સંસ્કારી નગરી વડોદરામાં યુવતીએ સિગરેટ પીને ધુંવાડા ઉડાડ્યા, સંસ્કારના લીલા લહેર કર્યા , લોકો પણ જોતા હતા તો પણ કાઈ બોલ્યા નહિ જુઓ વીડિયો

રાજ્યભરમાં હાલ નવરાત્રીની મોસમ જામી છે. નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો પણ ગરબાના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે નવરાત્રીની શરૂઆતમાં સંસ્કારી નગરી વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ પર પથ્થરોના કારણે વિવાદ સર્જાયો હતો. હજી તો આ વિવાદ શમ્યો નથી ત્યાં હવે એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ગરબા રમતી વખતે યુવતીના ધુમાડા કાઢતો વીડિયો સામે આવ્યો છે. જણાવી દઇએ કે, યુનાઇટેડ વેના ગરબા આખા વિશ્વમાં જાણીતા છે. અને હવે આ વીડિયો વાયરલ થયા બાદ લોકો રોષે ભરાયા છે.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ગરબા રમતી વખતે ઇ-સિગારેટથી ધુમ્રપાન કર્યુ છે.ગરબા રમતી વખતે યુવતીના ધુમાડા કાઢતો વીડિયો સામે આવતા આયોજકો અને યુવતી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. જો કે, ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટી કરતુ નથી. ઉલ્લેખનીય છે કે,આ મામલે વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યુ કે, આવો વીડિયો વાયરલ થયો હોય તો ખોટું છે.

સાદા વેશમાં ફરતી શી ટીમને સૂચના આપવામાં આવશે. તેઓ રોમિયો સાથે સાથે હવે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે. આ ઉપરાંત યુનાઇટેડ વેના આયોજક હેમંત શાહે જણાવ્યું કે તેઓ સિક્યોરિટીને સૂચના આપશે અને આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધીને બહાર કાઢશે. જો આવા લોકો મળશે તો તેમની સાથે કાર્યવાહી કરવામાં આવશે. વીડિયોમાં જોઇ શકાય છે કે,

યુવતિ ચાલુ ગરબાએ સિગારેટના ધુમાડા કાઢી રહી છે. તેની પાછળ રહેલા એક યુવકના હાથમાં ઇ-સિગારેટ પણ જોવા મળી રહી છે. માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રિ પર્વમાં માતાજીના ચાચરચોકમાં ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીના વીડિયોએ શહેરના નાગરિકોની ધાર્મિક ભાવનાને પણ ચર્ચાની એરણે મૂકી છે અને ગરબાને બદનામ કરવાનું ષડયંત્ર પણ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

ayurved

Not allowed