
ઉર્ફી જાવેદનું નામ આવતાં જ મનમાં એક જ વાત આવે છે કે આ વખતે તેણે કયો નવો હંગામો મચાવ્યો. ઉર્ફીએ નક્કી કર્યું છે કે તે તેની અસામાન્ય ડ્રેસિંગ સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહેશે. ખબર નહિ કે ઉર્ફીએ કઈ વસ્તુઓથી પોતાના માટે ડ્રેસ બનાવ્યો હશે, તે દરેકના મનમાં આવી જ જાય છે. ઉર્ફી ક્યારેક કાચ તો ક્યારેક બ્લેડ જેવી ખતરનાક વસ્તુઓથી પોતાના માટે ડ્રેસ બનાવી ચૂકી છે. બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ હંમેશા પોતાની સ્ટાઈલને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ઉર્ફી થોડા સમય પહેલા એક મ્યુઝિક લૉન્ચ વખતે ધમાલ મચાવતી જોવા મળી હતી.
View this post on Instagram
આ દરમિયાન ઉર્ફીએ પેપ્સની સામે ઘણા પોઝ પણ આપ્યા હતા અને તેની તસવીરો પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની. જ્યારે ઉર્ફી તેની સ્ટાઇલિશ સ્ટાઈલને કારણે ચાહકોની વાહવાહી મેળવી રહી છે, ત્યારે દર વખતની જેમ ટ્રોવર્સ તેની ક્લાસ લેતા થાકતા નથી. કેટલાક લોકો એવા પણ છે જેઓ ઉર્ફી જાવેદની નવી તસવીરો જોઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવતા જ લોકો તેના ડ્રેસ પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. ગ્રીન ડ્રેસમાં ઉર્ફી હંમેશની જેમ જ આત્મવિશ્વાસ સાથે દેખાઈ.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે પેપરાજી માટે પોઝ આપતી વખતે ઉર્ફી જાવેદ હંમેશા મસ્તીથી વાત કરતી જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે એવું ન થયું. ઉર્ફી મ્યુઝિક લૉન્ચ વખતે આવી અને શાંતિથી પોઝ આપ્યો અને ચાલી ગઇ.ઉર્ફી જાવેદે ભલે પેપરાજી સાથે બહુ વાત કરી ન હોય, પણ આ વખતે પણ તેણે અલગ અલગ પોઝ આપ્યા. ઉર્ફી જાવેદને હંમેશા ટ્રોલ કરતા લોકો પણ નવી તસવીરો જોયા બાદ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ઉર્ફી જાવેદ આટલી શાંત કેમ છે, ભાઈ, શું કોઈ સાથે ઝઘડો થયો હતો ?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, ‘આજે ઉર્ફીને કંઇક પરેશાન કરી રહી હોય તેવું લાગે છે.’
View this post on Instagram
ઉર્ફી જાવેદ આ પહેલા પણ ઘણી વખત બેકલે ડ્રેસમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે. લુકની વાત કરીએ તો, ઉર્ફીએ ગ્રીન બેકલે ડ્રેસમાં ધૂમ મચાવી હતી અને બોલ્ડનેસની દરેક હદ વટાવી હતી. તેણે જે ડ્રેસ પહેર્યો હતો તે ના માત્ર પાછળથી પરંતુ આગળથી પણ સંપૂર્ણ ખુલ્લો હતો. તેણે આ ડ્રેસના એક ભાગથી પોતાનું માથું ઢાંક્યું હતુ. તેનો નવો લુક જોઈને લોકોની આંખો ફાટી ગઇ હતી. ઉર્ફીના માથા પર પલ્લૂવાળી સ્ટાઇલ જોઇ એકે કોમેન્ટ કરી લખ્યું, ‘પલ્લુ માથા પર જરૂરી છે, ભલે શરીર પર કપડા ન હોય.’
View this post on Instagram
જ્યારે બીજાએ લખ્યુ, ‘કિતની ગરીબ હૈ બેચારી.’ જ્યારે ઘણા યુઝર્સે ફરી ઉર્ફીને પૂરા કપડાં પહેરવાની સલાહ આપી. ઉર્ફીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પેપ્સ પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. તે કહે છે કે કેટલાક પેપરાજીએ ઝલક દિખા જાના શોમાં અભિનેત્રીના લુક વિશે કહ્યું હતું કે આજે તો ઢંગના કપડા પહેરીને આવતી. તેણે કહ્યુ- જો તમારે કપડાં પર કમેન્ટ કરવી જ હોય તો તમારા ઘરની બહેનો અને માતા પર કરો, મારા પર નહિ.
View this post on Instagram