શું તમારે પણ છોડવી છે દારૂની ખરાબ લત, તો આ ઘરેલુ નુસખા તમને દારૂની ખરાબ લતમાંથી લાવશે બહાર

ભાગ્યે જ કોઈ એવું હશે જને એ ખબર નહિ હોય કે દારૂ પીવું સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક હોઈ શકે છે. પણ એક વખત જયારે દારૂ પીવાની લત લાગી જાય છે ત્યારે તેને છોડાવી ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે. વ્યક્તિ ઘણી વખત ઈચ્છતો હોય છે કે તે આ ગંદી આદત છોડી દે પરંતુ તેને ખુદ પર નિયંત્રણ જ હોતું નથી.

કોઈ પણ નાશને લત બનવામાં સમય નથી લાગતો અને પછી પછી ફરી એક સમય એવો આવતો હોય છે જયારે માણસ તેમાં ફસાઈને તડપી તડપીને મરવા લાગતો હોય છે. તેવામાં સૌથી વધારે જરૂરી છે કે તમે તેની તે લત પર કાબુ મેળવી લો. જો તમે દારૂ છોડવાનું નક્કી કર્યું છે તો આમ જાણવા મળશે કે તે એટલું મુશ્કેલ નથી હોતું જેટલું લાગતું હોય છે.

1.કદ્દૂનાં બીજ: કદ્દૂનાં બીજમાં ઍમીનો એસિડ હોય છે જે મૂડને સ્થિર કરવામાં મદદ કરે છે અને દરરોજ દારૂ પીવાની ટેવને ઓછી કરે છે.

2.કારેલા: કારેલા આપણા શરીરમાંથી નશાને બહાર કાઢવામાં મદદ કરે છે તથા ડૅમેજ લીવરને સાજું કરે છે. થોડાક કારેલામાંથી જ્યુસ કાઢો અને તેમાં 3 ચમચી જ્યુસ 1 ગ્લાસ છાશ સાથે મેળવો. આ જ્યુસને દરરોજ સવારે નરણા કોઠે પીવો.

3.સિંહપર્ણી: દારૂ પીતા-પીતા જ્યારે તેની આદત છોડવી પડે છે તો લીવર અને બાઇલ જ્યુસને સાજા કરવામાં સિંહપર્ણીના મૂળ બહુ કામ આવે છે. સિંહપર્ણીની જડોને 1 કપ પાણીમાં ઉકાળીને ગાળી લો અને દિવસમાં 2થી 3 વખત પીવો.

4.ખારેક (ખજૂર): જ્યારે-જ્યારે દારૂ પીવાનો મૂડ કરે, તો ખજૂર ખાઈ લો. તેનાથી દારૂની તલબ ઓછી થઈ જાય છે અને સાથે જ લીવર પણ સાફ થાય છે. 1 કપમાં 4-5 ખજૂર પલાડો અને પછી તેમાંથી બીજને જુદા કરીને ખાવો. આવું 1-2 મહિના કરો, આપને ફાયદો મળશે.

5.સિલેરી: સિલેરી માત્ર દારૂનો નશો છોડાવવામાં જ મદદ નથી કરતી, પણ શરીરમાં એકત્ર અન્ય ગંદકીઓને પણ બહાર કાઢે છે. બસ અડધી ગ્લાસ સિલેરીનો જ્યુસ પોતાનાં અડધા ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરો અને દિવસમાં બે વખત પીવો.

6.નારિયેળ તેલ: દારૂ પીવાથી મગજનાં મેટાબૉલિઝ્મમાં ચેંજ આવે છે, પરંતુ નારિયેળ તેલમાં એંટી-ઑક્સીડંટ હોવાનાં કારણે તે બ્રેનને હીલ કરે છે. આપે બસ દરરોજ પોતાનાં ભોજોનમાં નારિયેળ તેલની 2 ચમચી મિક્સ કરવાની રહેશે.

team ayurved

Not allowed