શરીરના અંગો પર આવું ચોંટાડી ફેન્સને કરાવી દીધી ચાંદી ચાંદી, યુઝર્સ બોલ્યા આના અમ્મી અબ્બુ કાંઈ કહેતા નઈ હોય

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ તેની વિચિત્ર ફેશનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પોતાની સ્ટાઈલને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહેતી ઉર્ફી તેના બેફામ નિવેદનો માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફીના ફોટા અને વીડિયોની લોકો આતુરતાથી રાહ જુએ છે. લોકોને બિલકુલ ખ્યાલ નથી કે ઉર્ફી જાવેદ હવે પછી કઈ સ્ટાઈલમાં જોવા મળશે. ક્યારેક ફૂલના પાન, ક્યારેક કાચ, ક્યારેક પથ્થર તો ક્યારેક બ્લેડ વડે પોતાના માટે ડ્રેસ બનાવનાર ઉર્ફીનો નવો લુક સામે આવ્યો છે, જેમાં તેણે આ વખતે કપડાની જગ્યાએ ચાંદીના વરખથી શરીરને ઢાંક્યુ છે.

ઉર્ફી જે પોતાને ફેશનિસ્ટા માને છે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી હતી. ઉર્ફી જાવેદે આ ફોટોશૂટ ટોપલે કરાવ્યું હતુ અને તેણે પોતાના શરીર પર ચાંદીન વરખ લગાવ્યા હતા. તસવીરો શેર કરતાં ઉર્ફીએ લખ્યું, ‘ઇવ્યુમિનેટિંગ…સોશિયલ મીડિયા યુઝર્સ ઉર્ફીની પોસ્ટ પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે કોઈ તેને પાગલના આશ્રયમાં મોકલો. ત્યાં જઈને આવું ગાંડપણ કરે. એ

ક અન્ય યુઝરે લખ્યું કે હાય..મારા કાજુ કતરી. એક યુઝરે લખ્યું કે ઓહ વાહ ખૂબ જ સુંદર ડ્રેસ..ઓહ સોરી મારે તેને ડ્રેસ કહેવો જોઈએ કે બીજુ કંઈ ? ઉર્ફી જાવેદની આ પોસ્ટ પર ‘FIR’ ફેમ કવિતા કૌશિકની કોમેન્ટે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઉર્ફીની આ તસવીરો જોઈને કવિતાને કાજુ કતરીની યાદ આવી ગઈ. કવિતાએ તેની આંખોમાં પ્રેમથી ભરેલા ઇમોજી સાથે ટિપ્પણીમાં ‘હાય કાજુ કતરી’ લખ્યું હતું. ઉર્ફી જાવેદના ફેન્સને તેનું આ ફોટોશૂટ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

કેટલાક હાર્ટ ઈમોજી બનાવીને કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે તો ઉર્ફી જાવેદને ‘બરફી’ પણ ગણાવી.બિગ બોસ ઓટીટીથી લોકપ્રિય બનેલી ઉર્ફી જાવેદ દર બીજા દિવસે તેના બોલ્ડ લુક માટે હેડલાઇન્સમાં રહે છે. તેના નવા લુક અને નવી ડિઝાઇન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે.’બિગ બોસ ઓટીટી’ પછી ઉર્ફી એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે જ્યારે પણ તે મુંબઈમાં ઘરની બહાર નીકળે છે ત્યારે પેપરાજી તેને ઘેરી લે છે. ઉર્ફી પણ પેપરાજીનું દિલ તોડતી નથી અને તે દરેક પોઝમાં તેમને ફોટો ક્લિક કરાવે છે.

ઉર્ફી જાવેદ બોલિવૂડ અભિનેત્રી બનવા માંગે છે, જો કે તે માને છે કે તેની ડ્રેસિંગ સેન્સ અને કપડાંને કારણે લોકો તેને ટ્રોલ કરે છે, જ્યારે તે એવા કોઈ કપડાં પહેરતી નથી, જેનાથી લોકો તેને કહે કે તે તેના શરીરને બતાવે છે.ઉર્ફી જાવેદનું સ્ટાઇલિશ નિવેદન તેણી તે એકદમ અનોખી છે.તેને આવા કપડા પહેરવા ગમે છે, જેના કારણે તે ચર્ચામાં રહે છે, જો કે તેના કપડામાં કોઈ જ ફરક નથી.

ayurved

Not allowed