શું તમે પણ ટૂંકા સમયમાં તમારા વાળને લાંબા અને કાળા કરવા ઈચ્છો છો ? તો આજથી જ શરૂ કરી દો આ ઘરેલુ ઉપાય, ખુબ જ કામની માહિતી

ઘરમાં રહેલી આ વસ્તુઓના ઉપયોગથી તમારા વાળને તમે બનાવી શકશો ચમકદાર, ઘાટા અને લાંબા, જુઓ કેવી રીતે કરવો ઉપયોગ

દરેક વ્યક્તિને તેના વાળ ખુબ જ પ્રિય હોય છે, ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ પોતાના વાળની ખુબ જ માવજત કરતી હોય છે, પરંતુ આજના પોલ્યુશનના જમાનામાં લાખ કાળજી લેવા છતાં પણ વાળ બગડતા હોય છે. આજની જીવનશૈલી આપણા વાળને ઘણી અસર કરે છે, જેના કારણે વાળ લાંબા અને ઘટ્ટ થતા નથી અને ખરવા લાગે છે. ઘણી છોકરીઓ અને સ્ત્રીઓ લાંબા વાળનું સ્વપ્ન જુએ છે. જેના કારણે આજે અમે તમને કેટલાક આસાન અને ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા વાળ થોડા જ દિવસોમાં લાંબા થઈ જશે. આ સાથે તમારા વાળ પણ ચમકવા લાગશે.

1. કુંવારપાઠું અને ડુંગળી:

વાળની ​​લંબાઈ માટે ડુંગળીનો રસ લગાવો. આ માટે પહેલા કાંદાને છોલીને પીસી લો. પછી તેને નિચોવીને એક બાઉલમાં તેનો રસ કાઢી લો. આ પછી આંગળીઓ અથવા રૂની મદદથી ડુંગળીનો રસ વાળ અને મૂળમાં લગાવો. તેનાથી વાળ થોડા જ દિવસોમાં જાડા અને લાંબા થઈ જશે. ધ્યાનમાં રાખો કે તેને 20 મિનિટ સુધી લગાવ્યા બાદ માથું ધોઈ લો. આ સિવાય તમે ડુંગળીમાં એલોવેરા જેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો.

2. આદુ અને કુંવારપાઠું:

લાંબા વાળ માટે એલોવેરા જેલ લગાવો. તેને લગાવવા માટે અડધો કપ એલોવેરા જેલ લો અને તેમાં ચોથા કપ આદુનો રસ મિક્સ કરો. તેને સ્પ્રે બોટલમાં ભરો અને પછી તેને તમારા વાળમાં લગાવો. તેને અડધા કલાક સુધી વાળમાં રાખો અને પછી શેમ્પૂથી ધોઈ લો. એલોવેરામાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે.

3. એલોવીરા અને મેથીના દાણા:

એલોવેરા અને એલોવેરામાંથી બનેલા નેચરલ હેર માસ્ક વાળને ઝડપથી અને ઘટ્ટ કરવામાં મદદ કરે છે. એલોવેરા જેલમાં મેથીના દાણાની પેસ્ટ અને મધ મિક્સ કરો. તેને હેર માસ્કની જેમ વાળમાં લગાવો. તેને 1 કલાક સુધી લગાવો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. તેનાથી વાળ ઝડપથી વધશે.

4. એલોવીરા અને આંબળા:

તમે એલોવેરા અને આમળાને પણ મિક્સ કરીને તમારા વાળમાં લગાવી શકો છો, તેનાથી તમે થોડા દિવસોમાં જ લાંબા અને જાડા વાળ મેળવી શકો છો. તેને લગાવવા માટે આમળાનો રસ કાઢીને તેમાં એલોવેરા જેલ મિક્સ કરો. આ પછી તેને અડધા કલાક સુધી વાળમાં રાખો અને પછી વાળ ધોઈ લો. તેનાથી વાળ મજબૂત અને સુંદર બનશે.

5. ડુંગળી:

ડુંગળીમાં સલ્ફર જોવા મળે છે, જે પાતળા વાળને લંબાવવામાં મદદ કરે છે અને તેનાથી નવા વાળ ઉગવા લાગે છે. ડુંગળીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેનાથી ડેન્ડ્રફ અને સ્કેલ્પ ઈન્ફેક્શન દૂર થાય છે.

Team Akhand Ayurved

Not allowed