ડેંગ્યુમાં ખુબ જ ફાયદાકારક હોય છે પપૈયાના પાંદડાનો રસ, જાણો તેના લાભ

વરસાદની સીઝનમાં સૌથી વધારે લોકો ડેંગ્યુના તાવની ચપેટમાં આવતા હોય છે. આ બીમારી સંક્રમિત માદા એડીઝ એજિસ્ટીના કરડવાથી થાય છે. મચ્છરોના કારણે ફેલાવવા વાળો આ તાવ ક્યારેક વધારે આવતો હોય છે તો ક્યારેક ઓછો. કોરોના મહામારી પછી લોકો ઇમ્યુનીટી પર ખાસ ધ્યાન આપવા લાગ્યા છે. વાત કરીએ ડેંગ્યુના તાવની તો તેને અવગણવો ભારી પડી શકે છે.

કોરોના વાયરસ સંક્રમણના કારણે વધારે પડતા લોકો તેમના સ્વાસ્થ્યને લઈને વધારે સાવધાની રાખતા હોય છે. સાફ સફાઈ અને હાઇજીન સાથે વધારે પડતા લોકોનું ફોકસ હેલ્દી ડાયટ પર રહેલું હોય છે. જેના કારણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા બનેલી રહે. આજે વર્લ્ડ હેલ્થ ડે પર ડેંગ્યુના લક્ષણો અને બચાવ પર વાત કરીશું.

ડોકટરોનું માનીએ તો કોઈને પણ ડેંગ્યુનો તાવ આવતા પહેલા જોરદાર તાવ આવતો હોય છે. આ બીમારીના પ્રમુખ લક્ષણોમાં માથાનો દુખાવો, ઉલ્ટી, આંખોમાં દુખાવો અને શરીર પર લાલ ડાઘા દેખાવા લાગે છે. ત્યારબાદ જયારે બીમારી વધવા લાગે છે તો ગંભીર લક્ષણમાં પેટમાં દુખાવો, દાંતમાં દુખવું અને નાકથી લોહી નીકળવું કે મળ કે મૂત્રમાં લોહી આવવું અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમની સાથે સાથે થાક અને ગંભીર લક્ષણ સામે આવતા હોય છે.

ડેંગ્યુ એવો રોગ છે જેમાં કાળજી ના લીધી તો દર્દીનું મોત પણ થઇ શકે છે. જોકે વરસાદની સીઝનમાં સૌથી વધારે કહેર ડેંગ્યુનો જ રહે છે. ડેંગ્યુના તાવમાં પપૈયાના પાંદડાનું જ્યુસ જો પીવામાં આવે તો તે ખુબ જ ફાયદાકારક હોય છે. પપૈયાના પાંદડાનો રસ ડેંગ્યુને ઠીક કરવા માટે રામબાણ ઔષધિ માનવામાં આવે છે.

પપૈયાના પાંદડામાં વિટામિન સી અને એન્ટિઓક્સિડ તત્વ હોય છે જે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. ડોકરના પ્રમાણે ડેંગ્યુમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થવા લગતી હોય છે. પ્લેટલેટ્સનો રોલ શરીરમાં ખુબ મહત્વનો હોય છે. તે નાની રક્તકોશિકા હોય છે. તે રક્તસ્ત્રાવ રોકવા માટે પ્રમુખ કિરદાર નિભાવે છે. ડેંગ્યુથી પીડિત દર્દીમાં જો પ્લેટલેટ ઓછા થઇ રહ્યા હોય તો પપૈયાના પાંદડા ખુબ મદદગાર સાબિત થઇ શકે છે.

પપૈયાના પાંદડાનું જ્યુસ બનાવવા માટે મુઠ્ઠી ભરીને પપૈયાના પાંદડા લઇ લો તેને મિક્સર કે પછી ઓખલી અને મુસળની મદદથી તેને પીસી લો. ત્યારબાદ તેનું જ્યુસ ડેંગ્યુના દર્દીને આપો. સ્વાદ સારો નથી લાગી રહ્યો તો ડોક્ટરની સલાહથી તે જ્યુસમાં મધ કે અન્ય ફળોનો રસ મેળવીને પણ પી શકાય છે. ડોક્ટરની સલાહથી શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થવા પર રોજ 2થી3 મોટી ચમચી પપૈયાના પાંદડાનું જ્યુસ પી શકાય છે. આ રામબાણ અને ખુબ જ ઓછા ખર્ચ વાળા ઇલાજને કોઈ પણ શરુ કરી શકે છે.

team ayurved

Not allowed