ઘરમાં રહેલા મસાલાથી જ બનાવો એવો જબરદસ્ત હેરમાસ્ક કે વાળ ખરવાની સમસ્યા કાયમ માટે થઇ જશે દૂર, જુઓ કેવી રીતે બનાવવો ?

આ બે મસાલાનું હેરમાસ્ક બનાવવાથી જ વાળની આટલી બધી સમસ્યાઓ થશે દૂર અને વાળ બનશે એકદમ ઘટ્ટ અને ચમકદાર, જુઓ

આજના સમયની ખાણીપીણી અને પોલ્યુશનના કારણે વાળ ખરવાની સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળતી હોય છે. ત્યારે વાળ ખરવાની સમસ્યાને અટકાવવા માટે લોકો અલગ અલગ નુસખા પણ વાપરતા હોય છે, પરંતુ તેમાંથી ઘણા ઓછા એવા નુસખાઓ હોય છે જે કારગર સાબિત થતા હોય છે. ત્યારે આજે અમે તમને તમારા ઘરની અંદર જ પડેલા મસાલાથી જ તમે હેરમાસ્ક બનાવવાની રીત જણાવીશું.

આ હેર માસ્ક લગાવવા માટે તમારે કાળું જીરું એટલે કે કલોંજી અને મેથીના દાણાની જરૂર પડશે. કલોંજીનો ઉપયોગ ઘણા પ્રકારના ખોરાક બનાવવા માટે થાય છે, પરંતુ તમે તેને વાળમાં પણ લગાવી શકો છો. કલોંજીમાં આવા પ્રોટીન જોવા મળે છે જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ સાથે તે વાળને ઘટ્ટ અને ચમકદાર પણ બનાવે છે.

1. જડોને આપે પોષણ:

કલોંજી વાપરવાથી વાળના મૂળને પોષણ મળે છે. તેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. સાથે જ મેથીમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ પણ જોવા મળે છે.

2. વાળની સમસ્યાઓ થશે દૂર:

આ બંને વસ્તુઓથી બનેલો હેર માસ્ક લગાવવાથી વાળ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. તેનાથી વાળ તૂટવા, નબળાઈ અને ડ્રાયનેસની સમસ્યાથી છુટકારો મળશે.

3. આ રીતે બનાવો હેરમાસ્ક: 

મેથી અને કલોંજીનો હેર માસ્ક બનાવવા માટે એક ચમચી મેથીના દાણા અને એક ચમચી કલોંજીનાં દાણા લો. આ સાથે બંનેને એકસાથે પીસી લો. આ બંને પાવડરમાં 2 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો.

4. આટલી વાર સુધી વાળમાં લગાવો:

તમારા વાળમાં મેથી અને કલોંજીની પેસ્ટ સારી રીતે લગાવો અને 20 થી 25 મિનિટ સુધી રાખો. આ હેર માસ્ક મહિનામાં 2 વખત લગાવો. તેનાથી તમારા વાળ થોડા જ દિવસોમાં ઘટ્ટ અને ચમકદાર પણ બની જશે.

Team Akhand Ayurved

Not allowed