દાળ અને કઢીમાં વપરાતા મીઠા લીમડાના આ 7 ચત્મકારીક ફાયદાઓ જાણીને હેરાન રહી જશો

મીઠો લીમડો છે ગુણોનો ભંડાર, આ 7 ફાયદાઓ જાણીને તમે પણ રહી જશો હેરાન: મીઠા લીમડાનો ઉપયોગ આપણે ત્યાં શાક વઘારમાં અને અન્ય વઘાર અપાઈ શકે તેવી વાનગીઓમાં સોડમ લાવવા માટે થાય છે. મીઠા લીમડાના પાનના મસાલા પ્રકારના ઉપયોગને કારણે તેને ‘કઢી લીમડો’ પણ કહેવાય છે. મોટેભાગે આપણે દાળ-શાકમાં રહેલા મીઠા લીમડાના પાંદડાંને દૂર કરી દઈએ છીએ પણ ખરા અર્થમાં તે પણ કોઈ ઔષધિથી કમ નથી હોતાં!

મીઠો લીમડો શરીરને કઈ રીતે ઉપયોગી છે અને કેવા પ્રકારની બિમારીઓ સામે ઈલાજમાં કામ આવે છે તે બાબતે. એ પણ જાણી લો કે, મીઠા લીમડાને કડવા લીમડા સાથે કોઈ સબંધ નથી! મીઠા લીમડાના પર્ણમાંથી થોડેઘણે અંશે વિટામીન એ, બી, સી અને ઇ પ્રાપ્ત થાય છે. તદ્દોપરાંત, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર જેવા પોષકતત્ત્વો પણ કઢી લીમડામાં ઉપલબ્ધ છે. વધારામાં, એમિનો એસિડ, નાયસિન, ફ્લાવોનોઇડ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા સ્ત્રોત પણ મળી આવે છે.

  • યકૃતને માટે છે ફાયદાકારક – યકૃત/લીવર આપણા શરીરની સૌથી મોટી ગ્રંથી છે, જે વિવિધ પ્રકારની બાયોકેમિકલ પ્રક્રિયાઓમાં પોતાનું યોગદાન આપે છે. આથી સાફ વાત છે કે, શરીરની તંદુરસ્તી માટે યકૃતનું ફીટ હોવું જરૂરી છે. મીઠા લીમડામાં એ ગુણ રહેલો છે કે જે યકૃતને બેક્ટેરિયા-વાઇરસના ઇન્ફેક્શનથી બચાવે છે.

  • રતાંધળાપણાથી બચાવે છે – તમે વાંચ્યું હશે કે, વિટામીન-એ ની કમીને લીધે રતાંધળાપણું આવે છે અને આંખોની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડે છે. આમ તો દૂધ, લીલાં શાકભાજી અને ગાજર વિટામીન-એ ના ભરપૂર સ્ત્રોત છે પણ મીઠા લીમડામાંથી પણ વિટામીન એ મળી રહે છે. જેનાથી રતાંધળાપણું દુર રહે છે.
  • ઝાડામાં આપે ફાયદો – મીઠા લીમડામાં રહેલા કાર્બોજોલે એલ્કલોઇડ્સમાં ઝાડાને બંધ કરવાની ક્ષમતા હોય છે. કહેવામાં આવે છે કે, મીઠા લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી ઝાડાથી તકલીફથી છુટકારો થાય છે.
  • ત્વચા માટે ફાયદાકારક – મીઠા લીમડાના પણ ત્વચા માટે ઘણા ફાયદેમંદ સાબિત થાય છે. માનવામાં આવે છે કે, મીઠા લીમડાના તેલમાં હાજર રહેલા ગુણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર રાખવામાં મદદ કરે છે. આ સિવાય મીઠા લીમડાના પાનની પેસ્ટ મોઢા પર લગાવવાથી પણ ફાયદો થાય છે.
  • કોલેસ્ટ્રોલને લેવલ કરે છે –મીઠા લીમડાના સેવનથી લોહીમાં કોલેસ્ટ્રોલને ઘટાડે છે. મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી વજન વધવાનો ખતરો ઘટે છે.
  • ડાયાબિટીસને કંટ્રોલ કરે છે – બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે મીઠા લીમડાને સેવન ફાયદેમંદ માનવામાં આવે છે. મીઠા લીમડામાં હાજર ફાઈબર ઈન્સુલિન સકારાત્મક પ્રભાવ પહોય બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
  • એનિમિયા –મીઠા લીમડામાં રહેલા આયરન અને ફોલિક એસિડ એનિમિયાના ખતરાને ઓછો કરવામાં મદદ કરે છે. આ સિવાય મીઠા લીમડામાં રહેલા વિટામિન એ અને સી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
  • ઘાવને કરે દૂર – જો કોઈને ક્યાં પણ ઇજા થઇ હોય અથવા સ્કિન પર ઇજા, દાઝી ગયા હોય તો મીઠો લીમડો ફાયદેમંદ છે. મીઠા લીમડામાં હાજર રહેલા એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ સ્કિન માટે ગુણકારી છે. આ માટે તમારે ઘાવ પર મીઠા લીમડાની પેસ્ટ કરીને લગાડવાથી ફાયદો થાય છે.

આ ઉપરાંત પણ મીઠા લીમડાના અમુક ઉપયોગો છે. વાળ ખરવાની સમસ્યા હોય તો મીઠા લીમડાના સૂકા પર્ણોની ભુકી તલ કે નારીયેળના તેલ સાથે ઉકાળી અને માથામાં ચોપડી દેવાનો ક્રમ થોડા દિવસો જારી રાખવાથી વાળના મૂળની મજબૂતાઈમાં વધારો થાય છે. શરીરમાં આયર્નના શોષણ માટે જવાબદાર ફોલિક એસિડ મીઠા લીમડાના પાંદડામાં મળે છે. આયુર્વેદમાં દરેક નકામી લાગતી વનસ્પતિના અમુક ઉપયોગો આપેલા જ છે. જરૂર છે બસ તેમને ઓળખવાની! આર્ટીકલ સારો લાગ્યો હોય તો જરૂરથી આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!

akhand

Not allowed