બાવરી ઉર્ફે મોનિકાનો અસિત મોદી પર ફૂટ્યો ગુસ્સો, કહ્યુ- આત્મહત્યા કરવા…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. દર્શકો વચ્ચે આ શોની જોરદાર ફેન ફોલોઈંગ છે. ચાહકો તમામ સ્ટાર કાસ્ટ વિશે વધુને વધુ જાણવાનું પસંદ કરે છે. જો કે, આ દિવસોમાં શો વિવાદોમાં ઘેરાયેલો છે કારણ કે રોશન સિંહ સોઢીની પત્નીની ભૂમિકા ભજવતી જેનિફર મિસ્ત્રીએ અસિત કુમાર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા. ત્યારે જેનિફર બાદ હવે આ શોમાં બાવરીનો રોલ કરી ચૂકેલી મોનિકા ભદૌરિયાએ પણ અસિત પર ઘણા ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. મોનિકાએ દાવો કર્યો હતો કે શોના સેટ પર તેની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે અભિનેત્રીએ વર્ષ 2019માં શોને અલવિદા કહી દીધું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા મોનિકા ભદોરિયાએ જણાવ્યું કે મેકર્સે તેનું પેમેન્ટ રોકી દીધું. આ માટે તેણીએ લગભગ એક વર્ષ સુધી સંઘર્ષ કર્યો. લોકપ્રિય સિટકોમમાં બાવરીની ભૂમિકા ભજવનાર મોનિકા ભદૌરિયા દાવો કરે છે કે લગભગ તેના 4 થી 5 લાખ રૂપિયા બાકી હતા. તેનો દાવો છે કે નિર્માતાઓએ દરેક કલાકારની ચૂકવણી અટકાવી દીધી, પછી તે રાજ અનાડકટ હોય અને ગુરચરણ સિંહ સોઢી હોય.

મોનિકા કહે છે કે મેકર્સ પાસે પૈસાની કોઈ કમી નથી. તેમ છતાં તે આવું કરે છે. મોનિકાને એ દિવસો નરક તરીકે યાદ કરે છે. મોનિકાની દિવંગત માતા તે દિવસોમાં કેન્સર સામે ઝઝૂમી રહી હતી પરંતુ મેકર્સે તેની મદદ કરી નહિ. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતાં મોનિકાએ કહ્યું, ‘હું રાત્રે હોસ્પિટલમાં રહેતી હતી અને તે મને વહેલી સવારે શૂટ માટે બોલાવતો. મેં તેને કહ્યું કે હું આ સમયે શૂટની સ્થિતિમાં નથી, તો પણ તે બળજબરી કરતો હતો. સૌથી ખરાબ વાત એ હતી કે શૂટિંગ સેટ પર આવ્યા પછી પણ મારે માત્ર રાહ જોવી પડી,

મારું કોઈ કામ નહોતું થતુ.જ્યારે મોનિકાની માતાએ આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે શોના નિર્માતા અસિત મોદીએ તેને ફોન કરીને સાંત્વના પણ ન આપી. મોનિકા કહે છે, “હું આઘાતમાં હતી, પરંતુ સાત દિવસ પછી અસિતે મને માત્ર શૂટ પર પાછા ફરવા માટે બોલાવી. જ્યારે મેં કહ્યું કે હું આ સ્થિતિમાં નથી, ત્યારે તેની ટીમે કહ્યું- ‘અમે તમને પૈસા આપીએ છીએ’ જ્યારે પણ અમે ઈચ્છીએ ત્યારે તમારે આવીને ઊભુ રહેવુ પડશે, પછી તમારી મમ્મી એડમિટ હોય કે બીજું કોઇ…

મોનિકા આગળ કહે છે કે, હું સેટ પર ગઇ કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો, હું દરરોજ રડતી હતી અને તે ટોર્ચર કરતો અને ગેરવર્તન કરતો હતો. તે શૂટિંગના એક કલાક પહેલા ફોન કરતો હતો, એટલી ગુંડાગર્દી છે સેટ પર. મોનિકાએ કહ્યું, “મેં કહ્યું હતું કે મારે કામ નથી કરવું, એવી જગ્યાએ જ્યાં કામ કરવાને બદલે તમને આત્મહત્યા કરવી વધુ સારું લાગે. મોનિકાએ કહ્યુ કે, જે શોમાં છે તે વાત નહિ કહે. તેણે (અસિત) મારા પાસે એવો કોન્ટ્રાક્ટ પણ કર્યો હતો કે હું મીડિયા સાથે વાત કરી શકીશ નહીં.

જેનિફરજી પણ વાક ન કરી જ્યારે અન્ય કલાકારોએ શો છોડ્યો. દરેકને તેમની નોકરી બચાવવાની છે, તેઓએ જેટલો ત્રાસ આપ્યો છે તેટલો કોઈએ નથી આપ્યો. વાતચીતના અંતે મોનિકાએ કહ્યું, ‘મને શો માટે મહિને 30 હજાર રૂપિયા મળતા. તેમણે પ્રોમિશ કર્યુ હતુ 6 મહિના પછી ફી વધારવાનું પણ તે ક્યારેય થયું નથી. તેઓ પૈસાની બેઇમાની કરે છે. ખરેખર, તેઓ કૂતરાઓની જેમ વર્તે છે. તેઓએ મારી સાથે ખૂબ જ ગંદું વર્તન કર્યું છે અને તેનાથી પણ ખરાબ તેમના EP સોહેલ રહેમાની છે, તે ખૂબ જ બદ્તમીઝ છે. તેણે નટુ કાકાને પણ ગાળો આપી હતી.’

ayurved

Not allowed