ઘોર કળયુગ : ગુગલને પૂછ્યુ દીકરીને કેવી રીતે મારવી, એક માતાએ ત્રણ મહિનાની નાની એવી બાળની કરી બેરેહમીથી પતાવી દીધી

ચેતી જજો આવી કળયુગની મહિલાઓથી, આ મહિલાએ યુટ્યૂબ પર ડૂબાડવાની રીત શોધી, પછી 3 મહિનાની લાડલી પુત્રીને પાણી ડૂબાડી તડપાવી તડપાવી મારી નાખી

એવું કહેવાય છે કે માતાનું સ્થાન ઈશ્વર કરતા પણ ઉપર હોય છે. માતાની મમતા આગળ બધું જ ફીકુ લાગે છે. પરંતુ જયારે માતા જ કાતિલ બની જાય તો ???? હાલ એવી જ એક ખબર ચર્ચામાં ચાલી રહી છે, જ્યાં એક માતાએ જ પોતાની ફૂલ જેવી દીકરીની હ*ત્યા કટી નાખી હતી. આ માતાએ પોતાની દીકરીની માટે યુટ્યુબ ઉપર કેટલીવાર પાણીમાં ડુબાડવાના કારણે મોત થઇ શકે છે એ સર્ચ કર્યું. જેના બાદ દીકરીને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખી.

મહિલા દ્વારા યુટ્યુબમાં સર્ચ કરવામાં આવેલું આ કાવતરું પોલીસ માટે પણ સાબિતી બની ગયું અને દીકરીની હ*ત્યાના આરોપમાં માતાને જેલમાં જવું પડ્યું. આ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના ખાંચરૌદમાંથી. અહીંયા ત્રણ મહિનાની બાળકીની હ*ત્યાના આરોપમાં તેની માતા સ્વાતિની પોલીસે ધરપકડ કરી છે.

તો બીજી તરફ સ્વાતિનો દાવો છે કે તેને હ*ત્યા નથી કરી. પરંતુ પોલીસને તેના મોબાઈલમાં મળેલી ડિટેઇલના આધારે તેના ઉપર શંકા કરવામાં આવી અને તેની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના 12 ઓક્ટોબરની છે. જેમાં ત્રણ મહિનાની બાળકી વિરતિનું રહસ્યમય રીતે મોત થઇ ગયું હતું. તેનું શબ મકાનના ત્રીજા માળ ઉપર પાણીની ટાંકીમાં મળ્યું હતું. ઘરવાળા બાળકીને ઘરમાં ના જોઈને ગભરાઈ ગયા હતા. બાળકીના પાણીમાં પડી જવાને લઈને પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. આખરે ત્રણ મહિનાની બાળકી ત્રીજા માળે પાણીની ટાંકીમાં કેવી રીતે પડી શકે છે. આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસે તપાસ હાથ ધરી. ઘરવાળાના પણ નિવેદન લેવામાં આવ્યા.

બધાની શંકા બાળકીની માતા ઉપર જ ગઈ. ઘટનાના દિવસે દાદા દાદીએ લગભગ દોઢ વાગ્યાની આસપાસ બાળકીને જોઈ હતી. તેના 20 મિનિટ બાદ બાળકી ગાયબ થઇ ગઈ. હેરાનીની વાત તો એ પણ હતી કે આ દરમિયાન ઘરમાં કોઈ આવ્યું ગયું પણ નહોતું. તેની માતા જ છત ઉપર હતી. મામલાની તપાસ કરતા જયારે પોલીસ તથ્ય પાસે પહોંચી ત્યારે આરોપી સ્વાતિની ધરપકડ કરવામાં આવી.

સ્વાતિ હ*ત્યાથી ઇન્કાર કરતી રહી. પરંતુ પોલીસે મોબાઈલ ચેક કર્યો ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. મહિલાએ યુટ્યુબમાં સર્ચ કર્યું હતું કે ડૂબવાથી મોત કેવી રીતે થાય છે. કઈ તરફ મોઢું રાખવું જોઈએ. મોબાઈલની અંદર હ*ત્યા કરવા મોતની રીત મળતા પોલીસની શંકા વધારે ઊંડી બની ગઈ. હાલ પોલીસ હવે મહિલાએ આવું શા કારણે કર્યું તેની તપાસમાં લાગી છે.

ayurved

Not allowed