આજના પ્રદુષિત વાતાવરણ અને અપૂરતા સમયને લીધે સૌથી વધારે લોકને સમસ્યા પોતાના વાળની થઇ રહી છે. નાની ઉંમરે વાળ સફેદ થવા, વાળનું ખરવું, વાળમાં ડેન્ડ્રફ થવો વગેરે જેવી સમસ્યાઓ તો જાણે કે આજના લોકોમાં ઘર કરી ગઈ છે.એવામાં તમે તમારા જ રસોડામાં ઉપલબ્ધ અમુક વસ્તુઓનો ઉપીયોગ કરી શકો છો અને પ્રાકૃતિક રૂપે વાળને કલર પણ કરી શકો છો, જે તમારી કસમયે વાળ સફેદ થવાની સમસ્યાથી છુટકારો આપશે. તમારા રસોડામાં રહેલ ચાની પત્તી તમારી આ સમસ્યા દૂર કરવા માટે પૂરતી છે.ચા પત્તીમાં ભરપૂર માત્રામાં ટેનિક એસિડ હોય છે કે વાળને કાળા કરવામાં મદદ કરે છે. આવો તો જાણીએ કેવી રોતે કરવો ઉપીયોગ.
1. ચા-કોફી=કાળી ચા: પીસેલી કોફી વાળમાં લગાવવાથી વાળ બ્રાઉન રંગના દેખાય છે. એવામાં કોફી સાથે ચા ભેળવવાથી પરિણામ વધુ સારું મળે છે તેના માટે ગરમ પાણીમાં ત્રણ ચમચી ચા અને 3 ચમચી કોફી ભેળવીને મિશ્રણને ત્રણ મિનિટ સુધી ઉકાળો. મિશ્રણ ઠંડુ થયા બાદ બ્રશની મદદથી વાળમાં લગાવો. એક કલાક બાદ પાણીથી વાળ ધોઈ લો, તમને ખુબ ફર્ક દેખાશે.
2. બ્લેક ટી: વાળને કાળા બનવાવા માટે બ્લેક ટી પણ ખુબજ કારગર છે. સૌથી પહેલા કાળી ચા બનાવી લો અને ઠંડુ થયા બાદ તેને વાળમાં લગાવો અને 20 મિનિટ પછી વાળને પાણીથી ધોઈ લો. આ પ્રકિયા અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરો તેનાથી તમારા વાળા ચમકીલા અને કાળા બનશે.
3. બ્લેક ટી સાથે હર્બ્સ: કાળી ચા સાથે અમુક હર્બ્સ પણ મિક્સ કરી શકાય છે. જેના માટે 7 બ્લેક ટી બેગ, 2 રોજમરીના પાન, બે ઓર્ગેનોના પાનને ભેળવીને સારી રીતે ઉકાળી લો. ઠંડુ થયા બાદ મિશ્રણને વાળમાં લગાવો અને બે કલાક બાદ પાણીથી ધોઈ લો.
4. કાળી ચા અને તુલસીના પાન: બ્લેક ટી સાથે તમે તુલસીના પાન પણ ભેળવી શકો છો. તેના માટે પાંચ ચમચી ચા અને તુલસીના પાનને ભેળવીને ઉકાળી લો,જેના બાદ તેમાં લીંબુનો રસ ભેળવો. લીંબુનો રસ ડેન્ડ્રફ અને ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે, મિશ્રણ ઠંડુ થયા બાદ વાળમાં લગાવો અને એક કલાક બાદ વાળને સારી રીતે ધોઈ લો.