
ફેમસ અભિનેત્રી ઉર્વશી ઢોલકિયા લાંબા સમયથી મનોરંજન જગતનો હિસ્સો છે અને તેણે ઘણા શોમાં તેના અભિનયની કુશળતા પણ બતાવી છે. તેના અભિનયની દર્શકોએ સરાહના પણ કરી છે. ઉર્વશી તેના અભિનય સિવાય તેની બોલ્ડ સ્ટાઇલને લઇને પણ ચર્ચામાં રહે છે. ઉંમર તો બસ એક નંબર છે અને આ વાતને ઉર્વશી ઘણીવાર સાબિત પણ કરી ચૂકી છે.
View this post on Instagram
સ્ટાર પ્લસ શો ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાનો નેગેટિવ રોલ કરીને ઘર-ઘરમાં જાણીતી બનેલી ઉર્વશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગોર્જિયસ અને બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં જ ઉર્વશીની કેટલીક તસવીરો સામે આવી છે જે ઘણી વાયરલ થઈ રહી છે. ઉર્વશીની આ પોસ્ટ પર યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં, અભિનેત્રી સ્ટાઇલિશ પ્રિન્ટેડ બિકીમાં તેના કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતાં ઉર્વશીએ લખ્યું કે, “કેટલાક નિયમો મારા માટે માત્ર ભ્રમણા છે જેના પર હું વિશ્વાસ ન કરવાનું પસંદ કરું છું કારણ કે તેઓ મારી સેવા કરતા નથી ! હું જે છું તે હું છું અને તે જ મહત્વપૂર્ણ છે!!” આ તસવીરોમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
View this post on Instagram
પણ કેટલાક લોકોએ તેને આને લઇને ટ્રોલ કરી છે. કેટલાક લોકો કમેન્ટ કરી ઉર્વશીને તેની ઉંમર ધ્યાનમાં લેવાનું કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ઉંમરનું ધ્યાન રાખો.’ બીજાએ લખ્યું, ‘તમારો પુત્ર પણ આ ફોટા જોતો જ હશે, કંઈક વિચારીને પોસ્ટ કરો.’ જણાવી દઈએ કે ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના ફેન્સ સાથે બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને જોઈને ફેન્સ ઘાયલ થઈ જાય છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, ઉર્વશીના લગ્ન 16 વર્ષની ઉંમરમાં થયા હતા અને 17 વર્ષની ઉંમરે તે બે પુત્રો ક્ષિતિજ અને સાગરની માતા પણ બની ગઇ હતી. જો કે, ઉર્વશી અને તેનો પતિ હવે અલગ રહે છે અને ઉર્વશીના દીકરાઓ તેની સાથે રહે છે. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઉર્વશીએ નાની ઉંમરમાં જ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને તે અત્યાર સુધી ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે.
View this post on Instagram
જો કે, એકતા કપૂરની કસૌટી ઝિંદગી કીમાં કોમોલિકાની ભૂમિકાએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી હતી. હાલમાં તે ‘નાગિન 6’ માં જોવા મળી રહી છે, જેમાં બિગબોસ વિનર તેજસ્વી પ્રકાશ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. ઉર્વશી હાલમાં લોકપ્રિય શો ‘પુષ્પા ઈમ્પોસિબલ’નો પણ ભાગ છે.
View this post on Instagram