શું તમે પણ ફટાફટ વજન ઓછું કરવા માંગો છો ? તો આજથી શરૂ કરી દો આ ડાયટ પ્લાન, જુઓ પછી કેવું ધડાધડ ઉતરે છે વજન

વજન ઓછું કરવા માટે આપણે કેટ કેટલા ઉપાયો કરતા હોઈએ છીએ પરંતુ વધતા વજનને આપણે રોકી નથી શકતા, જિમ યોગા કરવા છતાં પણ વજન વધી જ જતું હોય છે. કારણ કે આપણે જમવામાં અને નાસ્તામાં કીટલીક એવી વસ્તુઓ લઈએ છીએ જેના કારણે વજન વધવાની સમસ્યા રહે છે.

મોટાભાગે બહારની ખાણીપીણી અને બેઠાળુ જીવનના કારણે પણ વજન વધતું હોય છે તો કેટલાક લોકોની શરીર  રચના જ એવી હોય છે કે જેના કારણે વજન વધતું જ જાય છે અને આ વજન ઓછું કરવાના આપણા ઉપાયો પણ નિષ્ફળ નીવડે છે ત્યારે અમે આજે આપના માટે એવો એક ડાયટ પ્લાન લઈને આવ્યા છે જેના કારણે તમે તમારા વધતા વજનને ઘટાવી શકશો તેમજ વધતા જતા વજનને પણ રોકી શકશો.

તમારા રોજ-બરોજના આહારમાં નિયમિત પણે આ વસ્તુઓનું સેવન કરશો તો તમને વધતા વજનમાં ચોક્કસ ફાયદો થશે.

લીલા અને પાનાવાળા શાકભાજી:
લીલા શાકભાજીમાં વધુ પ્રમાણમાં વિટામિન હોય છે જે ખાવા શરીર માટે ખુબજ ફાયદાકારક છે તેમજ પાલક, ગોબી, બીટ અને સલગમ વજન ઓછું કરવામાં ખુજ જ ફાયદાકારક રહે છે. તે કેલેરી ઓછી કરવામાં મદદરૂપ રહે છે તેમજ તેની અંદર કાર્બોહાઇબ્રેડ અને ફાઈબર પણ રહેલું છે એટલે આ વસ્તુઓને તમે ગમે તેટલી ખાશો તો પણ એ તમારા શરીરમાં કેલેરી વધવા નહીં દે.

એપલ સાઇડર વિનેગર(સફરજનથી બનેલ સરકો):
એપલ સાઇડર વિનેગરમાં રહેલું એસિડ આપણા શરીરની અંદર મેટાબોલિજ્મને શક્રિય કરે છે. આ વિનેગરની અંદર પાણી ઉમેરી રોજ 1-2 ચમચી લેવામાં આવે તો ત્રણ મહિનાની અંદર લગભગ 2 કિલો જેટલું વજન ઓછું થઇ શકે છે. તેનાથી બ્લડ સુગર પણ નિયંત્રણમાં રાખી ગળ્યું ખાવાની ઇચ્છાશક્તિને પણ રોકી રાખે છે.

લાલ મરચું:
નામ સાંભળીને જ મોઢામાં સિસ્કારીયો શરૂ થઇ જાય. મરચું તમારી જીભ અને મોઢામાં ધુમાડા ઉડાવી શકે છે પરંતુ તેનાથી ઉત્પ્ન્ન થવા વળી ઉર્જા વજન ઓછું કરવામાં બહુ જ ફાયદાકાર છે. મરચામાં આ ગરમી કેપ્સિસીન દ્વારા આવે છે અને એ નાતો માત્ર તમારી ભૂખને ઓછી કરે છે પરંતુ વજન વધવાની પ્રક્રિયાને પણ રોકી રાખે છે.

નારિયેલ તેલ:
નારિયેળ તેલ ભૂખને ઓછી કરી વજનને પણ ઓછું કરવામાં ઘણું જ ફાયદાકારક છે. નારિયેળ તેલના વપરાશથી જ વધુ સમય શુદ્ધિ પેટ ભરેલું હોય તેવો અનુભવ પણ થાય છે. પોતાના રોજિંદા આહારમાં દિવસ દરમિયાન 2-3 ચમચી નારિયેળ તેલનો વપરાશ ખાવામાં કરવામાં આવે તો તમારું વજન ઓછું થવાની સાથે તમારા શરીરમાં એનર્જી પણ ભરપૂર રહેશે.

મસૂરની દાળ અને રાજમા:
મસૂરની દાળ અને રાજમાની અંદર પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેમાં ફેટ પણ ઘણો જ ઓછો હોવાના કારણે બપોરે કે રાત્રે જમતી વખતે આ બંનેનો ઉપયોગ બહુ જ ફાયદાકારક બની શકે છે.

Team Akhand Ayurved

Not allowed