
આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કેટલાક લોકો કોઈપણ હદ સુધી જતા હોય છે. ઘણા લોકો દિલ ધડક સ્ટન્ટ કરીને પ્રખ્યાત થવા જાય છે તો ઘણા અંગ પ્રદર્શન કરીને ફેમસ થવા માંગતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં મા-દીકરાના કેટલાક રોમાન્ટિક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયોને જોઈને લોકોનો ગુસ્સો પણ સાતમા આસમાને છે. ત્યારે હાલ એક એવી જ મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકોનો પારો ચઢી ગયો છે.
સોશિયલ મીડિયા પર એક મહિલા અને એક છોકરાની ઘણી રીલ વાયરલ થઈ રહી છે. વીડિયોમાં મહિલા એક છોકરા સાથે રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતી અથવા એક્ટિંગ કરતી જોવા મળે છે. મહિલાનું ઈન્સ્ટા એકાઉન્ટ રીલ્સથી ભરેલું છે, જેમાં તે છોકરા સાથે કપલની જેમ પોઝ આપતી જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહિલાઓ અને છોકરાઓના આવા ઘણા રોમેન્ટિક વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જેના કેપ્શનમાં Mom and Son લખેલું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે તો મહિલા સાથે વીડિયોમાં દેખાતો છોકરો તેનો સાવકો દીકરો જણાવવામાં આવી રહ્યો છે, જેના કારણે તેના આ રોમેન્ટિક વીડિયો શેર કરીને લોકો મહિલા આયોગને તેમની સામે કાર્યવાહી કરવા અને મહિલાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. મા-દીકરાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તેઓ અલગ-અલગ રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે.
આ રીલ્સની અંદર, છોકરો ક્યારેક મહિલાને ગળે લગાવે છે તો ક્યારેક તે કિસ કરતો પણ જોવા મળે છે. વીડિયોમાં બંને રોમેન્ટિક કપલની જેમ બધુ કરી રહ્યા છે, જેના કારણે લોકો ગુસ્સે છે. આ સિવાય ઘણા વીડિયોમાં એક યુવતી પણ મહિલા સાથે ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં મહિલાએ તેને પોતાની પુત્રી ગણાવી છે. આ વીડિયો જોયા બાદ લોકોનો ગુસ્સો પણ ભભૂકી ઉઠ્યો છે. ટ્વિટર પર મહિલાનો વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે તે બંને માતા અને પુત્ર છે. તે ખૂબ જ વિચિત્ર છે. આ સાથે યુઝરે એક સાથે અનેક વીડિયો શેર કરતા માતાની ટીકા કરતા વાંધો ઉઠાવ્યો છે.
તમને જણાવી દઈએ કે તમામ રીલના વીડિયો રચના નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. વીડિયોના કેપ્શનમાં, યુઝર રચનાએ પોતાને મમ્મી અને તેની સાથે દેખાતા છોકરાને તેના દીકરા તરીકે ગણાવ્યો છે. ઈન્સ્ટા પર તેના 1 લાખ 30 હજારથી વધુ ફોલોઅર્સ છે. મહિલાઓ છોકરા સાથે રોમેન્ટિક ગીતો અને પ્રેમ સંવાદો પર રોમાન્સ કરતી જોવા મળે છે. જોકે કેટલાક વીડિયોમાં મહિલા પણ તેના પતિ સાથે છે. મહિલાના આ કૃત્ય બાદ યુઝર્સ તેના વીડિયોને મહિલા આયોગને ટેગ કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં રચના જુદા જુદા રોમેન્ટિક ગીતો અને રોમેન્ટિક ડાયલોગ્સ પર છોકરા સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. લોકોએ આ વીડિયો શેર કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે. મહિલા આયોગને ટેગ કરતાં એક યુઝરે લખ્યું- તેની તપાસ થવી જોઈએ. કદાચ આ બધું બાળક પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તે લોકો મુશ્કેલીમાં હોઈ શકે છે.
અન્ય યુઝરે મહિલાને જેલની સજાની માંગ કરતા લખ્યું- આવા માતા-પિતાને ખરેખર જેલમાં હોવા જોઈએ. ત્રીજા યુઝરે લખ્યું- પેરેન્ટિંગ દરેક માટે નથી. ઘણા યુઝર્સે વીડિયોમાં બાળક સાથે કરવામાં આવી રહેલી હરકતોને બાળ શોષણ ગણાવી છે.
This seems very inappropriate for a mom and son (the lyrics of the song) 😳😳 pic.twitter.com/ivuqEfoxpt
— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 18, 2022
ઘણીવાર આવા લગ અલગ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જેમાં ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેન ફોલોઇંગ વધારવા માટે આવી હરકતો કરતા રહેતા હોય છે. પરંતુ તેમના વીડિયો વાયરલ થતા જ તેમને મુસિબતનો પણ સામનો કરવો પડતો હોય છે. હાલ આ મામલામાં પણ આવુ જ કંઈક થતું જોવા મળી રહ્યું છે.