આ રત્નો પહેરતા જ ખુલી જશે તમારા ભાગ્ય, રત્ન પહેરતા જ પૈસાની તંગી થાય છે દૂર અને ધંધામાં પણ મળે છે ખુબ લાભ

રત્ન શાસ્ત્ર અનુસાર કોઈ પણ ગ્રહના અશુભ પ્રભાવને ઓછું કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. રત્નોનો આપણા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે. તે આપણી આર્થિક સ્થિતિ, સબંધો, સ્વાસ્થ્ય, કારકિર્દી, માનસિક સુકૂન વગેરે પર ખુબ અસર પાડે છે.

માન્યતા છે કે કુંડળીમાં અશુભ ગ્રહોની અસરને દૂર કરવા માટે અને શુભ ગ્રહોના ફળને વધારવા માટે રત્ન ધારણ કરવામાં આવે છે. વ્યક્તિમાં રહેલ ઘણી ખરાબ આદતોને છોડવવા માટે પણ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં 9 રત્ન અને 84 ઉપરત્ન બતાવામાં આવેલા છે. દરેક રત્નનું અલગ અલગ ગ્રહો સાથે ખાસ સબંધ હોય છે. કેટલાક રત્નો એવા હોય છે જેને ધારણ કરવાથી ગ્રહ દોષ જતો રહે છે તેમજ કેટલા રત્નોના પ્રભાવથી ભાગ્યોદય પણ થતો હોય છે. આવો જાણીએ એવા 5 રત્નો વિશે જેને ધારણ કરવાથી નોકરી અને બિઝનેસમાં ખુબ તરક્કી મળે છે.

1.પન્ના: પન્ના બુધનો રત્ન છે. આ રત્ન ધારણ કરવાથી બુદ્ધિ તેજ થાય છે સાથે જ કોઈ પણ કામમાં સ્થિરતા આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે ઘરમાં પન્ના હોય છે ત્યાં ધનની કમી નથી રહેતી. આ રત્નને મોતી, મુંગા અને પુખરાજ વગેરે ધારણ કરવું જોઈએ નહિ.

2.નીલમ: નીલમ રત્નનો સબંધ શનિ ગ્રહથી છે. તેવામાં આ રત્નને દરેક કોઈ નથી ઓળખી શકતા. આ રત્નના પ્રભાવથી ધન-સંપત્તિ અને એશ્વર્યમાં વૃદ્ધિ થાય છે. નીલમના શુભ પ્રભાવથી નોકરી અને વ્યવસાયમાં તરક્કી મળવા લાગે છે.

3.ટાઇગર રત્ન: જ્યોતિષ શાસ્ત્રમાં ટાઇગર રત્નને સૌથી વધારે પ્રભાવશાળી માનવામાં આવે છે. આ રત્નમાં પીળા કલરની ધાર બનેલી હોય છે. આ રત્ન આત્મવિશ્વાસમાં વધારો કરે છે સાથે જ સફળતા અપાવવામાં સહાયક છે. તેના સિવાય આને ધારણ કરવાથી ભાગ્યોદય પણ થાય છે. આર્થિક જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

4.ઝેડ સ્ટોન: વ્યાપારમાં તરક્કી માટે ઝેડ સ્ટોન ધારણ કરવું પણ શુભ માનવામાં આવે છે. જો કોઈ નવો વ્યાપાર શરુ કરવા માંગો છો તો તેને ઝેડ સ્ટોન ધારણ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. આ રત્નને ધારણ કરવાથી કામમાં એકાગ્રતા વધે છે. સાથે જ વ્યાપારમાં આર્થિક મજબૂતી પણ પ્રદાન કરે છે.

5.સોનેરી રત્ન: જો કારણ વગર ધન વેડફાઈ રહ્યું છે કે કોઈ કારણોસર સમસ્યા આવી રહી છે તો તેવામાં સોનેરી રત્ન ધારણ કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેને ધારણ કરવાથી સારા દિવસો શરુ થઇ જાય છે.

team ayurved

Not allowed