શું તમે પણ શરદી, ઉધરસ અને ગળાની ખારાશની સમસ્યાથી ચિંતિત છો તો દૂર કરવા માટે અજમાવો આ આયુર્વેદિક ટિપ્સ

શરદી-ઉધરસ જો કે કોઈપણ તે ઋતુમાં થાય છે. ખાસ કરીને શિયાળાની ઠંડી અને ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં આ સમસ્યા સૌથી વધુ રહે છે.  શરદી-ઉધરસ, ગળામાં ખારાશ વ્યક્તિને પરેશાન કરવાની સાથે સાથે નબળાઈ અને થાકનો અનુભવ પણ કરાવે છે. શરદી -ઉધરસ વિવિધ પ્રકારના આયુર્વેદિક નુસખા દ્વારા દૂર કરી શકાય છે. જો કે તેને લગતી દવાઓ પણ મેડીકલમાં ઉપલબ્ધ છે પણ આયુર્વેદિક નુસખા દ્વારા તેને દૂર કરવી વધારે સહેલી અને સરળ છે અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી. આયુર્વેદનાં આધારે તમને જણાવી દઈએ કે શરદી-ઉધરસ દરમિયાન કઈ કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, ચાલો તો તમને જણાવીએ

શરદી-ઉધરસમાં આ વસ્તુથી રહો દૂર: 
ખાસ કરીને શિયાળામાં આ સમસ્યા વધુ રહે છે.શરદી-ઉધરસ અને ગળાની સમસ્યાથી બચવા માટે આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ગાળ્યો ખોરાક, તળેલો ખોરાક, ઠંડા પીણા વગેરે જેવા પદાર્થોથી દૂર રહેવું જોઈએ. જો તમે શરદી, ઉધરસ અથવા ગળામાં ખરાશથી પરેશાન છો, તો આ આયુર્વેદિક ઉપાયો તમને મદદ કરી શકે છે. 7 થી 8 જેટલા તુલસીના પાન, આદુનો એક નાનો ટુકડો, લસણની કળી, 1 ચમચી અજમાના દાણા, 1 ચમચી મેથીના દાણા, હળદર (સૂકા અથવા તાજી) અને 4-5 કાળા મરીના દાણાને 1 લિટર પાણીમાં ઉકાળો. સવારે ઉઠી સૌથી પહેલા આ ઉકાળો ગરમ ગરમ પીઓ. જેનાથી તમને જલ્દી જ આ સમસ્યામાંથી રાહત મળી જશે.

 

આ સિવાય નહાવા અને પીવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરશો નહીં.પાણીને નવશેકું ગરમ કરીને પીવું જોઈએ. ગરમ પાણી પાચનશક્તિ વધારવામાં પણ મદદ કરે છે. મધ તમારા ગળાને આરામ આપવામાં મદદ કરે છે અને તેને રાહત મળે છે. આદુ, હળદર, લીંબુની ચાનું સેવન કરો. તેનાથી તમારા ગળાને આરામ મળશે. ઉકાળેલા પાણીમાં થોડો અજમો, નીલગિરીનું તેલ અથવા હળદર ઉમેરી તેની વરાળ લેવાથી આ સમસ્યામાંથી જલ્દી છુટકારો મળી જાય છે. આ સિવાય હળદર વાળું ગરમ દૂધ પીવાથી અને તુલસીના પાન ખાવાથી સમસ્યા જલ્દી જ જડમુળમાંથી દૂર થઇ જાય છે.

 

આયુર્વેદિક ઉકાળો:
ઉકાળો બનાવવા માટે આદુ, 4-5 લવિંગ, 1 ચમચી પીસેલા કાળા મરી, 5-6 તાજા તુલસીના પાન, મધ એક ચમચી અને તજના નાના ટુકડાને વાસણમાં પાણી સાથે ઉકાળો. પાણી ઉકળે પછી તેમાં વાટેલું આદુ, લવિંગ, કાળા મરી અને તજ નાખો. તેમાં તુલસીના પાન ઉમેરી ફરીથી 20 મિનિટ ઉકળવા દો. આ મિશ્રણમાં મધ ઉમેરો અને તેને થોડું ગરમ-ગરમ પીવો.એવું કરવાથી તમને જલ્દી જ આ સમસ્યામાંથી રાહત મળશે.

urupatel.fb

Not allowed