ બોલ્ડનેસના વખાણ પણ કરી રહ્યા છે તો ઘણા લોકો તેમનું ચુસ્તી સ્ફૂર્તિના પણ વખાણ કરતા જોવા મળી રહ્યા છે.
તો અન્ય એક વાયરલ થયેલા વીડિયોમાં ત્રણ મહિલાઓની અદભૂત ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયા પર યુઝર્સનો પરસેવો છોડાવી રહી છે. હાલમાં જ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મહિલાઓનું એક જૂથ લો વેસ્ટ સાડી પહેરીને બેલી ડાન્સ કરતુ જોવા મળે છે. આ દરમિયાન મહિલાઓએ સૌપ્રથમ અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ નું ગીત ‘ઉ અંટવા’ પર ડાંસ કર્યો.
View this post on Instagram
અને પછી અક્ષય કુમાર અને રવિના ટંડન સ્ટારર ફિલ્મ ‘મોહરા’નું લોકપ્રિય ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ નંબર પર બેક ટુ બેક ડાન્સ કરીને લોકોના હોશ ઉડાવી દીધા. આ વીડિયો કોઈ ફંક્શનનો લાગી રહ્યો છે, જેમાં ત્રણ મહિલાઓ બેલી ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાંની મહિલાઓ જેટલી સારી લાગી રહી છે, તેમનું પરફોર્મન્સ એનાથી પણ વધારે સુંદર છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે.