
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ સાથે સંઘર્ષ કરતા લોકોનું મળવું સામાન્ય વાત થઇ છે. કામનું તણાવ અને ઘરની જવાબદારીઓ જયારે એક સાથે મળી જતી હોય તો આ એક વ્યક્તિને વધારે પ્રભાવિત કરી શકે છે જે માનસિક તણાવની બાજુ લઇ જાય છે. જયારે તણાવ વધી જતો હોય છે તો તે ડિપ્રેશનની બાજુ લઇ જાય છે. અત્યારના દિવસોમાં તણાવ એટલો વધી ગયો છે કે દરેક કોઈ તેનાથી પ્રભાવિત થઇ રહ્યો છે. તણાવ કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે અને અલગ-અલગ રીતે લોકોમાં નજર આવી શકે છે. ડિપ્રેશનને જલ્દી દૂર કરવું ખુબ જ આવશ્યક છે.
વાસ્તુ શાસ્ત્રમાં રંગને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. રંગ આપણા મૂડ અને આજુ બાજુનું વાતાવરણની એનર્જીને જબરદસ્ત રીતે પ્રભાવિત કરે છે. જો તમે વાસ્તુ અનુસાર રંગોનો ઉપયોગ કરો છો તો તમે ઘણી હદ સુધી તણાવ મુક્ત રહી શકો છો. વાસ્તુના પ્રમાણે રંગ તણાવને ઘટાડવા- વધારવામાં મુખ્ય રોલ રહેલો હોય છે.
લાઈટ ગ્રે અને પિંક કલરને સૌમ્ય રંગ ગણવામાં આવે છે. આ રંગ મગજને શાંત રાખે છે અને માનસિક તણાવને ઓછું કરવામાં મદદ કરે છે. દીવાલ પર લાઈટ ગ્રે કલરનો ઉપયોગ તમને ખુશી અને માનસિક શાંતિ મહેસૂસ કરાવે છે. તેમજ ગુલાબી રંગ તમને તણાવની વચ્ચે પણ પ્રેમનો અનુભવ કરાવે છે. આ રંગ તમને જીવનમાં સંતુલન બનાવવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને બેડરૂમમાં આનો ઉપયોગ કરવો ખુબ જ સારું રહે છે.
તણાવને ઓછું કરવા માટે લવંડર કલર જોરદાર અસર દેખાડે છે. જો તમે તણાવમાં છો તો લવંડર કલરના કપડાં પહેરવા, બેડ પરની ચાદરમાં ઉપયોગ કરવો તમને મોટી રાહત આપી શકે છે. આ કલર શાંતિ અને સુકુનનો અહેસાસ કરાવે છે. જે લોકોખુશ રહેવા માંગે છે તેમણે આ રંગનો વધારે ઉપયોગ કરવો જોઈએ.
આછા વાદળી રંગનો વધારે ઉપયોગ કરવો તમારા જીવનથી તણાવને હંમેશા માટે દૂર કરી શકે છે. આ બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં પણ ખુબ મદદગાર કરે છે. જો તમે તણાવમાં છો તો અવારનવાર કેટલાક સમય સુધી આછા વાદળી રંગને જોવાથી તમે થોડું રિલેક્સ મહેસુસ કરશો.
સફેદ રંગ શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. આ શાંતિ અને પવિત્રતાનો અહેસાસ આપે છે. તેનો ઉપયોગ માનસિક શાંતિ આપે છે અને તણાવને ઓછું કરે છે. સાથે જ વિચારોને સકારાત્મક બનાવે છે. લીલો રંગ આપણને પ્રકૃતિ સાથે જોડે છે. સાથે જ આ શાંતિ અને રચનાત્મકતાનું પણ પ્રતીક છે. વાસ્તુ શાસ્ત્રના પ્રમાણે આ રંગ ખુશીઓ લાવે છે અને તણાવ દૂર કરે છે. જે લોકો વધારે સમય તણાવમાં રહે છે તેમણે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગને શુભ પણ માનવામાં આવે છે. આનો ઉપયોગ તમે તમારા રૂમમાં પણ કરી શકો છો.