તુલસીના છોડ અને તેના પાંદડાનો ઉપયોગ તો બધાને ખબર હશે પરંતુ તુલસીની મંજરીના આ ઉપાય બનાવી દેશે ધનવાન, જાણો

તુલસી તેના ઘણા ઔષધિ ગુણોના કારણે ઓળખાતી હોય છે. હિન્દૂ ધર્મમાં તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે એટલા માટે નિયમિત રૂપથી પૂજા કરવાથી દેવી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, વસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ નકારાત્મકતાને દૂર કરે છે.

તુલસીનો છોડ ધન પ્રાપ્તિ માટે ખુબ જ અસરકારક છે અને તુલસીના છોડની મંજરી તેના પાંદડા દરેક વસ્તુનું ખુબ મહત્વ છે અને માં લક્ષ્મીનો સીધો સબંધ તુલસીના છોડ સાથે હોય છે. તુલસીના છોડ પર આવેલી મંજરીના ઘણા બધા ધાર્મિક ગુણ છે ઘણા બધા ઉપાયોમાં મંજરીનો ઉપયોગ કરીને માં લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે.

શુક્રવારના દિવસે નિયમિત રીતે માં લક્ષ્મીના ચરણોમાં તુલસીના માંજર અર્પણ કરવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તુલસી મંજરીને લાલ રંગના કપડામાં મિક્સ કરો અને જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. તેવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને તેની કૃપા રહે છે. પૈસાની ક્યારેય કમી નહીં રહે.

એવું માનવામાં આવે છે કે તુલસીના માંજરનો ઉપયોગ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કરવામાં આવે છે. તેના માટે શુભ મુહૂર્તમાં ગંગાજળમાં મંજરી મિક્સ કરીને ઘરમાં રાખો અને આ પાણીને અઠવાડિયામાં બે વાર ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

ભૂલથી પણ ભગવાન શિવ અને ગણેશજીને તુલસી ના ચઢાવવી જોઈએ પણ તુલસીના માંજર ચઢાવી શકાય. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને તુલસીના માંજર ચઢાવવાથી પારિવારિક સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ જો કોઈના જીવનમાં પ્રેમ ના હોય અથવા લગ્નમાં અડચણો આવતી હોય તો માંજરને દૂધમાં નાખીને અભિષેક કરવાથી લાભ થાય છે.

એવું માનવામાં આવે છે કે જો તુલસીના માંજર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને ચઢાવવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ જન્મ- મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. તેમજ તેને સીધું પ્રભુના ચરણોમાં સ્થાન મળે છે.

team ayurved

Not allowed