તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોના દરેક પાત્રે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દર્શકોને બબીતા ભાભીની જેઠાલાલ સાથેની આકર્ષક કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ છે. હવે સીરિયલમાં બબીતા જીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.હાલ મળી રહેલી ખબર પ્રમાણે મુનમુનનો અકસ્માત થયો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા વેકેશન પર ગઈ હતી. લગભગ એક અઠવાડિયા પહેલા અભિનેત્રી મુનમુને તેની યુરોપની યાત્રા શરૂ કરી હતી, પરંતુ કમનસીબે અભિનેત્રીનો જર્મનીમાં અકસ્માત થયો હતો. આ સાથે ટીવી સ્ટાર મુનમુન હવે ઘરે પરત ફરી રહી છે.
પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મુનમુને કહ્યું, ‘જર્મનીમાં એક નાનો અકસ્માત થયો હતો. મારા ડાબા ઘૂંટણમાં ઇજા થઇ છે. તેથી જ મારે મારું વેકેશન ઓછું કરીને ઘરે પાછા જવું પડશે.” મુનમુન દત્તા તેના ફેન્સ સાથે તેના વેકેશનની તસવીરો અને વીડિયો સતત શેર કરતી રહે છે. અત્યાર સુધી તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી નવી તસવીરો શેર કરવામાં આવી છે જે હોલિડે લોકેશનની છે.
તસ્વીરમાં મુનમુન અલગ-અલગ લુકમાં જોવા મળી રહી છે અને તેના ચાહકોએ તેને ઘણી પસંદ કરી છે. મુનમુન દત્તાના ઈન્સ્ટાગ્રામ પર 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. મુનમુન દત્તા તેના શોના એક એપિસોડ માટે તગડી ફી લે છે. તમને જણાવી દઈએ કે, મુનમુને માત્ર ટીવી શોમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે. મુનમુન મુંબઈ એક્સપ્રેસ અને હોલીડે જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, જોકે તેને બોલિવૂડમાંથી બહુ ઓળખ મળી ન હતી.