ખુબ જ વૈભવી જીવન છે આ સરપંચનુ, ગામમાં છે પોતાનો પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ અને 10 કરોડ કરતા પણ વધુ મિલકત

ગામના સરપંચની પાસે 11 કરોડથી વધારેની સંપત્તિ, ઠાઠ જોઈને લોકાયુક્ત પોલીસ હેરાન, ઘરમાં સ્વિમિંગ પૂલ

મધ્યપ્રદેશના રીવામાં લોકાયુક્તે મહિલા સરપંચની કરોડોની સંપત્તિનો પર્દાફાશ કર્યો છે. આ સરપંચના ગામમાં આલીશાન બંગલા મળ્યા છે. આ સાથે જ ડઝન જેટલી વૈભવી કાર અને ઘણી જમીનોની રજિસ્ટ્રી પણ મળી આવી છે. સમગ્ર મામલો રીવા જિલ્લાના હુઝુર તાલુકાના બૈજનાથ ગામનો છે. અહીં લોકાયુક્ત ટીમે મહિલા સરપંચ સુધા સિંહના ઘરે દરોડા પાડ્યા હતા.

આ દરમ્યાન મહિલા સરપંચ પાસેથી વૈભવી બંગલો, કરોડોની કિંમતના વાહનો, સોના-ચાંદીના ઘરેણાં, જમીન, વીમાની સાથે ક્રશર, જેસીબી, ચેઇન માઉન્ટેન જેવા મશીનો મળી આવ્યા હતા. સુધા સિંહે એક એકરના બંગલામાં સ્વિમિંગ પૂલ પણ બનાવ્યો હતો. અત્યાર સુધીમાં 2ડઝનથી વધુ જમીન રજિસ્ટ્રી, ઘણા વાહનો, વૈભવી બંગલો, ક્રેશર, સોનું, ચાંદી અને રોકડ મળી આવ્યા છે. ભ્રષ્ટાચારની ફરિયાદ મળતાં લોકાયુક્તે કોર્ટમાંથી સર્ચ વોરંટ લીધું હતું. જણાવી દઈએ કે સુધાનો પતિ કોન્ટ્રાક્ટર છે.

રેવામાં આવક કરતા વધારે સંપત્તિના કેસમાં લોકાયુક્તની ટીમે મહિલા સરપંચ સુધા સિંહના ચાર સ્થળો પર દરોડા પાડ્યા હતા. લોકાયુક્તની કાર્યવાહી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 10 કરોડથી પણ વધુ રૂપિયાની સંપત્તિની માહિતી મળી છે.

દરોડા દરમ્યાન 2 ક્રશર મશીન, 1 મિક્સર મશીન, એક બ્રિક મશીન, 30 મોટા વાહનો, જેમાં ચેઈન માઉન્ટ, JCB, હાઇવા, લોડર, ટ્રેક્ટર, ઈનોવા, સ્કોર્પિયો, ઈંટ મશીન, સોના ચાંદીના દાગીના, જીવન વીમા પોલીસી, 36 પ્લોટ અને રોકડ મળી આવ્યા હતા.સરપંચ પરની કાર્યવાહીથી જિલ્લામાં હલચલ મચી ગઈ હતી. લોકાયુક્તની આ કાર્યવાહી રાત સુધી ચાલુ રહેશે. આમાં વધુ ખુલાસાની અપેક્ષા છે.

આ દરોડામાં ઘણી મિલકત બહાર આવી છે. બીજા દિવસે 10 કરોડની કુલ સંપત્તિ મળી આવી. 72 પ્લોટના દસ્તાવેજો મળી આવ્યા છે. જેમને ફેરવતા ફેરવતા ટીમનો પરસેવો છૂટી ગયો હતો. સ્ટેમ્પ ડ્યુટી અનુસાર તેમની કિંમત આશરે 8 કરોડ છે.

સાથે જ સરપંચની મિલકત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકોને સમજાતું નહોતું કે મહિલાએ સરપંચિથી આટલી કમાણી કેવી રીતે કરી. લોકાયુક્તને ઘણી ફરિયાદો મળી હતી તેની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

team ayurved

Not allowed