ઢોલ જેવા પેટને પણ ઓગાળી નાખશે, ઝડપથી વજન ઓછું કરવાની સૌથી સરળ અને બિન ખર્ચાળ ટિપ્સ, જાણો વિગતે

આજના સમયમાં બહારની ખાણી-પિણી અને ખરાબ લાઇફસ્ટાઇલને લીધે લોકો જાત જાતની બીમારીથી ગ્રસિત થઇ રહ્યા છે. અસ્વસ્થ ભોજન અને અનિયમિત દિનચર્યાને લીધે લોકોમાં સૌથી મોટી સમસ્યા વધતા જતા વજનની છે.મોટાપાથી પીડિત લોકોને ઘણા પ્રકારના શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાથી પીડિત મોટાભાગના લોકો, માસનિક, તણાવ, ડિપ્રેશન વગેરે જેવી સમસ્યાઓથી પીડિત છે.આ સિવાય મોટાપાને લીધે સ્ટ્રોક, કેન્સર, પ્રજનન ક્ષમતામાં કમી, ડાયાબિટીસ, પિત્તાશયની બીમારી, ઉચ્ચ રક્તચાપ, લીવરની બીમારી, નર્વ ડિસઓર્ડર વગેરે જેવી ગંભીર બીમારીઓ થઇ શકે છે. માટે શરીરને ફિટ રાખવા માટે વજન નિયંત્રણમાં રાખવું ખુબ જ આવશ્યક છે. એવામાં આયુર્વેદના આધારે તમને જલ્દીથી વજન ઓછું કરવાની ટિપ્સ વિશે જણાવીશું જે એકદમ સરળ અને બિન ખર્ચાળ છે.

1. વોકિંગ: રોજ અમુક ડગલાઓ ચાલવાથી પણ ઝડપથી વજન ઓછું કરવામાં મદદ મળી શકશે. મોટાપો દૂર કરવા માટે આ સૌથી સરળ ઉપાય છે.આ સિવાય સાઇકલ ચલાવવાથી પણ વજન કંટ્રોલમાં રહી શકે છે અને તમારા શરીરને પણ ફિટ રાખે છે.સવાર-સાંજ 30 થી 40 મિનિટ ચાલવાથી વજન ઓછું થવાની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. આ સિવાય તમે રોજ વ્યાયામ પણ કરી શકો છો.

2.ગ્રીન ટી: તમારા વજનને નિયંત્રણમાં રાખવા માટે ગ્રીન ટી સૌથી વધારે પ્રભાવ કરે છે. મોટાપાથી છુટકારો મેળવવા માટે લોકો મોટાભાગે ગ્રીન ટી નું સેવન કરતા હોય છે. જો તમારે પણ વજન ઓછું કરવું છે તો તમારા દિવસની શરૂઆત ગ્રીન ટી થી કરો. જેનાથી તમારા શરીરનો થાક દૂર થશે અને ગ્રીન ટી થી જલ્દી ભૂખ પણ નથી લાગતી. આ હર્બલ ટી માં મળી આવતા વિટામિન્સ બેલી ફેટને સહેલાઈથી બર્ન કરવામાં મદદ કરે છે.

3. ફાઈબર યુક્ત ખોરાક:ફાઈબર યુક્ત પદાર્થ પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે. આ ફાઇબરથી પેટ ભરેલુ હોવાનો અહેસાસ થાય છે અને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી.ફાઇબરને પચવામાં સૌથી વધારે ઉર્જાની જરૂર પડે છે જેને લીધે વજન ઓછું કરવામાં મદદ મળે છે.આ સિવાય ખોરાકને સારી રીતે ચાવીને ખાવાથી પણ વજન ઓછું થવામાં મદદ મળે છે અને સાથે જ મગજ અને મન પણ શાંત રહે છે.

 

4. ભરપૂર માત્રામાં ઊંઘ લેવી: સારી અને પૂરતી ઊંઘ લેવી મેટાબોલિઝમ્સને મજબૂત કરે છે. જો તમારા શરીરનું મેટાબોલિઝમ સારું રહેશે તો તેનાથી તમને વધારે કેલેરી બર્ન કરવામાં મદદ મળશે. સારી માત્રામાં ઊંઘ લેવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર થાય છે અને માનસિક શાંતિ પણ મળે છે.

5. ભરપૂર માત્રામાં પાણીનું સેવન: સવાર સવારમાં ખાલી પેટ પાણી પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. સવારે નવશેકું પાણી પીવાથી શરીર ડીટોક્સ રહે છે અને તેનાથી મેટાબોલિઝમ્સ પણ વધે છે. આ સમસ્યાના નિવારણ માટે દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી ચોક્કસ પીઓ. વધુ માત્રામાં પાણી પીવાથી પેટ ભરેલું રહે છે અને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી અને વજન પણ કન્ટ્રોલમાં રહે છે.

 

 

6.વધુ માત્રામાં ફળ અને શાકભાજીનું સેવન: ફળ અને શાકભાજીઓ પણ વજન ઓછું કરવા માટે સહાયક પદાર્થ છે.તે પાણી, પોષક ત્તવો અને ફાઇબરથી ભરપૂર હોવાની સાથે સાથે તેમાં ખુબ ઓછી એનર્જી ડેન્સિટી હોય છે જેનાથી વધારે કેલેરીનું સેવન કર્યા વગર વધુ માત્રામાં ખાવું સંભવ હોય છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો વધુ માત્રામાં ફળ અને શાકભાજીઓ ખાય છે તેમનું વજન જલ્દી જ ઓછું થઇ જાય છે. જેના માટે તમે સરફજન, સંતરા, મોસંબી, પપૈયા, તરબૂચ, ટેટી, વગેરે જેવા ફળો અને દૂધી, રીંગણા, તુંરિયા, ભીંડો, મેથી જેવા શાકભાજીઓ ખાઈ શકો છો.

 

 

 

urupatel.fb

Not allowed