કેમેરા સામે બોલ્ડ થઇ ટીવીની આ સીધી સાદી વહુ, ફ્રંટ ઓપન ડ્રેસ પહેરી છોડાવ્યો પરસેવો
ટીવી અભિનેત્રી ટીના દત્તાની ફેશન શૈલી એટલી જબરદસ્ત છે કે દરેક તેના દેખાવથી પ્રભાવિત થાય છે. ટીવી શો ‘ઉતરન’ની ઇચ્છા એટલે કે ટીના દત્તા નાના પડદાની દુનિયામાં જાણિતુ નામ છે. તેણે સંસ્કારી વહુના પાત્રમાં ઘણી ચર્ચાઓ મેળવી છે. પરંતુ રિયલ લાઇફમાં ટીના ઘણી જ બોલ્ડ છે. તે અવાર નવાર તેની બોલ્ડનેસથી ચાહકોને મદહોશ કરતી રહે છે.હસીનાના બધા લુક એક કરતા વધુ બોલ્ડ દેખાવથી ભરેલા હોય છે, જ્યાં તે જોખમી સિલુએટ્સ પહેરવામાં અચકાતી નથી.
View this post on Instagram
તાજેતરમાં, ટીનાનું એક હોટ ફોટોશૂટ સામે આવ્યુ છે જેમાં તે એટલી કાતિલાના અને સુંદર લાગી રહી છે છે કે તેની પ્રશંસા કર્યા વિના કોઇ રહી શકશે નહીં. ટીના દત્તા દ્વારા કરવામાં શેર કરવામાં આવેલા લેટેસ્ટ ફોટોશૂટમાં તે ગ્રીન બોડીકોન મીની ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ટીના દત્તાનો આ ડ્રેસ બેકલે હોવાની સાથે સાથે ફ્રંટ કટ આઉટ ડિઝાઇનમાં પણ હતો. ટીનાએ આ મીની ડ્રેસ સાથે મેચિંગ હીલ્સ કેરી કરી હતી. આ તસવીરોમાં ટીના ઘણી બોલ્ડ લાગી રહી હતી.
View this post on Instagram
જો કે, ટીનાએ આટલું બોલ્ડ ફોટોશૂટ પહેલીવાર નથી કરાવ્યુ. તે પહેલા પણ આવા ઘણા બોલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે. નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી ટીના દત્તા હંમેશા પડદા પર સંસ્કારી પુત્રી અને વહુની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. એક સાદી અને નિર્દોષ છોકરીનુ પાત્ર ભજવી તેણે દરેક ઘરમાં એક ખાસ ઓળખ મેળવી છે. જો કે, વાસ્તવિક જીવનમાં તે તેનાથી તદ્દન વિપરીત છે. ખાસ કરીને ટીનાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર નજર કરશો તો તેના બોલ્ડ ફોટાઓથી ભરપૂર દેખાશે.
View this post on Instagram
ટીનાના ચાહકો આજે દેશભરમાં હાજર છે, અને ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવારનવાર તે ફેન્સ સાથે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ટીના દત્તા “બિગબોસ 14″માં એક મહેમાન તરીકે સામેલ થઇ હતી. તમને જણાવી દઇએ કે, વર્ષ 2007માં “ખેલા” નામના શોથી તેણે તેના કરિયરની શરૂઆત કરી હતી.
View this post on Instagram
હાલમાં ટીના બિગબોસ 16ને લઇને ઘણી ચર્ચામાં છે. રિયાલિટી શોની દુનિયામાં સૌથી વધુ વિવાદોને લઈને ચર્ચામાં રહેતો શો ‘બિગ બોસ’ તેની 16મી સીઝન સાથે ટીવી સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. હંમેશની જેમ, શોના સ્પર્ધકો વિશે ચર્ચા લાંબા સમયથી શરૂ થઈ ગઈ છે અને હવે નામ ટીના દત્તાનું સામે આવી રહ્યુ છે. ટીના ‘બિગ બોસ 16’ માટે કન્ફર્મ્ડ કન્ટેસ્ટન્ટ હોવાનું માનવામાં આવે છે. જો કે ટીનાનું નામ હજુ સુધી શો મેકર્સ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.
View this post on Instagram
ટીના દત્તાનો જન્મ 27 નવેમ્બર 1991ના રોજ થયો હતો. આજે પણ લોકો ટીનાને ‘ઉત્તરન’ની ઇચ્છાના નામથી જ ઓળખવામાં આવે છે. જો કે, ટીનાએ સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 7’માં પોતાની તાકાત બતાવી છે. આ સિવાય તે પૌરાણિક શો અને હોરર શોમાં પણ જોવા મળી છે. જો કે, ટીના માત્ર 5 વર્ષની હતી જ્યારે તેણે પહેલીવાર કેમેરા સામે અભિનય કરવાનું શરૂ કર્યું હતુ. ટીનાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટીના ઘણી ફિલ્મોમાં હીરોઈનની દીકરી તરીકે દેખાઇ છે.