સુરતના બે પાક્કા ભાઈબંધએ મરતાં મરતાં પણ 12 વ્યક્તિને આપ્યું નવજીવન

ગુજરાતના સુરતમાં બ્રેનડેડ થયેલ બે બાળપણના મિત્રોએ મોત બાદ પણ 12 લોકોને જીવન આપ્યુ. બ્રેનડેડ થયેલ બંને મિત્રોના પરિવારે સુરતની ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી ઓર્ગન ડોનેટ કર્યા, જેનાથી અલગ અલગ 12 જરૂરિયાતમંદ લોકોને જીવનદાન મળ્યુ છે. સુરતની એક હોસ્પિટલથી 13 ઓર્ગન દાનમાં મળવાનો આ પહેલો મામલો છે.

સુરતના રહેવાસી 18 વર્ષિય મીત પંડ્યા અને 18 વર્ષિય ક્રિશ ગાંધી 24 ઓગસ્ટની રાત્રે સુરત શહેરના જીડી ગોયંકા સ્કૂલ પાસે રોડ અકસ્માતનો શિકાર થયા હતા. બંને મિત્રોને પીપલોદ વિસ્તારમાં સ્થિત એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર કરી રહેલ ડોક્ટરોએ તેમને બ્રેનડેડ ઘોષિત કર્યા હતા.

આ મામલે જાણકારી સુરતની ડોનેટ લાઇફ સંસ્થાના નીલેશ માંડલેવાલાને થઇ તો તેઓ હોસ્પિટલ પહોંચ્યા અને પરિવારને ઓર્ગન ડોનેટ કરવા માટે સમજાવ્યા. બ્રેનડેડ યુવકોનો પરિવાર આ માટે તૈયાર પણ થઇ ગયો, તે બાદ પરિવારે કિડની, લીવર, હ્રદય, ફેફસા અને નેત્રોનું દાન કર્યુ. આ સાથે 12 લોકોને જીવન મળ્યુ. મૃતકોના ઓર્ગનને અમદાવાદ અને હૈદરાબાદ પહોંચાડવા માટે અલગ અળગ બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા.

સુરતથી હૈદરાબાદની 926 કિલોમીટરની દૂરી 180 મિનિટમાં પાર કરી ક્રિશ ગાંધીના ફેફસા CPRFની પૂણે યુનિટમાં તૈનાત 54 વર્ષિય જવાનના શરીરમાં ટ્રાંસપ્લાન્ટ કરાવવામાં આવ્યા, જે છેલ્લા 1.5 વર્ષથી ઓક્સિજન સપોર્ટ પર હતા. ત્યાં જ સુરતથી અમદાવાદની 288 કિલોમીટરની દૂરી 90 મિનિટમાં પાર કરી મીત પંડ્યાનુ હ્રદય વડોદરાની રહેવાસી 21 વર્ષિય યુવતિના શરીરમાં ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ.

દાનમાં મળેલી 4 કિડની જરૂરિયાતમંદ લોકોના શરીરમાં અમદાવાદના Institute of Kidney Diseases and Research Centre હોસ્પિટલમાં ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવશે. ગુજરાત રાજ્યથી અત્યાર સુધી હ્રદય દાનનો 45મો મામલો છે, જેમાં સુરતથી ડોનેટ લાઇફ સંસ્થાનો આ 35મો મામલો છે.

ધોરણ 12માં ભણતા મૃતક ક્રિશ ગાંધીનો 24 ઓગસ્ટના રોજ બર્થ ડે હતો અને તે સેલિબ્રેટ કરી તેઓ રાત્રે મોપેડ પર ઘરે જઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક કાર ચાલકે તેમને ઉડાવી દીધા. આ મામલે પોલિસે કપડા કારોબારીના ડ્રાઇવર રિજવાન શેખની ધરપકડ પણ કરી હતી.

ayurved

Not allowed