
બોલિવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગ દ્વારા લોકોને દિવાના બનાવનાર અભિનેત્રી વિદ્યા બાલન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અભિનેત્રી અવારનવાર પોતાની ફની રીલ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે, જે ખૂબ વાયરલ પણ થાય છે. બોલિવૂડ અભિનેત્રી કે જેને લોકોએ વર્ષોથી સાડી સિવાય કોઇ વધારે બોલ્ડ આઉટફિટમાં જોઈ નથી. તે જો અચાનક લોકો સામે એવી રીતે આવે કે તેણે શરીરને ઢાંકવા માટે પણ માંડ કોઇનો સહારો લીધો છે તો… જણાવી દઇએ કે, વિદ્યા બાલને હાલમાં જ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની માટે ફોટોશૂટ કરાવ્યું છે.
જેની એક ઝલક ડબ્બુ રત્નાનીએ ઈન્સ્ટાગ્રામ પર બતાવી છે, વિદ્યા બાલનનો નવો ફોટો જોયા બાદ લોકો દાંત નીચે આંગળીઓ દબાવતા જોવા મળે છે. અભિનેત્રી વિદ્યા બાલનના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. હંમેશા સાડી કે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળતી વિદ્યા બાલનના નવા ફોટોશૂટની નવી સ્ટાઈલને ઈન્ટરનેટની દુનિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તસવીરમાં વિદ્યા બાલન કોફી ટેબલ પર કપડા વિના ન્યુઝ પેપરથી પોતાનું શરીર ઢાંકતી જોવા મળે છે.
વિદ્યા બાલને ફોટોશૂટ માટે ગોગલ્સ કેરી કર્યા છે અને હાથમાં કપ લઇ ફોટો માટે પોઝ આપી રહી છે. ડબ્બુ રત્નાનીના નવીનતમ ફોટોશૂટમાં વિદ્યા બાલન ખુલ્લા વાંકડિયા વાળ અને ચળકતા મેકઅપથી તેના દેખાવને અત્યંત કિલર બનાવી રહી છે. નેટીઝન્સ પણ વિદ્યા બાલનના વખાણ કરતા જોવા મળે છે. તો બીજી તરફ કેટલાક લોકો હસીનાને 44 વર્ષની ઉંમરમાં આટલું બોલ્ડ ફોટોશૂટ કરવા બદલ ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે વિદ્યાના વખાણ કરતા પોસ્ટમાં લખ્યું, ‘ફાયર.’ જ્યારે બીજાએ લખ્યું, ‘ખૂબ જ સરસ ફોટો.’ જોકે કેટલાક લોકોને વિદ્યાનો આ લૂક બિલકુલ પસંદ આવ્યો નથી અને તેઓએ તેના માટે ઘણી નકારાત્મક કમેન્ટ કરી. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું કે, ‘તે એક એડલ્ટ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છે.’, આ સિવાય બીજાએ લખ્યું કે, ‘કપડે તો પહેન લેતે ફોટોશૂટ કે લિયે.’
View this post on Instagram
જણાવી દઈએ કે વિદ્યા બાલન આ દિવસોમાં ફિલ્મોથી દૂર છે પરંતુ તે જલ્દી જ કેટલાક મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે. તમને જણાવી દઈએ કે વિદ્યા બાલન પોતાની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. તેણે પોતાની ફિલ્મોમાં એક પછી એક પ્રભાવશાળી પાત્રો કર્યા છે. તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, પાંચ ફિલ્મફેર પુરસ્કારો અને પાંચ સ્ક્રીન પુરસ્કારોથી નવાજવામાં પણ આવી છે. 2014માં તેને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.