સુરતના 10 પાસ દિવ્યાંગ યુવક સાથે પરણવા વિદેશીથી ગોરી સાત સમંદર પાર કરીને આવી ગઈ, ખુબસુરત તસવીરો જુઓ

છેલ્લા ઘણા સમયમાં ઘણી એવી પ્રેમ કહાનીઓ સામે આવી છે, જેમાં લગ્ન કરવા માટે કોઇવાર વિદેશી ગોરી સાત સમુદ્ર પાર કરી ભારત આવી છે તો ઘણીવાર વિદેશી છોકરાને ભારતની યુવતિ સાથે પ્રેમ થઇ ગયો છે. ત્યારે હાલમાં એક કહાની આવી જ સામે આવી છે જેમાં સાત સમંદર પાર કરી એક વિદેશી ગોરી ભારતના ગુજરાતના સુરતના છોકરા સાથે પરણવા આવી છે. એવું કહેવાય છે કે, વિધિના લેખ કોઈ બદલી શકતું નથી. ભગવાને ભાગ્‍યમાં લખેલો જીવનસાથી ગમે ત્યાં હોય, તે કોઈને કોઈ રીતે તો મળી જ જાય છે. આ જ કહેવતને સાર્થક કરતો આ કિસ્સો છે. સોશિયલ મીડિયા ફેસબુક પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમ્યા બાદ ફિલિપાઇન્સની વિદેશી ગોરી સુરતના 10 પાસ દિવ્યાંગ યુવક માટે પોતાનો દેશ છોડીને ભારત આવી ગઇ.

બંનેના પ્રેમે ભાષા, નાત-જાત, સરહદ બધા બંધનને તોડી નાખ્યા છે. બંનેનો પરિવાર પણ આ લગ્ન માટે સંમત થતા આગામી દિવસોમાં પરિણય સૂત્રથી પણ બન્ને બંધાઈ જશે, ત્યારે અજબ પ્રેમની આ ગજબ કહાની સમા લગ્ન આગામી 20મી નવેમ્બરના રોજ યોજાનાર છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ BRTS રોડ નજીક સિલ્વર બિઝનેસ હબની સામે કલ્પેશભાઈ કાછડિયા ઉર્ફે ક્લેક્ટર રસ્તા પર પાનની કેબિન ચલાવે છે. તેઓ જન્મથી જ બન્ને પગથી દિવ્યાંગ છે. તેઓની ઉંમર હાલ 43 વર્ષ જેટલી છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના લાઠીના આસોદર ગામના કલ્પેશભાઈએ ધોરણ 10 સુધીનો માંડ અભ્યાસ કર્યો છે.

સાવરકુંડલાની હોસ્ટેલમાં રહીને વધુ અભ્યાસમાં દિવ્યાંગતાની તકલીફ નડતાં તેઓએ ગામમાં જ પાનની દુકાન શરૂ કરી અને છેલ્લાં આઠેક વર્ષથી તે સુરતના યોગીચોક ખાતેની યોગેશ્વર સોસાયટીના બી-વિભાગના 52 નંબરના મકાનમાં રહે છે. પોતાની લવસ્ટોરી અંગે તેમણે જણાવ્યું કે, તેમને નાનપણથી પાન-માવાની દુકાનનો શોખ હતો. પરિવારમાં બે બહેનો અને એક ભાઈ કરતાં હું સૌથી મોટો છું. પરંતુ દિવ્યાંગતાના કારણે મને લગ્નના વિચારો નહોતા આવતા. મારાથી નાનાં ભાઈ-બહેનોનાં લગ્ન થઈ ગયાં છે. હું મારા કામકાજ સાથે જ સંકળાયેલો રહેતો હતો.

જો કે વર્ષ 2017માં ફેસબુક પર રેબેકા ફાયોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી અને પછી ફ્રેન્ડશિપ એક્સેપ્ટ કર્યા બાદ અમારી વચ્ચે દોસ્તી દિવસે દિવસે વધુ ગાઢ બનતી ગઈ. કલ્પેશભાઈ કહે છે કે, તેમને ફિલિપિન્સની ભાષા તો ઠીક પણ અંગ્રેજી પણ નહોતું આવડતું. રેબેકાના મેસેજ અંગ્રેજીમાં આવે એટલે થોડા દિવસો મિત્રો સાથે કે ગ્રાહકો પાસેથી ઉકેલ લાવવા પ્રયત્ન કરતો હતો. પરંતુ બાદમાં ગૂગલ ટ્રાન્સલેટની મદદથી કરવા લાગ્યો. આ રીતે અમારી વચ્ચે ભાષાનું જે બંધન હતું તે તૂટી ગયું અને અમે એકબીજા સાથે ચેટ કરતાં થઈ ગયાં હતાં. તેઓ આગળ કહે છે કે અમારી વચ્ચે વાતો સરસ થતી અને તેને મારો કપાળમાં કરેલા ચાંદલા સાથેનો ફોટો બહુ ગમી ગયો. એ મારા પ્રેમમાં હતી.

પરંતુ હું કંઈ જ છુપાવવા માગતો નહોતો. મેં મારી દૈનિક ક્રિયાનો એક 22 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. જેમાં મારા જીવનમાં કેટલી તકલીફો છે અને હું ફોટોમાં જેટલો સારો દેખાઉ છું હકીકત તેનાથી જુદી હોવાની તમામ વિગતો વીડિયો દ્વારા રેબેકા સાથે કલ્પેશભાઇએ શેર કરી હતી. રેબેકાએ બધી જ બાબતો જાણતી હતી પરંતુ તેમ છતાં તેણે કહ્યું, મને ભારતીય સંસ્કૃતિ, કલ્પેશની નિખાલસતા, સચ્ચાઈ સહિતના ગુણો સ્પર્શી ગયા. જેથી મેં કલ્પેશની સેવા કરવા માટે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. અમે લગ્નનું નક્કી કર્યા બાદ છેલ્લાં પાંચેક વર્ષથી રોજે રોજ એકબીજાના સંપર્કમાં ઓનલાઈન રહીએ છીએ.

પરંતુ હજુ સુધી એકબીજા પ્રત્યે અણગમો થવાની જગ્યાએ પ્રેમ રોજે રોજ વધતો જાય છે. હાલ તે કલ્પેશને મોપેડ પર બેસાડવાથી લઈને ઉતારવા સહિતનાં તેનાં કામોમાં મદદ પણ કરી રહી છે. રેબેકાએ કહે છે કે, તે વર્ષ 2019માં જ ભારત આવવાની હતી, તેની 24 તારીખની ટિકિટ પણ હતી. પરંતુ તે પહેલા જ બે દિવસે અગાઉ ભારતમાં સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું અને મારે ભારત આવતાં બીજા ત્રણેક વર્ષ લાગી ગયાં હતાં. બંનેએ આ દરમિયાન અનેક રીતે ભેગાં થવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ સરકારના નિયમો અને ગાઈડલાઈનના કારણે એ શક્ય ન બન્યું તે હવે બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, ફિલિપિન્સની રેબેકાનાં વર્ષો પહેલાં લગ્ન થયાં હતાં. તેના પતિનું અકસ્માતમાં મોત થયું હતું. તેને સંતાનમાં એક દીકરો પણ છે. જે સાત વર્ષનો છે. પરિવારમાં ત્રણ ભાઈઓ પણ છે. જે તમામે રેબેકાને કલ્પેશ સાથે લગ્ન માટે મંજૂરી આપી દીધી છે. સાથે તેઓ આગામી સમયમાં યોજાનારા લગ્ન માટે પણ ભારત આવવાનાં છે. રેબેકાનું કલ્પેશભાઇના પરિવારમાં કંકુ પગલા કરાવીને સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ. રેબેકા અહીં સેટ પણ થઇ ગઇ છે અને તેને અહીંનું ભોજન પણ માફક આવી ગયુ છે.

ayurved

Not allowed