દાંતની અંદર પડેલો સડો અને કીડા દૂર કરવા માટેના 5 ઘરેલુ ઉપચાર, ટ્રાય કરી જુઓ તરત જ મળી જશે રાહત

દાંત એ શરીરનું એવું અંગ છે જે પહેલી નજરમાં જ સામેવાળાની નજરે ચઢતું હોય છે. માટે જો દાંત સ્વસ્થ અને સ્વચ્છ હશે તો તમારો પ્રભાવ જ કંઈક અલગ પડશે. મોટાભગના લોકોને દાંતની કેટલીક સમસ્યાઓ હોય છે. દાંતમાં દુઃખાવો થવો, દાંત હલવા, દાંત ખરાબ થઇ જવા. આ બધી જ સમસ્યાઓનું એક જ મુખ્ય કારણ છે. દાંતની અંદર કીડા પડવા.

દાંતની સફાઈનું જો યોગ્ય ધ્યાન ના રાખવામાં આવે તો આ સમસ્યા સર્જાઈ શકે છે. તો આ કીડાને દૂર કરવા માટે તમે ઘરેલુ ઉપાય જ અપનાવી શકો છો, ચાલો જોઈએ એવા કેટલાક ઉપાયો જેના દ્વારા તમે આ કીડાને દૂર કરી શકશો.

1. લવિંગ:
લવિંગના ઘણા જ આયુર્વેદિક ઉપાયો છે. જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો જે જગ્યાએ દુખતું હોય ત્યાં લવિંગ દબાવી રાખવાથી તરત જ આરામ મળે છે. અને આ ઉપરાંત લવિંગનું તેલ પણ લગાવવાથી રાહત મળશે.

2. મીઠું:
મીઠું દરેક ઘરમાં સામાન્ય રીતે મળી જ આવે છે તો હવે દાંતમાં પડેલા કીડાને દૂર કરવા માટે તમારે મીઠાની સાથે થોડી હળદર અને સરસવનું તેલ લઈને માલિશ કરવાની છે તેનાથી કીડા દૂર થઇ જશે.

3. લસણ:
લસણ પણ સામાન્ય રીતે ઘરની અંદર મળી જ જાય છે. તો તમને જો દાંતમાં દુખાવો અથવા તો કીડા હોય તો લસણની કળીને દાંતની વચ્ચે દબાવી રાખવાથી ઘણી જ રાહત મળે છે.

4. ફટકડી:
મોઢામાંથી દુર્ગંધ આવતી હોય અને દાંતની અંદર જો કીડા હોય તો અઠવાડિયામાં એકવાર ફટકડીના કોગળા કરવાથી તમને સારો એવો ફાયદો મળશે.

5. વડ:
આપણી આસપાસ વડનું વૃક્ષ હશે જ. તો એ વડના વૃક્ષનું દાંતણ કરવાથી પણ દાંતમાં પડેલા કીડા દૂર થાય છે. સાથે જ દાંત મજબૂત અને સ્વચ્છ પણ બને છે. તમે વડના દૂધનો પણ ઉપયોગ કરી શકો છો.

 

Team Akhand Ayurved

Not allowed