પોતાના અભિનયથી દર્શકોને ઘાયલ કરનારી 100 કિલોની ઝરીન ખાને આ રીતે ઘટાડ્યું હતું પોતાનું વજન, જાણો તેની વેઇટ લોસ જર્ની વિશે

બોલિવૂડની ખૂબ જ આકર્ષક અભિનેત્રીઓમાંની એક ઝરીન ખાને તેના કર્વી ફિગર માટે ખૂબ જ મહેનત છે. ડોક્ટર બનવા ઇચ્છતી ઝરીને મોડેલિંગ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ શોખને પૂરા કરવા માટે, તેણીએ એક વર્ષમાં 43 કિલો વજન ઘટાડ્યું હતું. ઝરીનનું માનવું છે કે યોગ્ય આહાર અને કસરતનાં કોમ્બિનેશનથી તેને વજન ઘટાડ્યું છે.

થોડા દિવસો પહેલા જ ઝરીને સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે કઈ રીતે ફિલ્મોમાં આવવા માટે તેને 43 કિલો વજન ઘટાડ્યું હતું. તેનું વજન ઓછું થઈ ગયું હતું તેમ છતાં, વધુ વજન હોવાના કારણે તેની ટીકા થઈ હતી. તેમના કહેવા મુજબ, આટલું વજન ઘટાડ્યા પછી પણ તેની ટીકા થવી એ દુઃખની વાત હતી.

ત્યારે જ જ્યારે તેણે તેની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું, સાથે જ ફિટનેસમાં તેની રુચિ એટલે પણ વધી ગઈ કારણ કે વજનને કારણે તેને ડાયાબિટીઝ થવાનો અને હૃદયરોગ થવાનો ખતરો હતો. તે પછી તેને સમજાયું કે ફિટનેસ માત્ર વજન ઘટાડવા પર જોર આપવા સુધી જ સીમિત નથી પણ તેનો અર્થ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો પણ છે.

વર્ષ 2005માં, ઝરીનનું વજન 100 કિલો હતું. તેને ક્યારેય સપને પણ વિચાર્યું ન હતું કે તે પોતાનું વજન ઘટાડી શકશે. પરંતુ કસરત અને ડાયેટની મદદથી તેણે પોતાનું વજન લગભગ 43 કિલો ઘટાડ્યું હતું. હવે તેનું વજન લગભગ 57 કિલોની આસપાસ છે, અને હવે ફીટ રહેવું ઝરીનની પ્રાથમિકતા બની ગયું છે.

‘કીટો’ ડાયેટથી થયો સૌથી વધુ ફાયદો –
2017માં, ઝરીને ‘કીટો’ ડાયેટ શરૂ કરી. તેના કહેવા પ્રમાણે, પરિણામો એટલા સારા આવ્યા કે તેને બીજી કોઈ પણ વસ્તુની મદદ લેવાની જરૂર રહી નહોતી. ઝરીન કહે છે, ‘મારા ટ્રેનરે મને આ ડાયેટ વિશે જણવ્યું. આ પછી ન્યુટ્રિશિયન વિશેના મારા વિચારો હંમેશા માટે બદલાઈ ગયા. કીટોથી મને ફાયદો એટલે પણ થાય છે કે એનાથી મારી ત્વચા, નખ અને વાળ ખૂબ સારા દેખાય છે.’

તેણે લખ્યું કે જ્યારે મેં વજન ઓછું કરવાનું શરૂ કર્યું, ત્યારે હું મારામાં થતો આ ફેરફાર સારો લાગવા લાગ્યો. જોકે વજન ઓછું કરવા દરમ્યાન મને ઘણા સ્ટ્રેચ માર્ક્સ આવ્યા પણ એને છુપાવવાનો બદલે હું તેમને બતાવવામાં વિશ્વાસ રાખું છું. તેણે લખ્યું કે ફિટનેસના સફરમાં હું ઘણે દૂર આવી ગઈ છું અને મારે હજી વધુ આગળ જવાનું બાકી છે.

દિવસમાં 16 કલાક કશું નથી ખાતી –
ઝરીન માને છે કે વજન ઘટાડવા માટે 80% ડાયેટ અને 20% વર્કઆઉટ કામ કરે છે. તેણીનું માનવું છે કે વજન ઘટાડવા માટે આહારમાં કોઈ ઘટાડો ન કરવો જોઇએ, જેના કારણે તે ખોરાકમાં પ્રોટીન, કાર્બ અને ફાઈબર વધારે લે છે.

ઝરીન દિવસમાં 8 કલાક દરમિયાન બે વાર ખાય છે અને બાકીના 16 કલાક સુધી કંઈપણ ખાતી નથી. તેની સવારની શરૂઆત ગ્રીન ટીથી થાય છે. આ પછી તે 1 કલાક માટે કાર્ડિયો અને યોગા કરે છે. ત્યારબાદ તે નાસ્તામાં 4 ઇંડાની ભુર્જી ખાય છે અને ઓછી કાર્બોહાઇડ્રેટ વાળી શાકભાજી ખાય છે.

દિવસમાં બીજી વખત, તે 8 કલાકનો અંત થતા પહેલાં જમે છે જેમાં તેની પ્રિય નોન-વેજ ડીશ, શાકભાજી, બદામના લોટની રોટલી, કોબી-ભાતનો સમાવેશ થાય છે. તેના માટે સૌથી મોટો પડકાર તેના જમવાનો સમય બદલવો હતો. આ કર્યા પછી, તે પોતાને વધુ ખાવાથી સરળતાથી રોકી શકે છે.

તે દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8-9 ગ્લાસ પાણી પીવે છે. તે કહે છે કે માત્ર ચમકતી ત્વચા જ નહીં, પણ સ્વસ્થ રહેવા માટે, પુષ્કળ પાણી પીવું. આ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે જ, સાથે સાથે શરીરને ડિટોક્સ પણ કરે છે.

વર્કઆઉટ –
જ્યારે ઝરીનનું વજન વધારે હતું, ત્યારે તેની સૌથી મોટી તકલીફ એ હતી કે તે શિસ્તબદ્ધ નહોતી. તેને ચાલવા માટે નફરત હતી અને જો તેને થોડે દૂર જવું પડે તો તે ઓટો દ્વારા જતી હતી. આને બદલવા માટે, તેણે સૌ પ્રથમ થોડું ચાલવા સાથે શરૂઆત કરી, જે તે ધીરે ધીરે વધારતી ગઈ.

તેના માટે કસરતનો અર્થ છે શરીરને ચાલતું-ફરતું રાખવું. એનાથી સાંધા અને હાડકાઓને સ્વસ્થ રહે છે. હવે તે દરરોજ 1 કલાક માટે કોઈપણ પ્રકારનું વર્કઆઉટ કરે છે.

અઠવાડિયામાં 5 દિવસ કરે છે કસરત –
તેણે કહ્યું, ‘હું જીમમાં ખાસ ફિટનેસ રૂટીનને અનુસરૂ છું, જેને’ કમ્બાઈન્ડ ટ્રેનિંગ ‘કહે છે. આમાં યોગા, મિશ્રિત માર્શલ આર્ટ્સ (એમએમએ), સ્પેશલ વેટ લોસ ટ્રેનિંગ સામેલ છે. હું અઠવાડિયામાં 5 દિવસ વર્કઆઉટ કરવાનો કરું છું અને જો મારે કોઈ ફિલ્મ માટેની તૈયારી કરવાની હોય, તો પછી તેમાં એક વધુ દિવસ ઉમેરી દઉં છું.’

ઝરીન તેના વજન ઘટવાનો શ્રેય કસરત અને વર્કઆઉટને આપે છે. તે રોજ તેના વર્કઆઉટના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. ઝરીન ફિટ રહેવા માટે બોલિવૂડની ફેમસ ફિટનેસ ટ્રેનર યાસ્મિન કરાચીવાલા પાસેથી ટ્રેનિંગ લે છે.

વજન ઘટાડવા માટે, ઝરીને પાવર યોગા, કાર્ડિયો બૂટકેમ્પ અને સ્પેશલ વેટ લોસ ટ્રેનિંગ લીધી. જોકે હવે તે રોજ વિવિધ પ્રકારની કસરતો કરે છે, જેમાં સ્વિમિંગ, જોગિંગ, પિલાતે અને કાર્ડિયો મહત્વપૂર્ણ રીતે કરે છે. થોડા સમય પહેલા ઝરીને એક ફિટનેસનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હેડસ્ટેન્ડ કરતી જોવા મળી હતી. આ સિવાય તે વજનને કંટ્રોલમાં રાખવા માટે પિલાતે એક્સરસાઇઝ કરવાનું પણ પસંદ કરે છે.

Team Akhand Ayurved

Not allowed