સ્વાસ્થ્ય માટે વિટામિન B12 એક ખુબ જ આવશ્યક પોષક તત્વ છે જેની કમીથી શરીરનું એનર્જી લેવલ અને નર્વસ સિસ્ટમ પ્રભાવિત થઇ શકે છે. વિટામિન B12 ખાવાની ઘણી બધી વસ્તુમાં રહેલું હોય છે પરંતુ ઉંમર વધવાની સાથે શરીરમાં વિટામિન B12 પુરી રીતે કામયાબ નથી થઇ શકતું. હાલ વધતી ગરમીના લીધે વિટામિન B12ની કમી જોવા મળતી હોય છે.
વિટામિન B12 શરીરની ઘણી ખતરનાક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. વિટામિન B12ની કમીથી મગજ અને નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે. શરીરમાં લાલ લોહીના સેલ્સના નિર્માણ માટે વિટામિન B12 ખુબ જ જરૂરી છે. ફોલિક એસિડને શરીર સુધી પહોંચાડવા માટે વિટામિન B12 મદદ કરે છે.
શરીરમાં વિટામિન B12ની કમી થવાથી તમને ઘણી બધી જાતની મુશ્કેલીઓ થઇ શકે છે. તેનાથી માનસિક સમસ્યાઓ, હાડકા અને સાંધામાં દુખાવો અને એનિમિયાનો ખતરો રહે છે. તમે ખાવા પીવામાં વિટામિન B12થી ભરપૂર વસ્તુઓનું સેવન કરીને તેની કમી પુરી કરી શકો છો. તમારી ત્વચા જો પીળી પડી રહી છે તો તે વિટામીન B12ની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. કારણ કે B12ની ઉણપ થવાથી શરીરમાં હેલ્ધી રેડ બલ્ડ સેલ્સની પણ ઉણપ જોવા મળે છે. આ કારણે ત્વચા પીળી પડવા લાગે છે.
સામાન્ય રીતે દરેકને ક્યારેક ક્યારેક માથાનો દુઃખાવો થતો હોય છે પરંતુ જો આ દુઃખાવો રોજ થાય તો તેનું કારણ વિટામીન B12ની ઉણપ હોઈ શકે છે. કારણ કે વિટામીન B12નું લેવલ ઘટવાથી માથાનો દુઃખાવો થાય છે. વિટામીન B12ની ઉણપ પેટની સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. જો તમને ઝાડા, કબજિયાત, પેટ ફૂલવું, પેટમાં ગેસ અને ઉબકાની સમસ્યા દર બીજા દિવસે થવા લાગે છે, તો તમારે વિટામીન B12 ઉપર ધ્યાન આપવું જોઈએ.
વિટામીન B12ની ઉણપના કારણે શરીરના કોષો સારી રીતે કામ નથી કરી શકતા. આ કારણે વારંવાર ચક્કર આવવા અને માથું ફરતું હોય તેવું લાગે છે.જો શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામીન B12 ન હોય તો કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે અસ્વસ્થતાનો અનુભવ થાય છે. તેમજ ખાસ કરીને વાંચવામાં મુશ્કેલી જોવા મળે છે. આપણા આહારમાં વિટામીન B12ના સારા સ્ત્રોત ગણાતા દૂધ, માંસ, માછલી, ઈંડા, ચીઝ, દહીં વગેરેનો સમાવેશ કરવો જોઈએ. આહારમાં તેનો સમાવેશ કરવાથી વિટામીન B12ની ઉણપ સામે લડવામાં ફાયદો થાય છે.