ટીવીની સંસ્કારી અભિનેત્રીએ કરી આત્મહત્યા, ગળાફાંસો ખાઈને આપી દીધી જાન, સ્યુસાઈડ નોટમાં થયો ધડાકો

મિત્રો આજે ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી શો યે રિશતા ક્યા કહેલાતા હૈ ની અભિનેત્રી વૈશાલી ઠક્કરે આજે સવારે કરી લીધી આત્મહત્યા. આ અભિનેત્રીએ અચાનક કેમ આત્મહત્યા કરી લીધી એ સવાલ દરેકના મનમાં થઈ રહ્યો છે. અભિનેત્રીએ ઈન્દોરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ એક સુસાઈડ નોટ પણ છોડી છે. એમપીની પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

અભિનેત્રીએ કેમ આત્મહત્યા કરવી પડી તેની પાછળ કયું કારણ જવાબદાર છે તે સવાલોનો જવાબ મેળવવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે. પણ હાલ તો વૈશાલીના અકાળે મૃત્યુના કારણે ટેલીવુડ અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલાં આઘાતમાં છે. એટલું જ નહીં યે રિશ્તા ક્યા કહેલાતા હૈના દર્શકો અને વૈશાલીના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો ઝટકો પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છેકે, દોસતોકે આપણા આખા દેશમાં આ પ્રકારના આત્મહત્યાના કેસ રોજ સતત વધી રહ્યા છે. આ મામલામાં ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તે મૂળ મહિધરપુર ઉજ્જૈનની હતી અને તેના ઉચ્ચ સપના અને અભિનેત્રી બનવાના જુસ્સાને કારણે મુંબઈ આવી હતી.

મુંબઈમાં વિવિધ સિરિયલો કરવા ઉપરાંત તેણે બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. તે પછી તે જયપુર જતી રહી અને જયપુરમાં રહ્યા બાદ છેલ્લા 1 વર્ષથી ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સાંઈ બાગ કોલોનીમાં રહેતી હતી.વૈશાલી ઠક્કરની આત્મહત્યાના સમાચારથી આખા બૉલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે.

નોંધનીય છે કે આ વિશે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે ક્યા કારણે અભિનેત્રીએ આત્મહત્યા કરી છે. શરૂઆતી તપાસમાં આ મામલાનું કારણ પ્રેમ પ્રસંગ સામે આવ્યું છે. નોંધનીય છે કે જ્યારે વૈશાલીની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર નજર કરીએ તો બંને વાતોને આપસમાં જોડી શકાય છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ છેલ્લા 20 કલાકથી વૈશાલીએ કોઈ સ્ટોરી પોસ્ટ કરી નથી અને તેની છેલ્લી પોસ્ટ પણ પાંચ દિવસ પહેલાની છે.

વૈશાલીની છેલ્લી પોસ્ટ એક રીલ છે જેમાં તેણે એક જોક કહ્યો છે. આ રીલમાં વૈશાલી ગાય છે, દિલ જિગર, નગર ક્યા હૈ… મૈં તો તેરે લિયે જાન ભી દે દૂં! આ ગીતને તેણે મજાક તરીકે ગાયુ પરંતુ આ જોઈને લાગી રહ્યું છે કે પોતાની આત્મહત્યાને હિંટ આપી રહી હોય.

akhand

Not allowed