ભાઈએ સ્ટીલના ટિફિનમાં નાખીને ફોડ્યો સુતળી બૉમ્બ, બિચારી માસુમ બહેનનો જીવ ગયો, જુઓ તસવીરો

મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના ભાવગઢ પોલીસ સ્ટેશનના કરજુ ગામમાં ગોવર્ધન પૂજા દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. જેના બાદ આખા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. નાની ભૂલના કારણે એક યુવતીનું મોત થયું. એક ભાઈ દિવાળીમાં ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે જ તેને મસ્તી કરવાનું સૂઝ્યું અને તેણે સુતળી બૉમ્બ પર સ્ટીલનું ટિફિન મૂક્યું. આ સમયે યુવતી વીડિયો બનાવી રહી હતી. ફટાકડા ફૂટતાની સાથે જ ટિફિનના ટુકડા થઇ ગયા અને તેનો તીક્ષ્ણ ટુકડો છોકરીના પેટમાં ગયો. જેના બાદ તેને જિલ્લા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં યુવતીનું મોત નીપજ્યું હતું.

મંદસૌરના ભાવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કરજુ ગામમાં ટિફિનમાં સૂતળી બોમ્બ ફોડવો મોંઘો પડી ગયો અને ક્ષણભરમાં દિવાળીની બધી ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. પ્રાથમિક માહિતી અનુસાર, ભાવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કરજુ ગામમાં બુધવારે ગોવર્ધન પૂજા બાદ 20 વર્ષની ગોવર્ધનલાલ માલીની દીકરી ટીના તેના ભાઈ સાથે ફટાકડા ફોડી રહી હતી.

ભાઈ સ્ટીલના ટિફિનની બૉમ્બ રાખીને ફોડી રહ્યો હતો અને બહેન તેનો વીડિયો બનાવી રહી હતી. આ દરમિયાન બોમ્બના વિસ્ફોટ સાથે યુવતીના પેટમાં સ્ટીલના ટિફિનનો ટુકડો ઘુસી ગયો હતો. થોડી જ વારમાં છોકરીની હાલત બગડવા લાગી. સંબંધીઓ તરત જ તેને લઈને જિલ્લા હોસ્પિટલ જવા રવાના થઈ ગયા. ત્યારે ગંભીર રીતે ઘાયલ યુવતીનું રસ્તામાં જ મોત થયું હતું.

ફટાકડા વડે રમવાની બેદરકારીને કારણે યુવતીએ જીવ ગુમાવ્યો હતો. સાથે જ પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Team Akhand Ayurved

Not allowed