ઘરમાં આ જગ્યા પર ભૂલથી પણ ના રાખો અરીસો, ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ

ખોટી દિશામાં લાગેલ અરીસો કરાવે છે હાનિ, રોકી દે છે તરક્કી, વાસ્તુ અનુસાર જાણી લો સાચા નિયમ

ઘરમાં વાસ્તુના હિસાબે વસ્તુઓ રાખવામાં ન આવે તો અલગ અલગ રીતની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે વાસ્તુ શાસ્ત્રના હિસાબથી ઘરમાં વસ્તુઓ રાખવામાં આવે, અરીસો બધા ઘરમાં હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં અરીસો રાખવાની જગ્યા વિશે પણ વિસ્તારથી જણાવવામાં આવ્યુ છે. સાચી જગ્યા પર ના રાખવા પર ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે અને માણસના પ્રાણ સુધી પણ સંકટમાં આવી શકે છે. અરીસો ખરીદતા સમયે ધ્યાન રાખવું જોઇએ કે તેમાં ચહેરો સ્પષ્ટ દેખાય. ધુંધલો અરીસો ખરાબ પ્રભાવ પાડે છે.

આવા અરીસાથી ઘરમાં રોગ વધે છે. ઘરમાં ક્યારેય ગોળાકાર કે ત્રિકોણાકાર અરીસો ન લગાવવો જોઈએ. બેડરૂમમાં અરીસો ન હોવો જોઈએ. ઘણા લોકોના બેડરૂમના વોર્ડરોબની બાજુમાં અરીસો હોય છે. આવા લોકોમાં રોગ પીછો છોડતો નથી અને ઉંમર ઘટવા લાગે છે. જો તમે બેડરૂમમાંથી અરીસો નથી કાઢી શકતા તો તેના પર પડદો લગાવી દો. દક્ષિણથી પશ્ચિમ દિશામાં મધ્યમાં એક પણ અરીસો ન હોવો જોઈએ. આ સ્થિતિમાં અરીસો રાખવાથી ઘરના માલિકના એપેન્ડિક્સ લિવર જેવા આંતરિક અંગો વધે છે. દુર્ઘટના થવાની સંભાવના છે. મુખ્ય દરવાજા પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ,

આના કારણે સકારાત્મક ઉર્જા અરીસા સાથે અથડાઈને પાછળ જાય છે. એ જ રીતે બાથરૂમમાં દક્ષિણ અને પશ્ચિમની દીવાલ પર અરીસો ન હોવો જોઈએ.ઘરના ઉત્તર અને પૂર્વની દીવાલ પર અરીસો લગાવો. આનાથી ધંધામાં થયેલ ખોટને પૂરી કરવા ધન પ્રાપ્ત થાય છે. જીવનમાં કેટલીક સમસ્યાઓ એવી હોય છે, જેના જવાબો નથી મળતા, તો ઉત્તર દિશામાં અરીસો લગાવવાથી ઉકેલ આવવા લાગે છે. જો બાળક સંબંધિત કોઈ સમસ્યા હોય તો ઉત્તર-પૂર્વ દિશામાં અરીસો લગાવવો જોઈએ.

તેનાથી બાળકની પ્રગતિ થાય છે. ઘપની તિજોરી કે અલમારી સામે રાખેલ દર્પણ ઘરમાં ધનની વૃદ્ધિ કરે છે. અરીસો ક્યાંયથી પણ તૂટેલો ન હોવો જોઇએ.અરીસો જો બેડરૂમમાં લગાવવા માંગતા હોવ તો એ ખાસ ધ્યાન રાખવું કે સૂતા સમયે શરીરનો કોઇ પણ ભાગ તેમાં ન દેખાય કારણ કે આનાથી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઇ શકે છે. જો રૂમ નાનો હોય અને અરીસો બેડ સામે હોય તો, સૂતા સમયે તેને કપડાથી ઢાંકી દેવો જોઇએ. આનાથી નકારાત્મક પ્રભાવ નહિ પડે.

(નોંધ : અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્યા માન્યતાઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ નથી કરતુ.)

ayurved

Not allowed