શું તમે કે તમારું કોઈ સ્વજન થાઇરોડથી પીડાઈ રહ્યું છે ? તો વજન ઘટાડવા માટે અપનાવો આ 5 ટિપ્સ

આધુનિક સમયમાં મોટાપો સામાન્ય થઇ ગયો છે. વજન ઘટાડવું આજે એક સપના સમાન થઇ ગયું છે. ખરાબ લાઇફસ્ટાઇલ, તણાવ અને વધુ આરામને કારણે મોટાપો સામાન્ય થઇ ગયો છે. એક વાર વજન વધી જાય છે પછી વજન ઓછું કરવું મુશ્કેલ થઇ જાય છે. થાઇરોઇડ જેવી બીમારીના દર્દીઓ માટે વજન ઘટાડવું લોઢાના ચણા ચાવવા સમાન છે.

જો ડોકટરોનું માનીએ તો થાઇરોઇડ ગ્રંથિમાં કોઈ ગડબડ થવાને કારણે થાઇરોઇડ જેવી બીમારી લાગુ પડે છે. આ બીમારીમાં મેટાબોલિઝ્મ ધીમી થઇ જાય છે. આ કારણે વજન વધવા લાગે છે. આ માટે આ બીમારીથી પીડાતા દર્દીઓએ સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે. આ સાથે જ જમવા પર પણ ધ્યાન આપવું પડે છે. જો તમે થાઇરોઇડ જેવી બીમારીથી પીડિત હોય અને વધતા વજનને નિયંત્રણ કરવા માંગો છો તો આ ટિપ્સ જરૂર અપનાવો.

1.એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટમાં શામેલ કરો
ડાયેટમાં એન્ટી ઇન્ફ્લેમેટરીયુક્ત ફળ અને શાકભાજીને શામેલ કરો. જેનાથી સાંધાનો દુખાવો, માંસપેશિઓમાં ખેંચાવ અને તણાવ ઓછું કરે છે. જેનાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને વજન ઓછું કરવામાં મદદ થાય છે.

2.કાર્બોહાઈડ્રેટ પર અંકુશ લગાવો
જો તમે થાઇરોઇડના દર્દી હોય અને વજન ઘટાડવા માંગતા હોય તો તમારા જમવામાં કાર્બોહાઈડ્રેટ શામેલ ના કરો. જો તમે કાર્બોહાઈડ્રેટ શામેલ કરો છો તો બિલકુલ ઓછું કરો. આ સ્વાસ્થ્ય અને થાઇરોઇડ માટે જરુરી છે. આ માટે કઠોર અને જટિલ કાર્બોહાઈડ્રેટ લો. જેનાથી ભૂખ નથી લાગતી.

3.કસરત જરૂર કરો
વજન ઓછું કરવા માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ. જેનાથી કેલેરી બર્ન થાય છે. દરરોજ કસરતની સાથે-સાથે શારીરિ પરિશ્રમ પણ જરૂરી છે. કસરત કર્યા વગર વજન ઓછું કરવું મુશ્કેલ છે. આ સાથે જ યોગનો પણ સહારો લેવો પડે છે.

4.રીફાઇન્ડ વસ્તુથી દૂર રહો
જમવાની વસ્તુ જેવી કે, ખાંડ, લોટ, રીફાઇન્ડ તેલથી દૂર રહો. રીફાઇન્ડ જ વસ્તુઓ થાઇરોઇડના દર્દીઓ માટે સારી નથી હોતી. આ ખાદ્ય પદાર્થમાં પોષક તત્વ ઓછા અને કેલેરી વધુ હોય છે. આ વસ્તુ વજન ઘટાડવા માટે સારી નથી. આ ખાદ્ય પદાર્થના વિકલ્પ ગોળ, મધ અનાજ અને ઘીનું સેવન કરી શકો છો.

5.થોડા-થોડા અંતરમાં જમો
વિશેષજ્ઞ કહે છે કે, વજન ઓછું કરવા માટે હંમેશા એકવારમાં ભરપેટ ના જમવું જોઈએ. તેની બદલે થોડા-થોડા અંતરે જમવું જોઈએ. આ નિયમ પાલન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. થાઇરોઇડના દર્દીઓએ ભરપેટ ના જમવું જોઈએ. જેનાથી કબજિયાત, અપચો અને પેટ સંબંધિત બીમારીનો ખતરો વધી જાય છે. જયારે વ્યક્તિની પાચન ક્રિયા સાચી રીતે કામ નથી કરતી ત્યારે વજન ઓછું કરવું મુશ્કેલ થઇ જાય છે. આ માટે થોડા-થોડા અંતરે જમવું જોઈએ.

Team Akhand Ayurved

Not allowed