એકસાથે લગાવી લો આ અલગ અલગ છોડ અને પછી જુઓ કમાલ, થોડા જ કલાકોમાં બની જશો કરોડોની સંપત્તિના માલિક
વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં લગાવવાથી દેવી દેવતાઓની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવતા બે અલગ અલગ છોડને સાથે ઘરમાં રાખવાથી અતૂટ ધન વરસે છે. લોકો પોતાના ઘરમાં કેટલીકવાર બરકતની કમી મહેસૂસ કરે છે. આ કેટલાક ગ્રહ નક્ષત્રોના ખરાબ હોવાને કારણે અથવા તો વાસ્તુ દોષના કારણે થઇ શકે છે. એવામાં ઘરના વાતાવરણમાં કેટલાક છોડ તેજીથી બદલાવ લાવી શકે છે.
આ છોડમાંથી એક છે લક્ષ્મી કમલ અને વિષ્ણુ કમલ. અસલમાં બંને અલગ અલગ પ્રકારના છોડ છે, પણ બંનેને એકસાથે ઘરમાં લગાવવાથી કેટલીક સમસ્યા દૂર થઇ શકે છે. લક્ષ્મી કમલ અને વિષ્ણુ કમલ અસલમાં ઓછા પાણીવાળા અને પહાડોમાં થતા છોડ છે. આને રસથી ભરપૂર પ્લાન્સ પણ કહેવાય છે. આ જોવામાં કમળના ફૂલ જેવા લાગે છે. લક્ષ્મી કમલ જ્યાં લીલા રંગનું હોય છે, ત્યાં વિષ્ણુ કમલના પાંદાળાનો રંગ બદલાતો જાય છે. તે બ્રાઉનથી હળવો લાલ હોઇ શકે છે.
લક્ષ્મી કમલ અને વિષ્ણુ કમલ લગાવવા માટે તમારે ગુરુવાર અને શુક્રવારને પસંદ કરવો જોઇએ, કારણ કે આ બંને દિવસ લક્ષ્મી અને નારાયણના દિવસ માનવામાં આવે છે. લક્ષ્મી કમલ અને વિષ્ણુ કમલના છોડને તમે ઉત્તરની દિશામાં લગાવી શકો છો અથવા તો પૂજા સ્થાન પર પણ રાખી શકો છો. આ જોવામાં ખૂબસુરત હોય છે અને ખાસ વાત એ છે આની વધારે સેવા પણ નથી કરવી પડતી. સપ્તાહમાં તેને બે વાર હલ્કું પાણી આપવું અને ક્યારેક ક્યારેક તડકામાં રાખી દેવો.
આ છોડને સાચવવા એ ધ્યાન રાખવું કે તેને વધારે પાણી આપવાથી બચવું. લક્ષ્મી કમલ અને વિષ્ણુ કમલ છોડ લગાવવાથી પહેલા તો ઘરમાં શાંતી આવે છે અને બીજુ એ કે લક્ષ્મી અને વિષ્ણુનો આશીર્વાદ લાવે છે. આ તમારા ઘરમાં પૈસાની તકલીફ અને આર્થિક સ્થિતિને બરાબર કરે છે. આને લગાવવાથી ઘરમાં બરકત બની રહે છે અને પૈસાથી વધારે ઘરમાં સંપૂર્ણતા અને સમૃદ્ધિ આવે છે.
આનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં ખુશહાલી આવે છે. વાસ્તુ જાણકારો અનુસાર, આને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે છે કે પછી તેને પૂર્વ-ઉત્તર દિશમાં રાખવાથી સારુ પરિણામ મળે છે. તુલસીના છોડના જેમ આ છોડની પણ પૂજા કરવામાં આવે છે.