સુરતમાં ટેમ્પો ચાલકે બે બાળકોને અનાથ બનાવ્યા, એક્ટિવા લઈને જઈ રહેલા પિતા-પુત્રીને મારી ટક્કર, દીકરીની આંખો સામે જ પિતાનું મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે તો ઘણા ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે, ઘણીવાર આવા અકસ્માતમાં પરિવારના મોભીનું જ મોત થવાના કારણે આખો પરિવાર વેર વિખેર બની જતો હોય છે. હાલ એવા જ એક અકસ્માતની ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક ટેમ્પો ચાલકે એક્ટિવા ચાલકને કચડી નાખતા તેમનું મોત નીપજ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા ધ્રુવ પાર્ક નજીક 42 વર્ષીય ગોપાલભાઈ મકવાણા તેમની દીકરી સાથે પોતાના ઘરે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા, ત્યારે જ એક પુરપાટ ઝડપે સામેથી આવતા ટેમ્પો ચાલકે આ પિતા પુત્રીને અડફેટે લીધા હતા. જેમાં દીકરીની આંખો સામે જ ટેમ્પો ચાલકે પિતાને કચડી નાખ્યા હતા અને આ અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું.

તો બીજી તરફ તેમની દીકરીને પણ હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. તો ઘટનાને લઈને ગોડાદરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ગોપાલભાઈ અને તેમની દીકરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘટના સ્થળેથી ટેમ્પો કબ્જે કરી અને ટેમ્પો ડ્રાઈવરની પણ અટકાયત કરવામાં આવી હતી. હાલ પોલીસ આ સમગ્ર મામલે અકસ્માતનો ગુન્હો નોંધી અને બધું તપાસ કરી રહી છે.

ગોપાલભાઈ મકવાણા તેમના પરિવારનો એકમાત્ર આધાર સ્તંભ હતા. તેમના ઘરમાં બે બાળકો છે, અને હવે પિતાના આ અકાળે નિધનના કારણે બંને બાળકો પણ પિતા વિહોણા બન્યા છે. તો આ ઘટનાને લઈએં પરિવારમાં પણ શોકનો માહોલ છે. તેમના હૈયાફાટ રુદનથી આખો માહોલ શોકમય બની ગયો હતો.

Team Akhand Ayurved

Not allowed