આશિક બનાયા ગર્લ તનુશ્રી દત્તાને ઓળખવી થઇ મુશ્કેલ, લોકો બોલ્યા- ‘શું હાલત બનાવી લીધી છે’ દયા આવી જશે

‘આશિક બનાયા આપને’ અભિનેત્રી તનુશ્રી દત્તા ભલે બોલિવૂડથી દૂર હોય પરંતુ તેણે કેટલીક એવી ફિલ્મોમાં કામ કર્યું છે જે વર્ષો સુધી યાદ રહેશે. વર્ષ 2004માં તનુશ્રીએ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો અને ત્યારબાદ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. તનુશ્રીએ તેની પ્રથમ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેના કારણે તે ઘણી ફેમસ થઈ ગઈ હતી. તનુશ્રીએ 2005માં ફિલ્મ ‘આશિક બનાયા આપને’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને આ ફિલ્મમાં તેની સાથે એક્ટર ઈમરાન હાશ્મી હતો.

ઈમરાન હાશ્મી સાથે ઈન્ટીમેટ સીન્સ આપીને હેડલાઈન્સ બનાવનારી તનુશ્રી દત્તા આ દિવસોમાં મોટા પડદાથી અંતર બનાવી રહી છે. જો કે તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. MeToo મૂવમેન્ટથી ચર્ચામાં રહેલી તનુશ્રી બોલિવૂડ અને તેના કલાકારોને નિશાન બનાવતી રહે છે. આ દરમિયાન હવે અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસના ટ્રાન્સફોર્મેશન લુકને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એટલું જ નહીં તેના આ લુકને જોઈને તેને જોરદાર ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર રહેલી તનુશ્રી તાજેતરમાં જ લાંબા સમય બાદ એક ઈવેન્ટમાં જોવા મળી હતી. આ ઈવેન્ટના ઘણા વીડિયો અને એક્ટ્રેસની તસવીરો વાયરલ થઈ રહી છે. લાંબા સમય બાદ જ્યારે કેટલાક લોકોએ તેને જોઇ તો તેના ટ્રાન્સફોર્મેશનને લઇને લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. વાસ્તવમાં આ વીડિયો અને ફોટામાં અભિનેત્રીનું વજન ઘણું વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

આવી સ્થિતિમાં વધેલા વજનના કારણે તેને બોડી શેમિંગનો શિકાર બનવું પડ્યું હતું. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘શું હતી અને શું થઇ ગઇ’. એક યુઝરે કોમેન્ટ કરીને પૂછ્યું કે તમે આટલા શાંત કેમ છો ? ત્યાં એકે તેને સલાહ આપી કે હવે તમારે વજન ઘટાડવાની જરૂર છે. જો કે કેટલાક લોકો એવા પણ હતા જેઓ તેને જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ખુશી વ્યક્ત કરતા એક યુઝરે લખ્યું, ‘તમે હજુ પણ એટલા જ સુંદર છો’

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

એક્ટ્રેસના લુકની વાત કરીએ તો, તેણે બ્લેક શિમર સાડી પહેરી છે અને આ લુકમાં તે ખૂબ જ સુંદર પણ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી અવારનવાર પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તનુશ્રીએ 2018માં ભારતમાં MeToo લોન્ચ કરતી વખતે નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. નાના પાટેકર પરના આ આરોપ બાદ બોલિવૂડમાં હોબાળો મચી ગયો હતો.

ayurved

Not allowed