શું તમે પણ ચાના શોખીન છો અને ચા પીધા પછી આ ભૂલ કરી રહ્યા છો ? તો થઇ જાવ સાવધાન, તમને પણ થઇ શકે છે કેન્સર જેવી બીમારીઓ

ચા પીધા પછી આ ભૂલો ના કરતા નહીંતર થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી, જરૂર વાંચો અને બધે ફેલાવો

ઘણા લોકો દરરોજ ગરમ-ગરમ ચા, કોફી અથવા સૂપ પીવાની મજા લેતા હોય છે. તો ઘણા લોકો શિયાળાની ઋતુમાં જ ગરમ-ગરમ ચા પિતા હોય છે. ગરમ-ગરમ ચા પીવી ભલે સારી લાગતી હોય છે. પરંતુ શું તમને ખબે છે કે આ ગરમ ચા તમને કેન્સરના ભરડામાં લઇ રહી છે. તમે વિચારતા હશો કે ચા, કોફી કે સૂપ તે ઠંડી પીવાની વસ્તુ થોડી છે. પરંતુ ઓછામાં ઓછી કપમાં આવ્યા બાદ 4 કે 5 મિનિટ પછી જ પીવું સ્વાસ્થય માટે સારું છે.

આ મામલો એક શોધમાં સામે આવ્યો છે. આ શોધ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તેથી જો તમને પણ ગરમ ચા પીવાની આદત હોય તો છોડીને સ્વસ્થ રહો. બ્રિટિશ મેડિકલ જર્નલમાં આ વાત સામે આવી ચછે કે, બહુ વધારે ગરમ ચા કે કોફી પીવાથી અન્નનળીમાં અથવા ગળામાં કેન્સર થવાની ખતરો આઠ ગણો વધી જાય છે. તે પાછળનું કારણ બતાવવામાં આવી રહ્યું છે કે, વધુ ગરમ ચા કે કોફી ગળાના ટિશૂઝને નુકસાન પહોંચાડે છે. ચા કે કોફીને ગેસ પરથી ઉતાર્યા બાદ 2 મિનિટમાં જ ચા પીનારા લોકોમાં કેન્સરનો ખતરો 5 ગણો વધી જાય છે.

આ વાતની પૃષ્ટિ કરવા માટે 50 હજાર લોકોમાં રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેલોકો બહુજ વધારે ગરમ ચા કે કોફી પીવે છે તેના ગળાને વધુ નુકસાન પહોંચે છે. વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર, ચા પીવાના અને કપમાં નાખવામાં 5 મિનિટનો સમયગાળો હોવો જોઈએ.ગરમ ચા પીવાથી ફક્ત કેન્સર જ નહીં પરંતુ એસીડીટી, અલ્સર, પેટથી જોડાયેલી તમામ બીમારી થઇ શકે છે.

ફક્ત ચા જ નહીં પરંતુ કોઈ પણ ગરમ વસ્તુ ખાવી કે પીવી ના જોઈએ. જે પેટને પ્રભાવિત કરે છે. આપણે જમતા સમયે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આપણે જે ખાઈ રહ્યા છે તે તેટલું જ ગરમ હોવી જોઈએ જેનથી ગળું કે મોઢું જ નહીં પરંતુ પેટ પણ ના બળે.

આ સિવાય વધારે ચા પીવાથી પણ શરીરને નુકસાન થાય છે. દિવસ દરમિયાન ત્રણ કપથી વધારે ચાને અવોઇડ કરવી જોઈએ.ઘણા લૂકોએ ટેવ હોય છે સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવી.પરંતુ ખાલી પેટે ચા પીવાથી કેન્સર અને એસિડિટીનું પ્રમાણ વધી જાય છે. સાથે જ માણસની ઉંમરમાં પણ ઘટાડો થાય છે.

ઘણા લોકોને જમીને તુરંત જ ચા પીવાની ટેવ હોય છે. આ ટેવના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. ભોજનમાં પોષક તત્વ હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ ત્યારબાદ ચા પીવાથી ભોજનના પોષક તત્વો નાશ પામે છે. ઘણા લોકોને આદત હોય છે કે રાતે સુતા પહેલા ચાનું સેવન કરવું. રાતે ચાના સેવન કરતા પહેલા એ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે,

ચામાં કૈફીન નામનું તત્વ હોય છે જે શરીરને હાનિકારક કરે છે, તેના કારણે રાતનું જમવાનું નથી પચતું. જેના કારણે કબજિયાતની સમસ્યા થઇ જાય છે. ઘણા લોકો ચા બનાવતીવખતે તેમાં મરી, એલચી, જાયફળ જેવા ઔષધિયોનાખતા હોય છે. આ ઔષધિયો શરીરમાટે સારી હોય છે. પરંતુ ચામાં કેફીન હોવાને કારણે આ ઔષધિયો કંઈ અસર નથી કરતી પરંતુ ગેરફાયદો કરે છે.

ચા બનાવતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખો:ચા બનાવતી વખતે પહેલા પહેલા પાણી ઉકાળીને તેમાં ચાની ભૂકી નાખો, ત્યારબાદ છેલ્લે દૂધ નાખો.ચાના પાણીને એક જ વાર ઉકાળવું કાફી છે. ત્રીસ મિનિટથી વધારે ચા ઉકાળશો તો પાણીમાં ઓક્સિજનની કમી થશે અને ચાનો ટેસ્ટ પણ ખરાબ થશે.ચાનું ભૂક્કી હંમેશા ઉકળતા પાણીમાં જ નાખો. આનાથી ચાનો કલર અને ફ્લેવર બન્ને સારા લાગશે. અડધો કલાકથી વધુ રાખેલી ચા ક્યારે પણ ના પીવો. તેનાથી કબજિયાતની તકલીફ થઇ શકે છે.

Team Akhand Ayurved

Not allowed