ઉત્તરાખંડનો અંકિતા ભંડારી હત્યા કેસ સમગ્ર દેશમાં હાલ ચર્ચામાં છે. બીજેપી નેતાના પુત્રના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારીએ મહેમાન સાથે સૂવાની ના પાડી હોવાથી તેને નહેરમાં ધકેલી દેવામાં આવી હતી. આ ઘટનાને રિસોર્ટના માલિકે બે કર્મચારીઓ સાથે અંજામ આપ્યો હતો. રિસોર્ટનો માલિક હરિદ્વારના બીજેપી નેતા વિનોદ આર્યનો પુત્ર છે. ચિલા કેનાલમાંથી અંકિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિજનોએ લાશની ઓળખ કરી હતી. મોડી રાત્રે રિસોર્ટને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ SIT તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ પોલીસની વાન રોકી આરોપીની ધોલાઇ કરી હતી. આ ઘટનાનો ખુલાસો કરતા અધિક પોલીસ અધિક્ષકે કહ્યું કે અંકિતા ભંડારી જે ગંગાભોગપુર સ્થિત વનંતરા રિસોર્ટમાં કામ કરતી હતી, તે 18 સપ્ટેમ્બરથી ગુમ હતી. 19 સપ્ટેમ્બરના રોજ રિસોર્ટના સંચાલક પુલકિત આર્યએ રેવન્યુ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 22 સપ્ટેમ્બરે કેસ લક્ષ્મણઝુલા પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. આરોપી અંકિતાને રિસોર્ટમાં રહેતા લોકો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.
અંકિતાએ ના પાડતાં વિવાદ થયો અને 18 સપ્ટેમ્બરની રાત્રે આરોપીઓએ દારૂ પીને અંકિતાની હત્યા કરી હતી. ઉત્તરાખંડના રિસોર્ટની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા મામલે DGP અશોક કુમારનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અંકિતા પર ખોટું કામ કરવાનું દબાણ કરવામાં આવતુ હતું. આ મામલે ટૂંક સમયમાં વિગતવાર ખુલાસો કરવામાં આવશે. જણાવી દઈએ કે શનિવારે સવારે પોલીસને અંકિતાનો મૃતદેહ મળ્યો.
પોલીસને ચિલ્લા પાવર હાઉસ પાસે અંકિતાની લાશ મળી હતી. મૃતદેહને સંબંધીઓની હાજરીમાં AIIMS ઋષિકેશમાં મોકલવામાં આવ્યો. પૌરી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી 19 વર્ષની હતી. ગુમ અંકિતાની પોલીસ અને એસડીઆરએફની ટીમે જિલ્લા પાવર હાઉસ નજીક શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે આ કેસમાં બીજેપી નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
તમામને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અંકિતા જ્યાં કામ કરતી હતી તે રિસોર્ટનો ઓપરેટર પુલકિત આર્ય હતો. અંકિતાના ગુમ થયા બાદ રિસોર્ટ ઓપરેટર અને મેનેજર ફરાર થઈ ગયા હતા. અંકિતા ભંડારીને નહેરમાં ફેંકી દીધા બાદ આર્ય અને તેના મિત્રોએ પોલીસને ગેરમાર્ગે દોરવા અને પોતાનો ગુનો છુપાવવા માટે એક વાર્તા ઘડી કાઢી હતી અને રિસોર્ટમાંથી ગુમ થઈ હોવાનું કહીને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મૃતકના પરિવારે શરૂઆતમાં રિસોર્ટના સીસીવીટીવી ફૂટેજનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો,
#JusticeForAnkita अंकिता मर्डर केस में मुख्य आरोपी पुलकित आर्या के रिजॉर्ट पर रातों रात चला बुलडोजर @NavbharatTimes pic.twitter.com/tN1gNplni5
— NBT Uttar Pradesh (@UPNBT) September 23, 2022
કારણ કે તેઓએ દાવો કર્યો કે, અંકિતાએ ગુમ થયાની આગલી રાત્રે રિસોર્ટમાં તેના રૂમમાંથી તેના સેલફોન પર તેમની સાથે વાત કરી હતી. પોલીસને કોલ રેકોર્ડિંગ મળી આવ્યું છે, તે રિસોર્ટના કર્મચારી સાથે વાત કરતી વખતે રડતી સંભળાય છે. પોલીસ પાસે અંકિતાની એક સહકર્મી સાથેની વોટ્સએપ ચેટ પણ છે, જેમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પુલકિતે તેને બળપૂર્વક કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર તેણે તેને ઠપકો આપ્યો હતો.
#WATCH | Rishikesh, Uttarakhand: Locals gheraoed Police vehicle that was carrying the accused in #AnkitaBhandari murder case earlier today. They also thrashed the accused.
Police tweeted that the three confessed to having pushed her into a canal after a dispute and she drowned. pic.twitter.com/VToUUhYX4o
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 23, 2022