મોટાભાગના લોકો મોટાપાથી પરેશાન રહેતો હોય છે. પેટની લટકતી ફાંદ જાણે શરમનો વિષય બની જાય. ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ એ ફાંદને અંદર લઇ જ નથી શકતા, વળી બજારમાં મળતી દવાઓની વિપરીત અસર થવાના ખતરા પણ રહે છે જેના કારણે આપણે એ દવાઓ પણ નથી વાપરી શકતા. વધતા વજનના કારણે થાક પણ વધારે લાગે છે જેના કારણે આપણે કસરત પણ યોગ્ય રીતે નથી કરી શકતા. તો પછી આ ફાંદને અંદર લેવા માટે કયો ઉપાય કરવો તે ચિંતાનો વિષય બની જાય છે.
પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી અમે તમને આજે એવા કેટલાક ઘરેલુ નુસખા બતાવવાના છીએ જેનાથી તમે થોડા જ દિવસમાં તમારું વજન પણ ઘટાવી શકો છો અને તમારી લટકતી ફાંદને અંદર પણ લઇ જઈ શકો છો.
શ્રેષ્ઠ ઉપાય છે પાણી: પાણી તો આપણે રોજ પીતા હોઈએ છીએ, પરંતુ પાણી પીવાની સાચી રીત ઘણા લોકોને ખબર નથી હોતી પરંતુ આજે અમે તમને પાણી પીવાથી વજન કેવી રીતે ઘટી શકે તે જણાવીશું. રોજ સવારે એક કપ થોડું ગરમ પાણી પીવું જોઈએ અને દિવસ દરમિયાન તમારે ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. સાથે પાણી એક જ ઘૂંટડે નહીં પરંતુ શાંતિથી પીવાનું રાખો પછી જુઓ તમારું વજન અને ફાંદ બંને ઘટવા લાગશે.
આંબળાનું જ્યુસ:
જો તમે આંબળાના જ્યુસનો નિયમિત ઉપયોગ શરૂ કર દો છો તો પણ તમે તમારા વધતા વજન અને લટકતી ફાંદને અંદર કરી શકો છો. કારણ કે આંબળાને સુપર ફૂડ માનવામાં આવે છે અને તે વજન ઘટાડવામાં ખુબ જ કારગર સાબિત થાય છે બસ દિવસનો એક કપ આંબળાનો રસ પીવાથી થોડા જ દિવસમાં તમને ફર્ક જોવા મળશે.
લીંબુ અને મધ:
લીંબુ અને મધ વજન ઘટાડવામાં ખુબજ મદદગાર સાબિત થાય છે. રોજ સવારે ઉઠીને ભૂખ્યા પેટે એક કપ હળવા ગરમ પાણીની અંદર એક ચમચી મધ, 3 ચમચી લીંબુનો રસ અને ચપટી કાળીમરીનો પાવડર નાખી હલાવીને પી લો પછી જુઓ તમારું વજન ફટાફટ ઉતરે છે કે નહિ.
કારેલા:
કારેલાનું નામ સાંભળીને જ ઘણા લોકોના મોઢામાં કડવાશ આવી જતી હશે પરંતુ જો તમે વધતા વજનને અને તમારી ફાંદને ખરેખર દૂર કરવા માંગતા હોય તો કડવાશ ભૂલી જઈને કારેલા ખાવાં શરૂ કરી દેવા જોઈએ, કારેલા વજન ઘટાડવા સિવાય પણ શરીર માટે ખુબ જ ઉપયોગી છે. અઠવાડિયામાં ત્રણ કે ચાર વખત કારેલાનું જ્યુસ તમે બનાવીને પી શકો છો તેમજ તેનું શાક બનાવવામાં પણ ઉપયોગ કરી ખાઈ શકો છો.
ટામેટા:
ટામેટા પણ આપણા ઘરની અંદર રોજિંદા વાપરાશમાં લેવામાં આવતા હોય છે ત્યારે ટામેટાની અંદર એમિનો એસિડ રહેલું છે જે તમારા શરીરમાં રહેલા વધારાના ફેટને દૂર કરવાનું કામ કરે છે. ટામેટા ઓછી કેલેરી વાળો આહાર પણ માનવામાં આવે છે જેના કારણે તમારું વજન વધી શકતું નથી. આથી તમે જો તમારા રોજિંદા આહારમાં ટામેટાનું સેવન કરો છો તો તમને વજન ઘટાડવા માટે સારું રહેશે.