ભારતીય ભોજનમાં કેટલીક એવી વસ્તુઓ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાંથી એક ડુંગળી છે. બીજી તરફ સફેદ ડુંગળીમાં વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ જેવા ગુણો હોય છે. ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ જો તમે દરરોજ તેનું સેવન કરો છો તો તે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.
ડુંગળીમાં બ્લડ સુગરને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે. સફેદ અને લાલ ડુંગળી બંને સ્વાદમાં સંપૂર્ણપણે અલગ હોય છે. ડુંગળી રાંધેલી કે કાચી બંને રીતે ખાઈ શકાય છે. સફેદ ડુંગળી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળાની ઋતુમાં ડુંગળીને ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણે તડકામાં કામ કરતા મજૂરો, ખેડૂતો, બપોરના સમયે રોટલી, ડુંગળી અને મીઠું જમે છે. ઘણી વાર ઉનાળાની ગરમીને કારણે ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યા પણ થાય છે. આ સિવાય નાકમાંથી પણ લોહી નીકળે છે. આ અસંખ્ય સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઉનાળામાં ડુંગળી અચૂક ખાવી જોઈએ.
ડુંગળી બે પ્રકારની હોય છે, સફેદ અને લાલ. સામાન્ય રીતે લાલ ડુંગળીઓ વધુ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આયુર્વેદમાં સફેદ ડુંગળીને પણ અસરકારક માનવામાં આવે છે. સફેદ ડુંગળીનો સ્વાદ તાકાત વધારનાર છે. લાલ ડુંગળી પ્રકૃતિમાં ઠંડી હોય છે. તે પચવામાં ભારે હોય છે. ઉનાળામાં બંને પ્રકારની ડુંગળી ખાવી સારી માનવામાં આવે છે. જો ડુંગળીને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ફાયદો થાય છે. કાચી ડુંગળી અને તેનો રસ દવાની જેમ કામ કરે છે.
પેટના કીડાને દૂર કરવા અને ત્વચા પરના મસાઓને દૂર કરવામાં ડુંગળી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સન-સ્ટ્રોક કે હીટ સ્ટ્રોકમાં સફેદ ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ, જો સફેદ ડુંગળી ન હોય તો લાલ ડુંગળીનો પણ ઉપયોગ કરી શકાય છે. બપોરના ભોજનમાં કાચી ડુંગળીનું સલાડ ખાઓ. બપોરના ભોજનમાં કાચી કેરી, કાચી ડુંગળી, સંચળ, જીરું, ગોળ મિક્સ કરીને તૈયાર કરેલું કાચુંબર ખાઓ. જો કોઈ વ્યક્તિને ગરમી લાગવાની સમસ્યા હોય તો તે ડુંગળીને વરાળથી અથવા બાફી શકે છે.
જીરું, સાકર, થોડી માત્રામાં ગાયનું ઘી નાખીને ખાઓ. આ ઉપાયથી વધુ લૂ નહીં લાગે. જ્યારે બાળકો વધુ મીઠાઈઓ ખાય છે ત્યારે તેમના પેટમાં કીડા થાય છે. એક અઠવાડિયા સુધી દિવસમાં બે વખત ડુંગળીના રસના બે ટીપાં પીવડાવાથી કીડા મરી જશે.
જો બાળકને ગાંડપણની તકલીફ થાય ત્યારે સફેદ ડુંગળીનો રસ આંખોમાં આંજળની જેમ લગાવો. જો કોઈને વારંવાર નાકમાંથી લોહી પડતું હોય તો ડુંગળીનો રસ કાઢીને તેના ટીપાં નાકમાં નાખવાથી આરામ મળે છે. અસ્થમા અને હેડકીની સમસ્યામાં ડુંગળીનો રસ નાકમાં નાખવાથી સારી અસર જોવા મળશે. કાનની સાંભળવાની ક્ષમતા ઘટી ગઈ હોય તો ડુંગળીનો રસ તલ કે સરસવના તેલમાં ઉકાળો. આના 3 ટીપા કાનમાં નાખવાથી બહેરાશ દૂર થાય છે. જો ત્વચા પર કોઈ પ્રકારની ફોલ્લીઓ કે ગૂમડા હોય પરંતુ તે પાકતું ન હોય તો રાત્રે ડુંગળીની છીણી લો. તે છીણમાં ગોળ અને હળદર ભેળવીને અડધી ફોલ્લી કે ગુમડા પર લગાવો.
એક-બે દિવસમાં ફોલ્લીઓ કે ગૂમડા પાકી જશે અને ફૂટી જશે. જો કોઈને બ્લીડિંગ પાઈલ્સની સમસ્યા હોય તો 4-5 ચમચી ડુંગળીના રસમાં એક ચમચી સાકર મિક્ષ કરીને પીવો. અડધી ચમચી ગાયનું ઘી મિક્સ કરો. તેને દિવસમાં બે વાર સવારે અને સાંજે પીવો. રક્તસ્ત્રાવ બંધ થશે. જો તમને માથામાં જૂ થઈ ગઈ હોય અથવા માથામાં ફોલ્લીઓ કે ખીલ થઈ રહ્યા હોય તો ડુંગળીનો રસ રાત્રે સૂતા સમયે માથા પર લગાવો અને સૂકવવા દો. સવારે વાળને પાણીથી ધોઈ લો. જૂ ઓછી થઇ જશે.
વીંછી કે મધમાખી કરડે તો ડુંગળીનો રસ લગાવવો બેસ્ટ રહેશે. વીંછીના ડંખવાળી જગ્યા પર ડુંગળીનો રસ લગાવવાથી દુખાવો ઓછો થશે. મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યારે ડુંગળીનો રસ લગાવવાથી સોજો અને બળતરામાં રાહત મળશે. જો કોઈ વ્યક્તિને અનિદ્રાની સમસ્યા હોય તો સાંજે દહીંમાં ડુંગળી કાપીને રાયતું બનાવીને ખાઓ. જેનાથી અનિંદ્રાની સમસ્યા દૂર થશે.