મીઠી પાન માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સોપારી ખાવામાં થોડી કડક હોય છે પરંતુ જે લોકો તેને ખાય છે તેઓ સોપારી, કથ્યા, ચૂનો અને બીજી ઘણી વસ્તુઓ એકસાથે ખાય છે. સામાન્ય રીતે લોકો તેને ખરાબ આદત માને છે પરંતુ દરેક વસ્તુની જેમ તેના પણ કેટલાક ફાયદા છે.
આપણા દેશમાં પાન ખાવું એ બહુ સામાન્ય બાબત છે. જમ્યા પછી પાન ખાવું એ અહીંની પરંપરામાં શામેલ છે. સોપારીના પાન અનેક રંગોમાં ઉપલબ્ધ હોય છે. કેટલાક ઘાટા લીલા રંગના હોય છે અને કેટલાક હળવા રંગના હોય છે. જો કે એ જરૂરી છે કે સોપારી ખાધા પછી જ્યાં ત્યાં થૂંકવું ખૂબ જ ખરાબ આદત છે અને જે લોકો સોપારી ખાય છે તેઓએ હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સોપારી ખાધા પછી ડસ્ટબીનનો જ ઉપયોગ કરવો જોઈએ. લોકો આજે પણ નાગરવેલના પાનનો ઉપયોગ મોઢું ચોખ્ખું કરવા માટે કરતા હોય છે. જમવામાં નાગરવેલનાં પાનના મુખવાસના દ્રવ્યો મૂકીને ખાવાની પ્રથા પ્રચલિત છે. પરંતુ મુખવાસમાં આવતા દ્રવ્યો શરીર માટે હાનિકારક ન હોવા જોઇએ.
પાન સ્વાદે તીખું,કડવું,ગરમ,અરુચિકર અને અગ્નિદીપક હોય છે. તથા અવાજને સુધારનાર અને મુખશુદ્ધિકાર છે. નાગરવેલનું લીલુ અથવા અપરિપક્વ પાન ત્રિદોષકાર,બળતરા કરનાર રુચિકર અને ઉલટી કરનાર હોય છે. તેનું પાકું પાન રુચિકર, ત્રિદોષનાશક,પાચક,ભૂખ લગાડનાર અને મુખશુદ્ધિકર હોય છે. મોઢાના રોગો જેવા કે શરદી, ઉધરસ, દમ, અવાજ બેસી જવો, પેટનો દુખાવો, કૃમિ વગેરેને દૂર કરનાર છે.
નાગરવેલનું પાન તીખું, ગરમ અને તીક્ષ્ણ હોવાથી શરદી, કફ, સળેખમ અને ઉધરસ વગેરેમાં ઉત્તમ લાભ થાય છે. ૨-૩ નાગરવેલનાં પાન લઇ ઉકારી પછી તેને ઠંડું પાડી તેમાં મધ ભેરવીને લેવાથી કફમાં રાહત થાય છે. નાગરવેલના પાનમાં ચર્વિકોલ નામનું તત્વ હોવાથી સ્વાદે તીખું લાગે છે.તે જંતુનાશક છે. તે ઉપરાંત તેમાં રહેલું સુગંધી તેલ દાંતનો સડો દૂર કરે છે. તે ઉપરાંત તેમાં એલચી,જાવંત્રી અને કપૂર વગેરે નાખીને ખાવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.
નાગરવેલનાં પાકા પાનમાં એલચી, ૨ નંગ મરી, તુલસી, આદુ, લીલી હળદર અને એક ચમચી મધ નાખીને ખાવાથી કફ છુટો પડે છે અને શ્વાસમાં રાહત થાય છે. નાગરવેલનાં પાન હ્દય ઉતેજક હોય છે. નાગરવેલનાં પાનના ચાર ચમચી રસમાં સાકર મેળવીને ખાવાથી હૃદયની નબરાઇ દૂર થાય છે. નાગરવેલનાં પાનમાં જેઠીમધનો એક ટુકડો મૂકીને ખાઈ જવાથી અવાજ ખૂલી જાય છે. નાગરવેલનાં પાન કંઠનો અવાજ સુધારનાર છે.