લાંચ ખાનારી તલાટી નીતા પટેલ 10 હજારની તો ચપ્પલ પહેરતી, હાઈફાઈ જીવન, મોંઘા શોખ, બિચારા ખેડૂત પાસેથી આટલી લાંચ માંગી

ગુજરાતમાં હાલ તો નર્મદાના નરખડી ગ્રામપંચાયતની મહિલા તલાટીના લાંચ લેવાનો કિસ્સો ચર્ચામાં છે. નીતા પટેલે તેના ગુરુ મહેશભાઇ સાથે મળીને લાંચકાંડ રચ્યો હતો અને 1 લાખની લાંચ લેતા સુરત ACB દ્વારા બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આંગડિયા દ્વારા આ લાંચની રકમ સ્વીકારવામાં આવી હતી. તલાટી નીતા પટેલે ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશભાઇને લાંચની રકમ લેવા માટે ગોઠવ્યા હતા. આરોપી નીતા પટેલ જ્ઞાન એકેડમીમાંથી જ પરીક્ષા આપીને તલાટી બની હોવાની ચર્ચા છે.

નીતા પટેલે જણાવ્યું હું નોકરી શોખ ખાતર કરું છું અને 10 હજારથી ઓછી કિંમતના તો ચપ્પલ પણ નથી પહેરતી. આવી રીતે તેણે જમીન માલિક એટલે કે ફરિયાદીને દમ મારી લાંચની રકમ ઓછી કરી ન હતી. ગાંધીનગરમાં વર્ષોથી જ્ઞાન એકેડમી ચલાવતા મહેશ આહજોલિયા હાલ સેક્ટર-6 ખાતે જ્ઞાન એકેડમી ચલાવે છે. મહેશ પણ સરકારી કર્મચારી જ હતો, જો કે તેણે થોડા મહિના પહેલાં જ રાજીનામું આપ્યું હતુ.

તલાટી આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બની હતી. પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે તલાટીએ ગોઠવ્યો હતો. એક લાખની લાંચ નીતા પટેલે આંગડિયા મારફત ગાંધીનગરમાં મહેશને મોકલવા કહ્યું હતું, પરંતુ આ રૂપિયા આપવાના બદલે અરજદારે સુરત એસીબીમાં ફરિયાદ કરી હતી. જે બાદ ACB દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ અને મહિલા તલાટી અને તેના ગુરુ તેમજ સહયોગીને ઝડપવામાં આવ્યા. પતરાના શેડવાળી ઓરડી અને ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા માટે અરજદારે અરજી કરી હતી.

આ ત્યારે આ માટે તલાટીએ 1 લાખની માંગણી કરી હતી. નીતા પટેલ અને સહયોગી મહેશભાઈ આહજોલિયા બંનેને ડિટેઈન કરવામાં આવ્યા છે.આમ તો જો તમારે તમારુ કામ નીકાળાવું હોય તો સરકારી કચેરીઓમાં આજે પણ સરકારી બાબુઓને ખુશ કરવા લાંચ આપવી જ પડે છે.પરંતુ હવે તો સરકારી બાબુઓ હાઈટેક થઇ ગયા હોવાથી સીધી રીતે લાંચ સ્વીકારતા પકડાઇ જવાના ડરથી અવનવા પેતરાઓ અપનાવે છે અને આવો જ મામલો સામે આવ્યો.

ayurved

Not allowed