બાળકોને મોબાઈલ આપનારા મૂર્ખ માં-બાપ સાવધાન, પિતાએ ભણવાનું કહ્યું તો 9 વર્ષની દીકરીએ કરી આત્મહત્યા, જાણો અંદરની વિગત

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં ઘણીવાર વિદ્યાર્થીઓ દ્વારા માતા-પિતા દ્વારા કંઇ કહી દેવાને કારણે અથવા તો અન્ય કારણોસર આપઘાત કરી લેવામાં આવે છે, ત્યારે હાલમાં એક મામલો સામે આવ્યો છે, જે તમિલનાડુના પેરિયાકુપ્પમમાંથી સામે આવ્યો છે. વાસ્તવમાં પિતાની નાની વાત પર એક 9 વર્ષની બાળકીએ જીવનનો અંત આણી લીધો. કથિત રીતે, જ્યારે પિતાએ બાળકીને ભણવાનું કહ્યું, ત્યારે ગુસ્સે ભરાયેલી પ્રતિક્ષાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી.

માહિતી અનુસાર, પ્રતિક્ષાના પિતા કૃષ્ણમૂર્તિ જ્યારે તેને તેમના સાસરાના ઘર પાસે રમતી જોઈ ત્યારે તેઓએ તેને ઘરની ચાવી આપી અને ભણવાનું કહ્યું, તે બાદ તેઓ પોતે બાઇકમાં પેટ્રોલ ભરાવા માટે નીકળ્યા. જ્યારે રાત્રે 8.15 વાગ્યે તેઓ ઘરે પરત પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો તેમની પુત્રીએ ગળે ફાંસો ખાઇ લીધો હતો. જો કે, તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવી પણ તેનું મોત નીપજ્યું હતું. પ્રતિક્ષા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ હતી,

જેના કારણે તેના પાડોશીઓ તેને ઈન્સ્ટા ક્વીન કહેતા હતા. જણાવી દઇએ રે, ગત વર્ષે ડિસેમ્બરમાં ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાંથી એક 10 વર્ષના બાળકે મોબાઈલ પર માતાએ ગેમ રમવાની ના પાડતા આત્મહત્યા કરી લીધી હતી. માતાના ઠપકા બાદ માસૂમએ આ ઘૃણાસ્પદ પગલું ભર્યું હતું. આ મામલો લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશનના ચિત્વાપુર વિસ્તારનો હતો.

Not allowed