સૂર્ય દેવને જળ અર્પણ કરતા પહેલા પાણીની અંદર ભેળવી દો આ ખાસ વસ્તુઓ, મળશે અઢળક લાભ

સૂર્ય દેવ એક એવા દેવતા છે જે આજે પણ ભક્તોને સાક્ષાત દર્શન આપે છે. તેવામાં સૂર્ય દેવની નિયમિત પૂજાથી ભક્તોને માન-સન્માન, પ્રતિષ્ઠા, કારકિર્દી અને દરેક કાર્યમાં સફળતા હાસિલ થાય છે. બસ સૂર્ય દેવને અર્ઘ્ય આપતા સમયે જળની સાથે કેટલીક વસ્તુ શામેલ કરી લેવી જોઈએ. સંપૂર્ણ અર્ઘ્ય તમારા જીવનમાં દરેક સફળતા અપાવશે.

હિન્દૂ ધર્મમાં સૂર્ય દેવને અર્ઘ્ય આપવા અને પૂજાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. સૂર્ય દેવ સ્વાસ્થ્ય, પિતા અને આત્માનો કારક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે અર્ઘ્ય આપવાથી બધી પ્રકારના કષ્ટોથી છુટકારો મળે છે. જો કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય કમજોર સ્થિતિમાં હોય છે તો ખાલી જળ ચઢાવીને સૂર્યને મજબૂત કરી શકાય છે. શાસ્ત્રોમાં પણ નિયમિત રૂપથી સૂર્ય દેવને જળ અર્પિત કરવું તેનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.

1.અક્ષત: અક્ષત એટલે ચોખા. હિન્દૂ ધર્મમાં અક્ષતને ખુબ પવિત્ર અનાજ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે અર્ઘ્ય ચઢવતા સમયે તેમાં થોડા અક્ષત મેળવીને લેવાથી ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે.

2.લાલ ફૂલ: હિન્દૂ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા ફૂલ વગર અધૂરી માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર દેવી દેવતાઓને પુષ્પ ખુબ જ પ્રિય હોય છે. તેવામાં દરેક દેવી દેવતાનું પ્રિય ફૂલ છે. જો પૂજા દરમ્યાન તે જ અર્પિત કરવામાં આવે તો તે તરત પ્રસન્ન થઇ જાય છે. સૂર્ય દેવને લાલ રંગના પુષ્પ કે ગુલહડનું ફૂલ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી તમારા બધા કામ આરામથી પુરા થઇ શકે છે.

3.મિશ્રી: માન્યતા છે કે સૂર્ય દેવની કૃપા બનાવી રાખવા માટે અને દરેક કાર્યમાં સફળતા હાસિલ કરવા માટે જળમાં મિશ્રી ઉમેરીને અર્પિત કરવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં માન સન્માન અને સફળતા હાસિલ થાય છે અને વ્યક્તિ જીવનમાં ખુબ આગળ વધે છે.

4.રોલી: જ્યોતિષ શાસ્ત્રમાં રોલીનું વિશેષ મહત્વ છે. બધા દેવી-દેવતાઓને પૂજા દરમ્યાન મસ્તક પર રોલીનું તિલક લગાવવામાં આવે છે. એવું જ સૂર્યદેવને પણ જળમાં રોલી મેળવીને અર્ઘ્ય અર્પિત કરવાથી રોલીનો લાલ રંગ સૂર્યની કિરણો સાથે મેળવીને રક્ત સંચારને સારું રાખે છે. વ્યક્તિને નિરોગી કાયા મળે છે.

5.હળદર: હળદરનો ઉપયોગ ઘણા ધાર્મિક અનુષ્ઠાનોમાં કરવામાં આવે છે. હળદરને પણ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે સૂર્ય દેવને અર્ઘ્ય આપતા સમયે હળદર મેળવીને અર્પિત કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણ દૂર થઇ જાય છે. સૂર્ય દેવની કૃપાથી વૈવાહિક જીવનમાં આવી રહેલી સમસ્યાઓથી છુટકારો મળે છે.

team ayurved

Not allowed