આ 5 નટ્સ ખાઓ: ઢોલ જેવા પેટને પણ થોડા જ દિવસમાં કરી દેશે અંદર, જાણો કેવી રીતે

આજે મોટાભાગના લોકો વધતી જતી ફાંદના કારણે હેરાન-પરેશાન રહે છે. જીમમાં કસરત દરમિયાન પણ આ લટકતી ફાંદ મુશ્કેલી ઉભી કરે છે જેના કારણે જિમ જવું પણ નથી ગમતું કે ના યોગા કરવા પણ ગમે છે.ઘરની બહાર નીકળીએ ત્યારે પણ આ લટકતી ફાંદ શરમનું કારણ બની જાય છે. ગમે તેટલું છુપાવીએ એ ફાંદ બહાર આવી જ જાય છે. મનમાં ઘણીવાર પ્રશ્ન થાય છે કે આ લટકતી ફાંદને અંદર લઇ જવા માટે શું કરવું? ઘણા ઉપાયો કરવા છતાં પણ આ ફાંદ બહાર આવી જ જાય છે.

પરંતુ આજે અમે તમને એવા પાંચ નટ્સ વિષે જણાવીશું જેનો રોજિંદો ઉપયોગ તમારી ફાંદને તો અંદર કરવામાં મદદ કરશે જ સાથે સાથે વધતી ફાંદને પણ રોકી લેશે, તો ચાલો જાણીએ એ પાંચ નટ્સ વિશે તમને ખરેખર નવું જાણવા મળશે આ પાંચ પ્રકાર ના નટ્સ અચૂક ખાઓ.

1. બદામ: : કેટલાક નિષ્ણાતોના માનવા પ્રમાણે બદામનું રોજીંદુ સેવન વજન ઘટાડવામાં મદદગાર થાય છે. તમારો મેટાબોલિક રેટ વધે છે અને તે ખરાબ કોલેસ્ટ્રોલથી લડવામાં પણ મદદ કરે છે. જો તમે તમારી લટકતી ફાંદને અંદર રાખવા માંગો છો તો બદામને પોતાના આહારમાં ઉમેરી દો એ તમારા માટે શ્રેષ્ઠ વિક્લ્પ બની રહેશે.

2. પિસ્તા: આ લીલા રંગના નટ્સમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે, પિસ્તાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન અને ખનીજ મળી આવે છે જે બ્લડશુગરને નિયંત્રણમાં રાખવામાં મદદગાર થાય છે. તેની અંદર રહેલું એંટીઓક્સીડેંટ શરીરમાં રહેલા ફેટ સામે લડે છે અને તમારું મેટાબોલિજ્મ વધારે છે. જેના કારણે તમારી ફાંદ ઝડપથી અંદર ચાલી જશે.

3. સૂકી દ્રાક્ષ: સૂકી દ્રાક્ષ  વજન ઘટાડવા માટેનું સૌથી શ્રેષ્ઠ નટ્સ માનવામાં આવે છે. સૂકી દ્રાક્ષની અંદર એવા રસાયણ રહેલા છે જે તમારી ભૂખને રોકી રાખવામાં મદદગાર બને છે. જયારે તમે સૂકી દ્રાક્ષ ખાવ છો ત્યારે તે તમારા શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયા શરુ કરી દે છે જેનાથી તમારા શ્વાસ ધીમા થઇ જાય છે. સાથે તેમાં ગાબાના રૂપમાં રહેલા શક્તિશાળી ન્યુરોટ્રાન્સમીટર પણ ઉમેરાય છે જે તમારી ભૂખને ઓછી કરી શકે છે. માટે ફાંદને અંદર લઇ જવા દ્રાક્ષ પણ શ્રેષ્ઠ ઉપાય છે.

4. ખજૂર: :હોળીના સમયમાં આપણે ત્યાં વધારે પ્રમાણમાં ખજૂર ખાવામાં આવતું હોય છે. ખજૂર સૌને ગમતું નટ્સ છે. તેની અંદર કૈલોરી ભલે વધુ હોય પરંતુ તેની અંદર ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે. જે પાચનક્રિયાને ઝડપી કરી શરીરની અંદર રહેલા ફેટ ઓછા કરવામાં મદદરૂપ થાય છે. ખજૂર દ્વારા તમે વજન ઘટાડી શકો છો અને તમારા પેટને અંદર પણ કરી શકો છો.

5.અખરોટ: : સૌ કોઈ જાણે છે કે અખરોટ મગજ માટે બહુ જ સારું નટ્સ છે. પરંતુ એની અંદર રહેલા અનસૅચ્યુરેટેડ ફેટ અને કેટલાક ફેટી એસિડની જરૂરિયાત આપણા શરીરને પણ હોય છે. અખરોટની અંદર રહેલું એએલએ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં, પાચનને ઝડપી કરવામાં અને શરીરમાં ફેટની ગતિવિધિઓને નિયંત્રિત કરવામાં મદદગાર થાય છે. જેનાથી તમે ઝડપથી વજન અને પેટ બંને ઓછું કરી શકશો.

team ayurved

Not allowed