બાળકો સામે ઝૂલા પર અટકી ગઇ મહિલા, શર્મિંદગી બાદ વજન ઓછું કરવાનું કર્યુ નક્કી ! 61 કિલો ઘટાડી બધાને ચોંકાવી દીધા
બધા લોકો ઇચ્છે છે કે તે ફિટ હોય, તેનું શરીર આકર્ષક બને અને લોકો તેને જોતા જ પસંદ કરી લે. પણ ખાલી ઇચ્છવાથી બોડી ફિટ નથી બનતી. સારી બોડી માટે લોકોને મહેનત કરવી પડે છે, એક્સરસાઇઝ કરવી પડે છે, ડાયટ પર કાબુ મેળવવો પડે છે અને ત્યારે જઇને લોકો સિક્સ પેક અને ફિટ બોડી હાંસિલ કરી શકે છે. આના માટે મોટિવેશનની પણ ઘણી જરૂર પડે છે અને આ બધાના બસની વાત નથી. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ : Sara Lockett)
અમેરિકાની એક મહિલાને મોટિવેશન ત્યારે મળ્યુ જ્યારે તેને તેના બાળકો સામે શર્મિંદા થવું પડ્યુ. રીપોર્ટ્સ અનુસાર, વોશિંગ્ટનની રહેવાસી 25 વર્ષિય સારા લોકેટ એક ડિજિટલ કંટેટ ક્રિએટર અને ફિટનેસ કોચ છે. પરંતુ કેટલાક સમય પહેલા સુધી તે ઓવરવેટ હતી, જેને કારણે તેની લાઇફસ્ટાઇલ પૂરી રીતે અલગ હતી. બાળકો સામે શર્મિંદા થયા બાદ સારાએ ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યુ અને 114 કિલોની સારાએ તેનું 61 કિલો વજન ઘટાડી લીધુ.
આ માટે તેણે સંતુલિત આહાર અને જીમ સાથે સાથે સર્જરીનો સહારો લીધો. સારાને પોતાના વજન પર ત્યારે શર્મિંદગી થઇ જ્યારે તે એક સ્લાઇડ વાળા જૂલા પર અટકી ગઇ. તેના પતિએ તેને ખેંચી ત્યારે તે તેમાંથી બહાર નીકળી શકી. સારા તેના બાળકો સાથે એક પાર્કમાં ગઇ હતી અને અહીં બાળકોએ બંધ સ્લાઇડની અંદર સાથે જવાની જીદ કરી. સારા સ્લાઇડમાં ચાલી તો દઇ પરંતુ તે વચ્ચે જ અટકી ગઇ. તે બાદ તેના પતિએ તેને ખેંચી અને ત્યારે જઇને તે બહાર આવી.
પરંતુ બાળકો સામે આવી સ્થિતિનો સામનો કરવા માટે તેને ઘણી શર્મિંદગી મહેસૂસ થઇ. આ ઘટના બાદ સારા લોકેટે વજન ઓછુ કરવાનું નક્કી કર્યુ અને તેણે સપ્ટેમ્બર 2021માં વજન ઓછુ કરવા માટે સર્જરીનો સહારો લીધો. આ સાથે તેણે વર્કઆઉટ અને પ્રોપર ડાયટ પ્લાન પણ બનાવ્યો. આ રીતે સારાએ 114 કિલોથી પોતાનું વજન 58 કિલો કરી દીધુ. જો કે, વર્તમાનમાં તેનું વજન 53 કિલો જ છે.
તેણે Caters News સાથે વાત કરતા કહ્યુ કે, પ્રેગ્નેંસી બાદથી તેનો મોટાપો વધતો જઇ રહ્યો હતો. ફાસ્ટ ફૂડ, ચિકન વગેરે ખાવાને કારણે તે એક દિવસમાં 3 હજાર કેલેરી સુધી ઇનટેક કરતી હતી. જો કે, સર્જરી અને વર્કઆઉટ બાદ હવે તે સંતુલિત આહાર લે છે. તે નાશ્તામાં ઇંડા, પાલક, બીન્સ અને લીલા શાકભાજી લે ચછે. બપોરે તે થોડા દાળ-ભાત, બાફેલા શાકભાજી અને ચિકન ખાય છે.