સૂર્યનું કર્ક રાશિમાં ગોચર થવાને કારણ વધશે આ 7 રાશિઓનું મુશ્કેલીઓ

સૂર્ય બધા જ ગ્રહોનો રાજા છે અને તે ખુબ જ શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે. સૂર્યએ 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરી લીધો છે. સૂર્ય ગોચર થવાની ઘટનાને સંક્રાતિ પણ કહેવામાં આવે છે. તે જે રાશિમાં જાય છે તે રાશિના નામથી સંક્રાંતિ પડે છે. જેના કારણે 16 જુલાઈના રોજ સંક્રાંતિ હતી. કર્ક રાશિમાં સૂર્ય ગોચરના કારણે તેનો પ્રભાવ સાત રાશિઓ ઉપર પાડવાનો છે. આ 7 રાશિના જાતકોને પારિવારિક ક્લેશ, આર્થિક નુકશાન અથવા અન્ય પ્રકારના ક્સ્થળોનો સામનો કરવો પડી શકે છે. જોઈએ આ 7 રાશિઓ.

1. મેષ:
રાશિના ચોથા ભાવમાં સૂર્યના ગોચર આરંભમાં કેટલાક પારિવારિક ક્લેશના કારણે માનસિક અશાંતિ આપી શકે છે. પરંતુ અન્ય ગ્રહ ગોચરમાં સારા પ્રભાવ ના પરિણામે સ્વરૂપ સફળતા મળતી રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, પરિવારના મોટા સદસ્યોમાં મતભેદ ના થવા દેવા, મકાન વાહન અંગેનું કોઈ કામ પૂર્ણ થઇ શકે છે. સામાજિક પદ પ્રતિષ્ઠા વધશે.

2. મિથુન:
રાશિના ધનભાવમાં સૂર્યનું ગોચર આકસ્મિક ધન પ્રાપ્તિનો યોગ બનાવશે, ઘણા દિવસો પહેલા આપેલું ધન પાછું આવી શકે છે. પરંતુ પરિવારમાં ક્લેશની પરિસ્થિતિ જન્મી શકે છે. તેને ગ્રહયોગ સમજીને વધવા ના દેવો, સ્વાસ્થ્ય થોડો પ્રતિકૂળ પરરભાવ પડશે, અગ્નિ, વિષ અને દવાઓના રિએકસનથી બચવું, કાર્યક્ષેત્રમાં પણ ષડયંત્રનો શિકાર બની શકો છો.

3. કર્ક: 
તમારી રાશિમાં સૂર્યનું આવવું કેટલીક શારીરિપીડા તો આપી શકે છે, પરંતુ તમારા સાહસ અને શૌર્યની પ્રશંસા થશે, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર સાથે જોડાયેલા કોઈપણ પ્રતિષ્ઠાન સંબંધિત કોઈ પણ કાર્ય કઢાવવાનો સારો અવસર છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉત્તમ રહેશે. નવ દંપતી માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવનો પણ યોગ બની રહે છે.  દૈનિક વ્યાપાર માટે પણ લાભનો અવસર બની રહે છે.

4. સિંહ:
રાશિથી હાનિ ભાવમાં સૂર્ય ગોચર  થોડુંઘણું ફળ આપશે, બની શકે છે કે તમને કષ્ટકારક યાત્રા પણ કરવી પડી શકે અથવા કોઈ સંબંધી અથવા મિત્ર દ્વારા અશુભ સમાચાર પણ સાંભળવા મળે, પરંતુ તમારા શત્રુઓ પરાસ્ત થશે, કોર્ટ કેસમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય અને તેમાં પણ ડાબી આંખનું ખાશ ધ્યાન રાખો, શરીરમાં કેલ્શિયમની ઉણપ ના આવવા દેવી. ધીમે ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવતી જશે, તમારું ધૈર્ય બનાવીને રાખો.

5. ધન રાશિ:
રાશિના આઠમા ભાવમાં સૂર્ય ગોચર તમને મહાપ્રતાપી તો બનાવશે પરંતુ કોઈને કોઈ કારણથી તમને માનસિક પીડા પણ હેરાન કરશે. કાયર્ક્ષેત્રમાં પણ ષડયંત્રનો શિકાર થતા બચત રહો, તમારા ગુપ્ત શત્રુ પરાસ્ત થશે. મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગ્રહ ગોચરમાં સુધારણા પરિણામ સ્વરૂપ કાર્યક્ષેત્ર વિસ્તાર પણ થશે અને સારી સફળતા પણ મળશે. દૈનિક વ્યાપાર માટે સમય અનુકૂળ છે.

6. મકર રાશિ:
રાશિના સાતમા ભાવમાં સૂર્યના ગોચર દામ્પત્ય જીવન માટે બહુ જ સારો નથી માનવામાં આવતો, આ સમયે લગ્ન વિવાહના સંબંધોમાં પણ વિલંબ થઇ શકે છે. સાસરી પક્ષમાં સંબંધો બગડવા ના દેવા.  વ્યાપારીઓ માટે સમય સારો રહેશે, કોર્ટ કચેરીના મામલા બહાર જ ઉકેલી લેવા, સંતાન સંબંધી ચિંતાથી મુક્તિ મળશે, નવદંપતી માટે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બને છે.

7. કુંભ રાશિ:
રાશિના શત્રુભાવમાં સૂર્યનું ગોચર તમને શત્રુમર્દી તો બનાવશે પરંતુ ઘણીવાર જોવામાં આવ્યું છે કે તેનો સ્વાસ્થ્ય ઉપર વિપરીત પ્રભાવ પડી શકે છે. ખાસ કરીને હૃદયરોગથી બચવું પડશે, આવા સમયમાં દેવું કરવા અને લેવડ દેવડથી બચવું જોઈએ, જ્યાં સુધી બને ત્યાં સુધી ઝગડા અને વિવાદથી દૂર રહો. મિત્રો અને સંબંધીઓ દ્વારા અશુભ સમાચાર પણ મળી શકે છે. ભાવનાઓમાં આવીને લીધેલો નિર્ણય નુકશાન આપી શકે છે.

Not allowed