પેટની ચરબી ઘટાડવી કઈ મોટી વાત નથી, વાંચી આ ટિપ્સ – ફાયદો થશે..
કામના કલાકોના કલાકો એક જગ્યાએ બેસી રહેવાણી જો આ રોજની ઘટના હોય તો તે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. પરંતુ તેની અસર આપણા પેટ પર સૌથી વધુ દેખાય છે. પેટમાં ચરબીને કારણે થાઇરોડ, બીપી, સુગર જેવી બીમારીનો ભોગ બને છે. તમે તમારા આસપાસના ઘણા લોકો જોયા હશે જેમનું પેટ બેડોળ હશે.મોટાપાના ઘણા પ્રકાર હોય છે ઘણા લોકો માથાથી લઈને પગ સુધી મોટા હોય છે. એટલે કે વજનદાર હોય છે. પરંતુ અમુક લોકો તો તેના પેટના કારણે જ મોટા દેખાતા હોય છે. તેના પગ, મોઢા અને કમરને જોઈને તમે કહી જ ના શકો કે તે મોટા છે. પરંતુ તેના પેટના કારણે તે મોટાપાની લાઈનમાં આવીને ઉભા રહી જાય છે. આવા લલોકો તેના ટમી ફેટના કારણે જ પરેશાન હોય છે. તે આ કારણે તેનું જમવાનું તો ના છોડી શકે. જરા વિચારો, જો આ વાત આટલી વિચિત્ર લાગે છે તો બેડોળ શરીરના કોઈ વ્યક્તિ માટે તે કેટલું ખરાબ હશે. ઘણી વખત આ મોટું ને બેડોળ પેટ લોકોની વચ્ચે હાંસીનું કારણ પણ બની જતું હોય છે. જો તમારા ઘરમાં આવા કોઈ વ્યક્તિ હોય અને તમે તેને યોગ્ય બનાવવા માંગતા હો, તો અપનાવીને જુઓ. જ્યારે આ ઉપાયોમાં કોઈ નુકસાન નથી, અને તમારા ઘરમાં પણ સરળતાથી મળી જશે.
1. બદામ: બદામમાં સારું ને સ્વાસ્થ્યવર્ધક ફેટ હજાર છે. બદામની અંદર પોલ્યુએનસેટ્યુડ અને મૉન્યુનસેટ્યુરેટેડ નામના બે ફેટ હજાર હોવાથી ઓવર ઇટિંગ જેવી સમસ્યાથી બચાવે છે. વાસ્તવમાં જોઈએ તો બદામ ભૂખને દબાવી દે છે. તે જ સમયે, હૃદયની બિમારીઓને દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે. તેમાં રહેલ હાઇ ફાઇબર તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનો અહેસાસ નથી થવા દેતું. તમે ચરબી-વધારતા નાસ્તો કરતાં હોય તો તેના બદલે રોસ્ટેડ બદામનો ઉપયોગ કરવો જોઈએ.
2. તરબૂચ: પેટમાં ચરબી ઘટાડવા માટે તરબૂચ એ ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય છે. તેમાં 91 ટકા પાણી હોય છે અને જો તમે એને જમતા પહેલા ખાશો તો તમને ભૂખ સાવ ઓછી લાગી છે એવો અહેસાસ થશે ને તમે ઓછું જામી શકશો.. જેના કારણે પેટની ચરબી આસાનીથી તમે ઘટાડી શકો છો. તેમાં પહેલેથી જ વિટામિન બી -1, બી 6 અને સી પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. બીજું તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમણી માત્રા ભરપૂર પ્રમાણમાં હાજર છે. એક અભ્યાસ અનુસાર, બે ગ્લાસ તરબૂચનો રસ દરરોજ પીવાથી તમે માત્ર એક જ અઠવાડિયામાં પેટ ચરબી ઘટાડી શકો છો.
3. બીન્સ: ડાયેટ દરરોજ વિવિધ પ્રકારનાંકઠોળનો ઉપયોગ કરીને ચરબી ઘટાડી શકો છો. આ ઉપરાંત સ્નાયુઓ પણ મજબૂત છે અને પાચનક્રિયા પણ મજબૂત બને છે. કઠોળની વિશેષતા એ છે કે તેઓ લાંબા સમય સુધી તમને ભૂખ લાગવા દેતું નથી. જેના કારણે તમે બહારની વસ્તુઓ ખાવાનું ટાળો છો. તેમાં ફાઇબરનો ભરપૂર જથ્થો હોવાથી ફાઇબર મુખ્યત્વે પેટ ચરબીને અસર કરે છે.
4 અજમો: જો તમે નક્કી કર્યું છે કે તમારે કોઈ પણ ભોગે તમારા પેટણી ચરબી ઘટાડવી જ છે તો તમારા માટે બેસ્ટ રહેશે કે તમે અજમાના પાનનો ઉપયોગ કરો. અજમાના પાનનું સેવન તમને પેટણી ચરબી ઓછી કરવામાં મદદરૂપ થશે. તેમાં ઓછી કેલરી, ફાઈબર સમૃદ્ધ, કેલ્શિયમ અને વિટામિન સી હોવાને કારણે પેટ ચરબી ઘટાડવા માટે તે અસરકારક વસ્તુ છે. તે ખાવાથી પાચનશક્તિ પણ સ્ટ્રોંગ બને છે. અજમાનું પાણી પીવાથી પણ પચનશક્તિ મજબૂત બને છે.
5. કાકડી: ઉનાળામાં કાકડી ઉપયોગ ભરપૂર કરવામાં આવે છે. કારણકે તેમાં પાણીનો ભાગ રહેલો હોવાથી ઉનાળાની ગરમીમાં તાજગીનો આઘેસાસ કરાવે છે. ઉપરાંત કાકડી ખાવાથી પેટણી ચરબી પણ ઘટાડી શકાય છે. તેમાં માત્ર 96 ટકા પાણી છે. તેમાં ભરપૂર માત્રામાં ખનિજો રહેલા છે જેવાકે ફાઇબર અને વિટામિન્સ. દરરોજ એક પ્લેટ કાકડી ખાવાથી શરીરની અંદરનો ઝેરી પદાર્થો બહાર નીકળે છે ને શરીરને સાફ કરવાનું કામ કરે છે
6. ટામેટાં: ટામેટામાં 9-oxo-ODA નામનું દ્રવ્ય જોવા મળે છે. જે લોહીમાં ભળીને તેને શુદ્ધ કરવાનું કામ કરે છે. સાથે સાથે ટામેટાનું જો રોજ નિયમિત સેવન કરવામાં આવે તો તે પેટની ચરબી ઘટાડવા માટે પણ ખૂબ ઉપયોગી છે.
7. સફરજન : ઍપલમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે. તેમાં રહેલ ફાઇબર ફાઇટોરેસોલ, ફ્લેવોનોઇડ્સ અને બીટા કેરોટિન પેટ ચરબીને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે જ સમયે, તે ખાવાથી ઓવર ઇટિંગ જેવી સમસ્યા પણ થતી નથી. તેમા હાજર પેક્ટીન નામનું તત્વ વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.